ભજન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભજન-આસામના મંદિરમાં
હનુમાન, રામના ભક્ત, ભજન કરતાં

ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય. નરસિંહ મહેતા, મીરાં બાઈ, દાસી જીવણ, સંત કબીર, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, નિરાંત મહારાજ અને ગંગાસતિ વગેરેના ભજનો ગુજરાતના લોકોમાં ખુબ જાણીતાં છે.

ભજન શબ્દ 'ભજ' ધાતુ પરથી બન્યો છે. ભજન એ માત્ર ગાવાની વસ્તું નથી, ગાવાની સાથે ભજન (ભજવાનું) કરવાનું હોય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અનેક ભજનો કંઠસ્થ હતાં. એમાં નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો એને રે કહીએ એમને અત્યંત પ્રિય હતું.

સંત સાહિત્યમાં પ્રખ્યાત[ફેરફાર કરો]

 • સાખીઓ = કબીરસાહેબની
 • પદો = મીરાંબાઇનાં
 • રવેણીઓ\રમૈની =કબીરસાહેબની
 • ભજનો = દાસી જીવણનાં
 • આગમ = દેવાયત પંડિતનાં
 • પ્યાલા = લખીરામના
 • કાફી = ધીરાની
 • ચાબખા = ભોજાભગતના
 • છપ્પા = અખાના
 • કટારી = દાસી જીવણની
 • ચુંદડી = મૂળદાસની
 • પંચપદી = રતનબાઇની
 • પ્રભાતિયાં = નરસિંહ મહેતાનાં
 • દોહે = કબીરસાહેબ, રહિમ અને તુલસીદાસના
 • ચોપાઇઓ = તુલસીદાસની