કપૂર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભારતીય બજારમાં મળતું કપૂર

કપૂર એક પદાર્થ છે, જે નરમ મીણીયો, સફેદ, અર્ધપારદર્શક, સળગી ઊઠે તેવો, ઝડપથી બાષ્પીભવન પામતો અને સુગંધી હોય છે[૧] અને બજારમાં ગોટી સ્વરૂપે મળે છે. દક્ષિણ એશિયાના દેશોમાં અને તેમાં પણ ખાસ કરીને ભારત દેશમાં કપૂરનો ઉપયોગ હિંદુ ધર્મના લોકો પ્રાચીન કાળથી પૂજા-પાઠ અને આરતી દરમ્યાન કરે છે. આ ઉપરાંત જંતુઓ ઘરમાં ન આવે તે માટે પણ લોકો કપૂરની ગોળીઓનો ઉપયોગ કરે છે. કપૂરનાં વૃક્ષ, કે જે અંગ્રેજી ભાષામાં કેમ્ફોર લોરેલ (camphor laurel) નામથી ઓળખાય છે, તેનાં લાકડામાંથી મળે છે. ઈંડોનેશિયા, તાઈવાન, જાવા અને સુમાત્રામાં કપૂરનાં ઝાડ થાય છે. આ વૃક્ષ ૨૦ થી ૩૦ મીટર જેટલાં ઊંચા હોય છે, તેનાં પાન ચીકણાં અને સુગંધીદાર હોય છે. આ વૃક્ષ ઉપર સફેદ ફૂલો અને ગોળાકાર કાળા રંગનાં ફળો થાય છે. કપૂરના લાકડાને ઉકળતા પાણીમાં નાખીને તેમાંથી તેલ છૂટું પાડવામાં આવે છે.

કપૂર કેટલીક મીઠાઈઓની બનાવટમાં સુગંધ ઉમેરવા માટે વપરાય છે. કપૂર વધુ પડતું ખાવામાં આવી જાય તો ઝેરી અસર થાય છે[૨]. ખાદ્ય કપૂર અલગ હોય છે અને કૃત્રિમ રીતે ક્રૂડ ઓઈલમાંથી બનાવવામાં આવતું કપૂર અલગ હોય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Mann JC, Hobbs JB, Banthorpe DV, Harborne JB (1994). Natural products: their chemistry and biological significance. Harlow, Essex, England: Longman Scientific & Technical. pp. 309–11. ISBN 0-582-06009-5.  Check date values in: 1994 (help)
  2. ગુજરાત સમાચાર વર્તમાનપત્ર; ઝગમગ પૂર્તિ; તા.૨૭મી જુલાઈ, ૨૦૧૩; પાના નં. ૫

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • Camphor Evidence-based Monograph નેચરલ મેડીસિન્સ કોમ્પ્રિહેન્સિવ ડેટાબેઝમાંથી (from Natural Medicines Comprehensive Database)
  • INCHEM આઈ.પી.સી.એસ ખાતે (at IPCS -International Programme on Chemical Safety)