લખાણ પર જાઓ

કશ્યપ

વિકિપીડિયામાંથી
આંધ્રપ્રદેશમાં આવેલી કશ્યપની પ્રતિમા

કશ્યપ પ્રાચીન ઋષિ હતા. પુરાણ પ્રમાણે બ્રહ્માનાં દશ પુત્રોમાંના એક મરીચિના તેઓ પુત્ર છે.

સપ્તર્ષિમાના એક, સર્વ ઋષિ મુનિઓમાં શ્રેષ્ઠ મનાતા, સ્મૃતિગ્રંથોના રચેયિતા, પરશુરામ અને રામના ગુરુ એવા મહાન કશ્યપ ઋષિ મરીચિ ઋષિના પુત્ર હતા. તેમને અરિષ્ટનેમી, મરીચિનો પુત્ર હોવાથી મારીચ અને પ્રાણીસૃષ્ટિનો ઉત્પાદક હોઇ પ્રજાપતિ પણ કહે છે. તેઓ વિવસ્તના પણ પિતા હતા. બીજી પણ ઘણી સ્ત્રીઓ ઉપરાંત પ્રજાવૃદ્ધિ માટે, દક્ષ પ્રજાપતિની અદિતિ, દિતિ, દનુ, દનાયુ, કાલા, કપિલા, ક્રોધા, પ્રાધા, ઇલા, વનિતા, સિંહિકા, મુનિ અને કદ્રુ એ તેર કન્યાને કશ્યપ પરણ્યા હતા. આ બધી સ્ત્રીઓમાં તેમને અદિતિ ઘણી પ્રિય હતી અને અદિતિથી તેમને બાર આદિત્ય અને ઇન્દ્ર વગેરે દેવતાઓ થયા. અળી, દિતિથી દૈત્યો ઉત્પન્ન થયા. આમ તેમના સંતાનોમાં દેવ, દૈત્ય, મનુષ્ય, નાગ, પક્ષી ઇત્યાદિ પ્રાણીઓ ઉત્પન્ન થયાં છે. ભગવાન વિષ્ણુએ કશ્યપની પત્ની અદિતિને પેટે અવતાર ધાર્યો હતો.[૧]

ગોત્ર[ફેરફાર કરો]

કશ્યપ ગોત્ર બહુ પ્રચલિત છે અને આજે પણ જ્યારે કોઇ મનુષ્યને પોતાના ગોત્રની જાણ ન હોય તો પુરોહિત કશ્યપ ગોત્રનું ઉચ્ચારણ કરે છે.

કાશ્મીર[ફેરફાર કરો]

સુર અને અસુરના મૂળ પુરુષ કશ્યપ મુનિનો આશ્રમ મેરુ પર્વતના શિખર ઉપર (શ્રીનગરથી ત્રણ માઇલ) પર હતો. વળી કાશ્મીર નામ તેના નામ ઉપરથી પડ્યું લાગે છે.[૧]

સ્ત્રોત[ફેરફાર કરો]