ગણેશ
ધર્મ | હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ |
---|---|
વાહન | ઉંદર |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | સિદ્ધી, રિદ્ધી |
માતા-પિતા | |
સહોદર | કાર્તિકેય |
ગણેશ કે ગણપતિ હિંદુ ધર્મના ભગવાન છે, જેને શિવ અને પાર્વતીના પુત્ર અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે પૂજવામાં આવે છે. ગણપતિનું વાહન મૂષક છે અને તેમનું મસ્તક હાથીનું છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમને ગણેશ કે ગણપતિ નામથી ઓળખવામાં આવે છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસારનાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખોનો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે.
અવતાર
[ફેરફાર કરો]ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.
૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી, દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની, શુકલપક્ષ ચતુર્થીનાં 'ઉમા'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી, સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે.
૩) દ્વાપરયુગમાં 'પાર્વતી'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતી જ છે.
૪) કળિયુગમાં,"ભવિષ્યપૂરાણ" મુજબ 'ધુમ્રકેતુ' કે 'ધુમ્રવર્ણા' રૂપે અવતાર થવાની કથા મળે છે.
બાર નામ
[ફેરફાર કરો]ગણેશનાં અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.
- પિતા- ભગવાન શિવ
- માતા- ભગવતી પાર્વતી
- ભાઈ- શ્રી કાર્તિકેય
- પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
- પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
- પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
- પ્રિય પુષ્પ- લાલ રંગનાં
- પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
- અધિપતિ- જલ તત્વનાં
- પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ
ચિત્ર ગેલેરી
[ફેરફાર કરો]આ પણ જુઓ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |