જાવા (ટાપુ)

વિકિપીડિયામાંથી

ઢાંચો:Two other uses

Java
Geography
LocationSoutheast Asia
Coordinates7°30′10″S 111°15′47″E / 7.50278°S 111.26306°E / -7.50278; 111.26306
ArchipelagoGreater Sunda Islands
Area rank13th
Administration
Demographics
Population124 million

જાવા{/0{1/}} એ ઇન્ડોનેશિયા ખાતે આવેલો ટાપુ છે અને તે તેની રાજધાની જકાર્તા નું જોવાલાયક સ્થળ છે. એક સમયે હિન્દુ-બૌદ્ધ સામ્રાજ્ય, ઇસ્લામિક સલ્તનત અને ડચ ઇસ્ટ ઇન્ડિયન્સ લોકોનું શક્તિશાળી કેન્દ્ર ગણાતું જાવા હવે ઇન્ડોનેશિયાનાં રાજકીય તેમજ આર્થિક જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. વર્ષ 2006 દરમિયાન તેની વસ્તી 13 કરોડની હતી. જાવાને વિશ્વના સૌથી પ્રખ્યાત ટાપુ તરીકેનું બિરુદ મળ્યું છે. પ્રખ્યાતિમાં તે જાપાનના મુખ્ય ટાપુ હોન્શુ કરતા પણ મોખરે છે. જાવા વિશ્વમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પ્રાંત છે.

મોટેભાગે જ્વાળામુખીગત ઘટનાઓથી બનેલો જાવા ટાપુ વિશ્વમાં 13મા ક્રમનો સૌથી મોટો ટાપુ અને ઇન્ડોનેશિયામાં પાંચમા ક્રમનો સૌથી મોટો ટાપુ છે. જ્વાળામુખીના ખડકોથી બનેલી ગિરીમાળા ટાપુની પૂર્વ-પશ્ચિમ ભાગમાં લંબાયેલી છે. આ ટાપુની ત્રણ મુખ્ય ભાષા છે. જેમાં જાવાનિઝ ભાષાનું ખૂબ જ પ્રભુત્વ છે. ઇન્ડોનેશિયાના 6 કરોડ લોકો આ ભાષા બોલે છે અને તે તેમના જન્મસ્થળની ભાષા છે. મોટાભાગના રહેવાસીઓ દ્વિભાષી છે. ઇન્ડોનેશિયાઈ ભાષા તેમની પ્રથમ કે બીજી ભાષા છે. જાવાના મોટાભાગના લોકો મુસ્લિમ છે. જાવામાં ધાર્મિક માન્યતાઓ, માનવ સમુદાયો અને વિવિધ સંસ્કૃતિઓનું વૈવિધ્યતાસભરનું મિશ્રણ રહેલું છે.

વ્યુત્પત્તિશાસ્ત્ર[ફેરફાર કરો]

મૂળ નામ 'જાવા' કેવી રીતે પડ્યું તે અંગે કોઈ જ સ્પષ્ટતા નથી. એક શક્યતા એવી રહેલી છે કે ભારતમાંથી આવેલા કોઈ પૌરાણિક પ્રવાસીએ જાવા વુટ છોડનાં નામ ઉપરથી આ નામ આપ્યું હોય. એ સમયે આ ટાપુ ઉપર આ પ્રકારનાં છોડ પુષ્કળ પ્રમાણમાં જોવાં લતા હતા. અને ભારતીયકરણ પૂર્વે આ ટાપુનાં નામ અલગ-અલગ હતાં.[૧] શક્યતાના અન્ય સ્રોતો પણ છેઃ જાઉ શબ્દ અને તેને લગતા ભિન્ન શબ્દોનો મતલબ "પેલી પાર" અથવા તો "દૂર આવેલું" થાય છે.[૨] અને સંસ્કૃત ભાષામાં યાવા શબ્દનો અર્થ જવ થાય છે કે જેના છોડ માટે આ ટાપુ પ્રખ્યાત છે.[૨] અન્ય સૂત્રોએ જણાવ્યું હતું કે "જાવા" પ્રોટો-ઓસ્ટ્રોનેશિયન મૂળનો શબ્દ છે જેનો અર્થ 'ઘર' થાય છે.[૩]

ભૂગોળ[ફેરફાર કરો]

પૂર્વ જાવામાં રહેલા સેમેરુ અને બ્રોમો પર્વત

જાવા સુમાત્રાની પશ્ચિમે અને બાલીની પૂર્વમાં આવેલું છે. તે બોર્નકોની ઉત્તરે અને ક્રિસમસ આઇલેન્ડની દિણે આવેલું છે. તે વિશ્વનો 13મા ક્રમનો સૌથી વિશાળ ટાપુ છે.

લગભગ આખો જાવા ટાપુ જ્વાળામુખી કૃત ખડકોનો જ બનેલો છે.તેની પૂર્વ પશ્ચિમે આવેલી ગીરિમાળામાં અંદાજે 38 પર્વતો આવેલા હશે તેમાં રહેલા જ્વાળામુખીઓ સમયાંતરે સક્રિય થયા કરે છે. જાવા ખાતે સૌથી ઊંચો જ્વાળામુખી સેમેરુ પર્વતમાં છે. 3,676 મિ. જાવા તેમજ ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી મેરાપી પર્વત છે (2,968 મિ.). જુઓ જાવાના જ્વાળામુખીઓ અન્ય પર્વતો અને ખડકો જાવાને અતડો પાડવામાં મદદ કરે છે. જેના કારણે તેની ભીનાં ચોખાની ખેતી સારાએવા પ્રમાણમાં ફુલી ફાલી છે. જાવાની ચોખાની ભૂમિઓ વિશ્વમાં સૌથી વધારે સમૃદ્ધ ગણાય છે.[૪] જાવા પ્રથમ એવી ભૂમિ છે કે જ્યાં સૌપ્રથમ વખત ઇન્ડોનેશિયાઈ કોફીનું વાવેતર વર્ષ 1699માં કરવામાં આવ્યું હતું. આજે આઇજેન પ્લેટિયુ ઉપર નાના ખેડૂત દ્વારા કોફિયા અરેબિકાનું વાવેતર કરવામાં આવે છે. જેનું વાવેતર વિશાળ માત્રામાં કરવામા આવે છે.

જાવાનો વિસ્તાર અંદાજે 1,39,000 કિ. મિ.નો છે.2[૫] ટાપુની સૌથી લાંબામાં લાંબી નદી 600 કિ.મિ લાંબી છે જેનું નામ સોલો નદી છે.[૬] આ નદીનું મૂળ મધ્ય જાવાના લાવુ જ્વાળામુખીમાંથી નીકળીને ઉત્તર તેમજ પૂર્વ તરફ વહે છે. ત્યારબાદ તે સુરાબાયા ખાતે આવેલા જાવા દરિયામાં મળી જાય છે. શાસનની દૃષ્ટિએ આ ટાપુ ચાર વહીવટી વિભાગોમાં વહેંચાયેલો છે. બાન્ટેન, પશ્ચિમ જાવા, મધ્ય જાવા અને પૂર્વ જાવા, એક ખાસ પ્રાંત (યોગવાકાર્તા), અને એક ખાસ રાજધાની પ્રદેશ (જકાર્તા).

ઇતિહાસ[ફેરફાર કરો]

મધ્ય જાવામાં રહેલું 9મી સદીનું બોરોબુદુર બૌદ્ધ સ્તૂપ

જ્વાળામુખી કૃત ખડકોની ગીરિમાળા અને તેની સાથે આવેલા ખડકોને કારણે જાવાની લંબાઈ વધી જાય છે અને તેના કારણે તેના આંતરિક પ્રદેશો તેમજ તેમાં રહેતા લોકો વિશ્વથી અલગ અને વિખૂટા રહે છે.[૭] ઈસ્લામિક સલ્તનત અને યુરોપીયન લોકોના આગમન પૂર્વે સંદેશા વ્યવહાર માટેનું મુખ્ય સાધન નદીઓ રહેતી હતી, જોકે જાવાની મોટાભાગની નદીઓ ટૂંકી હતી. માત્ર બ્રાન્તાસ અને સાલા નદીઓ લાંબી હોવાને કારણે લાંબા અંતરનાં સંદેશા વ્યવહાર પૂરા પાડતી. આમ, આ ખીણ મોટાભાગના સામ્રાજ્યોનું મધ્યસ્થ કેન્દ્ર બની હતી. માર્ગો, કાયમી પુલો અને ટોલ દરવાજાઓની પદ્ધતિ જાવામાં સત્તરમી સદીના મધ્ય ભાગમાં શરૂ કરવામાં આવી હતી તેમ માનવામાં આવે છે. સ્થાનિક સત્તાધિશો રસ્તાઓને વિખેરી નાખતા કે નુકસાન પહોંચાડતા હશે કારણ કે વરસાદની મોસમમાં રસ્તાનો ઉપયોગ ખાસ્સું એવું સમારકામ માગી લે તેમ હતો. સમયાંતરે જાવાના લોકો વચ્ચેનો સંદેશા વ્યવહાર મુશ્કેલ બનવા લાગ્યો.[૮]

અંદાજે 4થી 16મી સદી દરમિયાન જાવામાં સૌથી શક્તિશાળી હિન્દુ-બૌદ્ધ સામ્રાજ્યનો ઉદય થયો. તારુમાનાગારા, સુંદા, માતરમ્, કેદિરી, સિંઘાસરી અને મજાપાહિત જેવાં જાવાનાં જૂનાં સામ્રાજ્ય મુખ્યત્વે ચોખાની ખેતી ઉપર આધારિત રહેતા. તેમણે ઇન્ડોનેશિયા, ભારત અને ચીનની સંસ્કૃતિ સાથે વેપાર પણ શરૂ કર્યો હતો. આ પ્રાચીન સામ્રાજ્યો દ્વારા મધ્ય જાવા ખાતે 9મી સદીમાં બોરોબુદુર અને પ્રામ્બાનાન જેવાં ઐતિહાસિક સ્મારકો બનાવવામાં આવ્યાં હતાં.

ચોખાનાં ખેતરોથી ઘેરાયેલો મેર્બાબુ પર્વતજાવાની જ્વાળામુખી ગત ભૌગલિકતા અને ખેતીની સમૃદ્ધ જમીન તેના ઇતિહાસના પાયાના પરિબળો છે.

16મી સદીના અંત સુધીમાં ઈસ્લામે ધર્માંતરણ દ્વારા જાવાના લોકોમાં હિન્દુ તેમજ બૌદ્ધ ધર્મ ઉપર પોતાનું પ્રભુત્વ મેળવ્યું. વર્ષ 1596માં કોર્નોલિસ દે હાઉટમેન દ્વારા ચાર વહાણો મારફતે ચડાઈ કરવામાં આવી હતી જે ઇન્ડોનેશિયાના લોકોનો ડચ લોકો સાથેનો પ્રથમ સંપર્ક હતો.[૯] 19મી સદીની શરૂઆતમાં ડચ લોકોએ આંતરિક ભાગોમાં ઇસ્લામિક સલ્તનત ઉપર પોતાનું પ્રભુત્વનો વિસ્તાર કર્યો.[૧૦]

ઈ. સ. 1815માં જાવાની વસ્તી 50 લાખની હતી.[૧૧] અઢારમી સદીના બીજા ભાગમાં જાવાના ઉત્તર-મધ્ય સ્થિત કિનારાના ભાગોમાં આવેલા જિલ્લાઓમાં વસ્તી વધવાની શરૂઆત થઈ અને 19મી સદી દરમિયાન સમગ્ર ટાપુ ઉપર વસ્તી ઝડપભેર વધવા માંડી. વસ્તી વધારા પાછળનાં કારણોમાં ડચ લકોનું શાસન જવાબદાર ગણી શકાય તે લોકોએ જાવામાં આંતરિક બળવાનો અંત આણ્યો હતો. ઉપરાંત ચોખાના વાવેતર વિસ્તારમાં વધારો કર્યો હતો. વધુમાં ત્યાં કાસાવા અને મકાઈ જેવા ખાદ્યપદાર્થોનાં છોડોની શોધ થઈ જે લોકોને ચોખા નહોતા પરવડી શકતા તે લોકો આ પ્રકારના છોડ ઉપર ટકી રહેતા હતા.[૧૨] અન્ય લોકો વિકાસ પાછળ કરવેરાનાં ભારણ તેમજ વાવાણીની પ્દ્ધતિ અંતર્ગત રોજગારીનાં ફેલાવાનું વિસ્તરણ થયું તેને જવાબદાર ગણાવે છે. જેના કારણે લોકો વધુ બાળકો પેદા કરતા થયા. તેમને આશા હતી કે વધુ બાળકો પેદા કરવાથી ભવિષ્યમાં બાળકો કરવેરો ભરી શકશે અને આવક વધવાથ તેઓનું કુટુંબ ગુજરાન ચલાવી શકશે.[૧૩] હાલમાં જ્યાં રેલવે અને ટ્રકો છે તે જગ્યાએ પહેલા ભંસો અને ગાડાંઓ હતાં. ટેલિગ્રાફિક પદ્ધતિ અને વધુ સુમેળભરી વિતરણ વ્યવસ્થા ડચનાં શાસન વખતે જાવામાં આવી જેની પાછળ મુખ્યત્વે જાવામાંથી ભૂખમરો અને દુષ્કાળનું પ્રમાણ ઓછું થયું તે ગણાવી શકાય. તેના કારણે વસ્તીમાં પણ વધારો થયો. વર્ષ 1840થી 1940 સુધી કે જ્યારે જાપાની વ્યવસાય શરૂ ન થયો ત્યાં સુધી જાવામાં ભૂખમરાની કે દુષ્કાળની કોઈ નોંધપાત્ર ઘટના બની નથી.[૧૪] વસ્તી વધારામાં એથનોલોજિકલ કારણોએ પણ ભાગ ભજવ્યો હોવાનું માનવામાં આવે છે. જાવામાં લિંગભેદ રાખવામાં નહોતો આવતો. છોકરાઓને ત્યાં મહત્વ આપવામાં નહોતો આવતો કૃષિ ક્ષેત્રે પુરુષો અને સ્ત્રીઓ સાથે મળીને મજૂરી કરે છે. વધુમાં 19મી સદી દરમિયાન પ્રથમ લગ્નની સરેરાશ ઉંમરમાં ઘટાડો નોંધાયો જેના કારણે સ્ત્રીઓની બાળકોને જન્મ આપવાનાં ક્ષમતાનાં વર્ષોમાં વધારો થયો હતો.[૧૪]

ડેમોગ્રાફી (વસ્તીમાં જન્મ, મૃત્યુ, રોગ વગેરેનો વૈજ્ઞાનિક અભ્યાસ)[ફેરફાર કરો]

મધ્ય જકાર્તા

જાવા ઇન્ડોનેશિયા ખાતે સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો ટાપુ છે. દેશની લગભગ 62 ટકા વસ્તી[૧૫] આ ટાપુ ઉપર રહે છે અને તે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો ટાપુ છે. દેશની વસ્તી 1.30 કરોડ લોકોની છે. અહીં પ્રતિ કિ. મિ. 1,026 લોકો રહે છે. વિશ્વમાં તે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો ભાગ પણ ગણાય છે. જો જાવા એક દેશ હોત અને જો તમામ નાનાં શહેરો રાજ્યોને બાદ કરવામાં આવે તો તે વિશ્વમાં બાંગ્લાદેશ બાદ વસ્તીની સૌથી વધુ ગીચતા ધરાવતો બીજા ક્રમનો દેશ હોત.[૧૬] ઈન્ડોનેશિયાની કુલ વસ્તી પૈકી 45 ટકા વસ્તી મૂળ જાવાનિઝ છે.

વર્ષ 1970થી સુહાર્તો શાસનનો અંત આવ્યો ત્યાં સુધી એટલે કે વર્ષ 1998 સુધી ઇન્ડોનેશિયન સરકાર અન્ય સ્થળે વસવાટ કરવાનો કાર્યક્રમ ચલાવતી હતી જેની પાછળનો મુખ્ય આશાય જાવાની વસ્તીને ઇન્ડોનેશિયાના અન્ય ઓછી વસ્તી ધરાવતા ટાપુઓ ઉપર ખસેડવાનો હતો. આ કાર્યક્રમને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતોઃ કેટલીક વખત આને કારણે સ્થાનિક લોકો અને તાજેતરમાં સ્થાયી થયેલાં લોકો વચ્ચે સંઘર્ષ થતો હતો.

અર્થતંત્ર[ફેરફાર કરો]

યોગ્યાકાર્તાના પ્રામ્બાનાન ખાતે આવેલાં ચોખાનાં ખેતરોમાં જાવાનિઝ મહિલાઓ ચોખાનું વાવેતર કરી રહી છે.

શરૂઆતમાં જાવાનું અર્થતંત્ર મોટે ભાગે ચોખાની ખેતી ઉપર આધાર રાખતું હતું. તારુમાનાગારા, માતરમ્ અને મજાપહિત જેવાં પૌરાણિક રાજ્યો ચોખાની ઉપજ અને કરવેરા ઉપર નભતાં હતાં. પૌરાણિક કાળથી જાવા ચોખાની પુરાંત અને ચોખાની નિકાસ માટે જાણીતું છે. ચોખાની ખેતીએ આ ટાપુ ઉપર વસ્તી વધારામાં પણ યોગદાન આપ્યું છે. ભારત અને ચીન જેવાં અન્ય એશિયાઈ દેશો સાથેનો વેપાર 4થી સદીમાં ફૂલ્યોફાલ્યો હતો. તેવા પુરાવાઓ તત્કાલિન ચીની માટીકામનાં વાસણો આ ટાપુ ઉપરથી મળી આવ્યા તેના આધારે કહી શકાય. મજાપહિતના પૌરાણિક સમયગાળા દરમિયાન જાવા માલુકુ અને મસાલાનો વેપાર વિશ્વસ્તરે કરતું હતું. વીઓસીના સમયગાળા દરમિયાન પણ તેણે આ વેપાર જાળવી રાખ્યો હતો.

અંદાજે 17મી સદીમાં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બાટાવિયા ખાતે પોતાનો પગદંડો જમાવ્યો અને ત્યાર બાદ 18મી સદીમાં નેધરલેન્ડ્ઝ ઇસ્ટ ઇન્ડિઝ અહીં વેપાર અર્થે આવી વિદેશી શાસનના સમયગાળા દરમિયાન ડચ લોકોએ જાવા ખાતે શેરડી, રબર, કોફી, ચા અને ક્વિનાઇન જેવા રોકડિયા પાકોની વાવણીની શરૂઆત કરી હતી. 19મી સદીથી 20મી સદીની શરૂઆત દરમિયાન જાવાની કેફીએ વિશ્વસ્તરે પ્રખ્યાતિ મેળવી. જેના કારણે આજે "જાવા" નામ કોફીનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે.

નેધરલેન્ડ ઇસ્ટ ઇન્ડિઝથી માંડીને આધુનિક ઇન્ડોનેશિયાઈ ગણરાજ્યોનાં સમયગાળા સુધી જાવાની ગણતરી ઇન્ડોનેશિયાનાં સૌથી સમૃદ્ધ ટાપુઓમાં થતી હતી. જાવામાં માર્ગ પરિવહનનું માળખું પૌરાણિક કાળથી અસ્તિત્વ ધરાવતું હતું. 19મી સદીની શરૂઆતમાં ડેન્ડેલ્સ દ્વારા જે જાવા ગ્રેટ પોસ્ટ રોડનું નિર્માણ કરવામાં આવ્યું તેને પૌરાણિક કાળના માર્ગ સાથે સાંકળવામાં આવે છે. કોફી જેવી વેપારી વસ્તુઓનું અંતરિયાળ ટાપુમાંથી દરિયા કિનારાના બંદરો સુધી પરિવહન કરવા માટે પરિવહન સેવાઓની જરૂર પડી જેના કારણે જાવામાં રેલવે લાઇન નંખાવાની શરૂઆતે વેગ પકડ્યો. આજે જાવાનાં મુખ્ય શહેરોમાં ઉદ્યોગ, વેપાર, વ્યવસાય અને સેવાઓ ફૂલ્યાફાલ્યા છે. આ શહેરોમા જકાર્તા, સુરાબાયા, સેમારંગ અને બાંડુંગનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક પારંપરિક સલ્તનત શહેરો જેમ કે યોગવાકાર્તા, સુરાકાર્તા અને કાયર્બોને પોતાનો ભવ્ય વારસો જાળવી રાખ્યો છે જેના કારણે તેઓ જાવા ખાતે કલા, સંસ્કૃતિ અને પ્રવાસનનું કેન્દ્ર બની ગયાં. જાવાના ઉત્તરી દરિયાકિનારે આવેલા સિલેગોન, ટેન્જેરંગ, બેકાસી, કારાવાંગ, ગ્રેસિક અને સિદોઆર્જો જેવાં શહેરોમાં પણ ઔદ્યોગિક વસાહતો વિકસી રહી છે. જાવા ખાતે ટોલરોડનું બાંધકામ સુહાર્તોના સમયગાળાથી અત્યાર સુધી ચાલતું આવ્યું છે. જેનાં કારણે તેઓ મુખ્ય કેન્દ્ર સમા શહેરો અને તેની આસપાસના વિસ્તારો જેમ કે જકાર્તા અને બાંડુંગને આવરી લે છે. ઉપરાંત કાઇરબોન, સેમારંગ અને સુરાબાયાને પણ આવરી લેવામાં આવ્યા છે.

Java Transportation Network.svg

માનવસમુદાય અને સંસ્કૃતિ[ફેરફાર કરો]

પોતાની વિશાળ વસ્તી હોવા છતાં પણ અને ઇન્ડોનેશિયાના અન્ય વિશાળ ટાપુઓથી વિપરીત માનવ સમુદાયની તુલનામાં જાવા ખૂબ જ સમાન ધર્મી છે. જાવાનિઝ અને સુદાનિઝ આ બે જ માનવ સમુદાયોનાં જૂથનું જાવા જન્મ સ્થળ છે. ત્રીજું જૂથ મદુરિઝ લોકોનું છે. આ માનવ સમુદાય જાવાના ઉત્તર પશ્ચિમી દરિયા કિનારાના પ્રદેશ મદુરામાંથી આવીને 18મી સદીથી મોટી સંખ્યામાં પૂર્વ જાવામાં સ્થાયી થયો છે.[૧૭] ટાપુની કુલ વસ્તીમાં જાવાનિઝ લોકોની સંખ્યા બે તૃતિયાંશ જેટલી છે. જ્યારે સુદાનિઝ અને મદુરીઝ લોકોની વસ્તી અનુક્રમે 20 ટકા અને 10 ટકાની છે.[૧૭]

આ ટાપુ ઉપર ચાર મુખ્ય સાંસ્કૃતિક વિસ્તારો અસ્તિત્વ ધરાવે છે. કેજાવેન અથવા તો જાવાનિઝ હાર્ટલેન્ડ કે જે પાસિસિર પ્રાંતના ઉત્તર કિનારે આવેલો છે. પશ્ચિમ જાવાની સુંદા ભૂમિ અને પૂર્વની આગળ નીકળેલો ભાગ કે જેને બ્લામબાંગન તરીકે પણ ઓળખવામાં આવે છે. મદુરા પાંચમો એવો વિસ્તાર છે કે જેના દરિયા કિનારાના જાવાના વિસ્તારો સાથે સાંસ્કૃતિક અનુસંધાનો હોય.[૧૭] આ ટાપુ ઉપર કેજાવેન જાવાનિઝ સંસ્કૃતિનું સૌથી વધારે પ્રભુત્વ છે. જાવાના બાકી રહેલા ઉમરાવો અહીં સ્થિત છે. અને ઇન્ડોનેશિયાના મોટાભાગના લશ્કરી, વેપારી, રાજકીય હોદ્દેદારોનાં મૂળ અંહીના છે. તેની ભાષા, કળા અને રીતભાતને આ ટાપુની સૌથી શુદ્ધ અને દ્રષ્ટાંતરૂપ માનવામાં આવે છે.[૧૭] પશ્ચિમના બાન્યુમાસથી લઈને પૂર્વના બ્લિટાર સુધીનો વિસ્તાર ઇન્ડોનેશિયાની સૌથી ફળદ્રુપ ભૂમિ અને વસ્તીની સૌથી વધુ ગીચતા ધરાવતી ખેતીની જમીન માનવામાં આવે છે.[૧૭]

મધ્ય જાવાના દક્ષિણ પશ્ચિમી ભાગ કે જેને બાન્યુમાસાન પ્રાંત તરીકે ઓળખવામાં આવે છે.તેમાં બે જાતની સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળે છે. જાવાનિઝ સંસ્કૃતિ અને સુદાનિઝ સંસ્કૃતિઓ ભેગી થવાને કારણે બન્યુમાસાન સંસ્કૃતિનું નિર્માણ થયું છે.[સંદર્ભ આપો] મધ્ય જાવાના રાજાશાહી ધરાવતા શહેરો યોગ્યાકાર્તા અને સુરાકાર્તામાં સમકાલિન રાજાઓ પોતાના ઇતિહાસની પાછળ ચાલી રહ્યા છે તેમના વંશજો ડચ લોકોનાં શાસન પૂર્વે આ પ્રાંતમાં ઇસ્લામિક સલ્તનતના રાજાઓ હતા. જેના કારણે આ સ્થળો જાવાની પૂરાતન સંસ્કૃતિના સંગ્રહ સ્થાન સમાન બની ગઈ છે. જાવાની શાસ્ત્રીય કલાઓમાં ગેમેલેન સંગીત અને વાયાંગ કઠપૂતળીના શોનો સમાવેશ થાય છે.

દક્ષિણપૂર્વીય એશિયાઇ પ્રાંતોમાં[૧૮] જાવા ઉપર ઘણા સામ્રાજ્યોએ રાજ કર્યું છે. જેના કારણે જાવાનિઝ લેખકો દ્વારા ખાસ્સી એવી માત્રામાં સાહિત્યની રચના કરવામાં આવી છે. આ સાહિત્યમાં કેન આરોક અને કેન ડેડેસ નો સમાવેશ થાય છે. જેમાં એક અનાથ તેનાં રાજાનું રાજપાટ વિના હક્કે છીનવી લે છે અને તે રાજાની રાણી સાથે લગ્ન કરે છે. આ ઉપરાંત રામાયણ અને મહાભારત ના અનુવાદોનો સમાવેશ થાય છે. પ્રામોએદ્યા અનંતા ટોએટ તત્કાલિન પ્રખ્યાત ઇન્ડોનેશિયાઇ લેખક હતો. તેણે પોતાના સ્વાનુભાવ ઉપરથી ઘણી વાર્તાઓ લખી હતી. તે પોતે જાવામાં ઉછરેલો હોવાથી તેણે તેની વાર્તાઓમાં જાવાનિઝ લોકસંસ્કૃતિ અને ઐતિહાસિક મહાનુભાવોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ભાષાઓ[ફેરફાર કરો]

જાવામાં બોલાતી ભાષાઓ (જાવાનિઝ ભાષા સફેદ રંગમાં દર્શાવી છે.)

જાવામાં મુખ્યત્વે જાવાનિઝ, સુદાનિઝ અને મદુરિઝ આ ત્રણ ભાષાઓ બોલવામાં આવે છે. અન્ય બોલાતી ભાષાઓમાં બેતાવી (મલય બોલી કે જે જકાર્તા પ્રાંતમાં સ્થાનિક રીતે બોલાય છે.), ઓસિંગ અને ટેન્ગેરિઝ (જાવાનિઝની નજીકની ભાષાઓ), બડુય (સુદાનિઝની નજીકની ભાષા), કાન્ગિયાનિઝ (મદુરિઝની નજીકની ભાષા), બાલિનિઝ અને બાન્યુમાસાન[૧૯], તેમજ મોટાભાગની વસ્તી ઇન્ડોનેશિયાઈ ભાષા બોલે છે તેનો સમાવેશ થાય છે. ઇન્ડોનેશિયાઇ ભાષાને દેશની બીજી ભાષા તરીકે ઓળખવામાં આવે છે.

ધર્મ[ફેરફાર કરો]

જાવાની કુલ વસ્તી પૈકી 90 ટકા લોકો મુસલમાન છે. અબાનગન (વધુ સાધારણ અથવા તો સમન્વયી) અને સંત્રી (વધારે રૂઢિચુસ્ત) વચ્ચે વિશાળ અખંડ પ્રવાહ રહેલો છે. કેટલાક હિન્દુઓ પણ સમગ્ર જાવામાં છૂટાછવાયેલા ફેલાયેલા છે પરંતુ પૂર્વના કિનારા તરફ બાલીની નજીક હિન્દુઓની વસ્તી મોટા પ્રમાણમાં છે. ખાસ કરીને બન્યુવાંગી શહેરમાં હિન્દુઓની વસ્તી વિશેષ પ્રમાણમાં છે. મોટાં શહેરોમાં ખ્રિસ્તીઓની વસ્તી પણ સારા એવા પ્રમાણમાં છે. જોકે દક્ષિણ મધ્ય જાવાના કેટલાક વિસ્તારોમાં રોમન કેથલિકની વસ્તી વધારે માત્રામાં છે. ચીની ઇન્ડોનેશિયાઇ વસ્તી ધરાવતા મોટાં શહેરોમાં બૌદ્ધ ધર્મ ધરાવતા લોકો પણ વસે છે. ઇન્ડોનેશિયાનાં બંધારણમાં છ મુખ્ય ધર્મોને સ્થાન આપવામાં આવ્યું છે. (જુઓ ઇન્ડોનેશિયામાં ધર્મ.)

જાવા ધર્મ અને સંસ્કૃતિથી છલકાતા ઘડા સમાન છે. જેના કારણે અંહી ધાર્મિક માન્યતાઓ પુષ્કળ પ્રમાણમાં વિકાસ પામી છે. શિવ ધર્મ સાથે આ દેશ ઉપર ભારતીય પ્રભુત્વ રહ્યું હતું. અને બૌદ્ધ ધર્મએ પણ સમાજમાં સારો એવો પ્રસાર કર્યો હતો. જેના કારણે ગામઠી પરંપરા અને સંસ્કૃતિનું મિશ્રણ થવાં પામ્યું હતું.[૨૦] આનો એક મતલબ એવો થાય કે રેસી તરીકે ઓળખાતા વૈરાગીઓ ત્યાં ગૂઢવિદ્યા શીખવાડતા હતા. રેસી હંમેશા વિદ્યાર્થીઓની વચ્ચે રહેતો વિદ્યાર્થીઓ તેમના ગુરુની રોજિંદી જરૂરીયાતો અંગેનું ધ્યાન રાખતા અને તેને પૂરી કરતા. રેસીના સત્તાધિકારીઓ કેવળ કર્મકાંડીઓ જ હતા. દરબારમાં બ્રાહ્મણો પૂજારીઓ અને પડજંગા (ધાર્મિક પંડિતો) હતા. તેઓ શાસકોને કાયદેસરતા આપવાનું કામ કરતા અને પોતાની રાજકીય જરૂરીયાતો માટે હિન્દુ બ્રહ્માંડની રચનાને સાંકળતા હતા.[૨૦]

હિન્દુત્વ બાદ આવેલા ઇસ્લામ શાસને દરજ્જાનાં માળખાંની આ પરંપરાને વધારે મજબૂત બનાવી. હિન્દુ સામ્રાજ્ય પાછું હટી જતાં ન્યાયાલય (ક્યાઇ )નો મુસ્લિમ જ્ઞાતા નવો ધાર્મિક વડો બન્યો. ઇસ્લામે કોઈ જ ધાર્મિક નેતાઓને ક્રમ ન આપ્યા કે ઔપચારિક રૂપે મૌલવી પણ ન બનાવ્યા. પરંતુ ડચ લોકોના શાસનમાં મસ્જિદોને અને મદ્રેસાઓને સવિસ્તાર ક્રમ આપવામાં આવ્યા. જાવાનિઝ પેસાન્ટ્રેન (મદ્રેસા)માં ક્યાઇરેસી ની પ્રથા કાયમી બનાવી. તેની આજુબાજુમાં રહેતા વિદ્યાર્થીઓ તેની જરૂરીયાતને પૂરી કરતા ઉપરાંત શાળાની આજુબાજુમાં ખેતી પણ કરતા હતા.[૨૦]

ઇસ્લામના આગમન પૂર્વેની જાવાની પરંપરાઓએ ઇસ્લામને ગૂઢવિદ્યા તરફ દોર્યો હતો. જ્યારે ઇસ્લામનું જાવામાં આગમન થયું ત્યારે તે થોડું ઢીલું માળખું ધરાવતો સમાજ હતો કે જે ધાર્મિક નેતૃત્વ અને ક્યાઇ ની આસપાસ રચાયેલો હતો. તેની પાસે ઇસ્લામિક અને ઇસ્લામ પૂર્વેની સંસ્કૃતિનો વારસો, માન્યતા તેમજ પરંપરાઓ હતી.[૨૦] ક્યાઇઓ ગામડાંઓ, પ્રજા અને રાજાઓની ધાર્મિક માન્યતાઓ વચ્ચેની મુખ્ય મધ્યસ્થી હતી. જોકે, ક્યાઇના ઢીલાં નેતૃત્વ માળખાને કારણે સ્કિસમનો ઉદ્ભવ થયો. ઘણી વખત આ ધર્મોમાં ભાગલા પડતા જોવા મળતા હતા એક તો રૂઢિચુસ્ત ક્યાઇ પંથ કે જેણે ભાગ્યે જ ઇસ્લામના કાયદામાં સૂચના આપી હોય, બીજા તે લોકો કે જેઓ ગૂઢવિદ્યા શીખવતા હતા અને ત્રીજા એવા લોકો કે જેઓ સુધારેલા ઇસ્લામને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી અપનાવવા માગતા હોય. આના કારણે બે ભાગો પડી ગયા એક તો સંત્રી કે જેઓ એમ માને છે કે ઇસ્લામની માન્યતા અને તેનું પાલન કરવામાં તે ખૂબ જ રૂઢિચુસ્ત છે અને બીજા અબાનગાન કે જેઓ ઇસ્લામ પૂર્વેની ચેતનાવાદમાં માનનારા લોકો છે. તેઓ ભારતીય હિન્દુ માન્યતાઓમાં માને છે અને ઇસ્લામ ધર્મની માન્યતાઓમાં પણ તેમને વિશ્વાસ છે.[૨૦]

આ ભાગલાને કારણે સંખ્યાબંધ પંથો પડી ગયા. ઇ. સ. 1956ના મધ્યમાં યોગ્યાકાર્તામાં આવેલા ધાર્મિક બાબતોના વિભાગે નોંધ્યું હતું કે જાવા ખાતે ઇન્ડોનેશિયાના ધર્મો ઉપરાંત બીજા 63 જેટલા પંથો અને સમુદાયો આવેલા છે. ઉપરોક્ત પથ અને સમુદાયો પૈકી 35 મધ્ય જાવામાં, 22 પશ્ચિમ જાવામાં, અને 8 પૂર્વ જાવામાં આવેલા છે.[૨૦] જેમાં કેજાવેન, સુમાહરાહ, સુબુડ વગેરેનો સમાવેશ થાય છે. આ લોકોની કુલ સભ્ય સંખ્યા કેટલી છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે કારણ કે તેમના કેટલાય અનુયાયીઓ તેમની સરખામણી ઇન્ડોનેશિયાના અધિકૃત ધર્મો પૈકી એક ધર્મના ઓળખાવે છે.[૨૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]


નોંધ[ફેરફાર કરો]

 1. રાફેલ્સ, થોમસ ઈ. : " ધ હિસ્ટ્રી ઓફ જાવા". ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ , 1965. પૃષ્ઠ 2".
 2. ૨.૦ ૨.૧ રાફેલ્સ, થોમસ ઈ. : "ધ હિસ્ટ્રી ઓફ જાવા". ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ , 1965. પાન 3.
 3. હેટલી, આર., શિલર, જે., લુકાસ, એ., માર્ટિન-શિલર, બી., (1984). "મેપિંગ કલ્ચરલ રિજન્સ ઓફ જાવા" ઇન: અધર જાવાસ અવે ફ્રોમ ધ ક્રેટોન. પીપી. 1–32.
 4. Ricklefs, M.C. (1991). A History of Modern Indonesia since c.1300 (2nd edition). London: MacMillan. પૃષ્ઠ 15. ISBN 0-333-57690-X. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 5. Monk,, K.A. (1996). The Ecology of Nusa Tenggara and Maluku. Hong Kong: Periplus Editions Ltd. પૃષ્ઠ 7. ISBN 962-593-076-0. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: extra punctuation (link)
 6. મેનેજમે્ટ ઓફ બેન્ગાવન સોલો રિવર એરિયા સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન જાસા ટિર્ટા આઈ કોર્પોરેશન 2004. સુધારો 26 જુલાઇ 2006.
 7. રિકલેફ્સ (1991), પીપી. 16–17
 8. રિકલેફ્સ (1991), પી. 15.
 9. Ames, Glenn J. (2008). The Globe Encompassed: The Age of European Discovery, 1500-1700. પૃષ્ઠ 99.
 10. જાવા - કલ્ચર એન્ડ હિસ્ટ્રી સંગ્રહિત ૨૦૦૯-૧૦-૦૪ ના રોજ વેબેક મશિન. થિયેજ.કોમ.એયુ.
 11. જાવા (આઇલેન્ડ, ઇન્ડોનેશિયા). વિશ્વકોશ બ્રિટાનિકા.
 12. ટેલર (2003), પી. 253.
 13. ટેલર (2003), પીપી. 253-254.
 14. ૧૪.૦ ૧૪.૧ ટેલર (2003), પી. 254.
 15. "એમ્બેસી ઓફ ઇન્ડોનેશિયા, ઓટાવા". મૂળ માંથી 2010-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-31.
 16. Calder, Joshua (3 May 2006). "Most Populous Islands". World Island Information. મેળવેલ 2006-09-26.
 17. ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ ૧૭.૩ ૧૭.૪ Hefner, Robert (1997). Java. Singapore: Periplus Editions. પૃષ્ઠ 58. ISBN 962-593-244-5.
 18. જાવાનિઝ સંસ્કૃતિના તાદૃશ્ય વર્મન માટે જુઓ વોલેસ સ્ટિવનની કવિતા "ટી"
 19. લેન્ગ્વેજિસ ઓફ જાવા એન્ડ બાલી – એથનોલોગ. આ યાદીમાંની કેટલીક ભાષાઓને ભાષા કરતા બોલી તરીકે ગણાવવામાં આવી હોય તેમ બની શકે છે.
 20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ ૨૦.૩ ૨૦.૪ ૨૦.૫ van der Kroef, Justus M. (1961). "New Religious Sects in Java". Far Eastern Survey. 30 (2): 18–15. doi:10.1525/as.1961.30.2.01p1432u.
 21. બિટી, એન્ડ્રુ, વરાયટિઝ ઓફ જાવાનિઝ રિલિજિયન: એન એન્થ્રોપોલિજિકલ અકાઉન્ટ , કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ 1999, આઈએસબીએન 0-521-62473-8

સંદર્ભો[ફેરફાર કરો]

 • Taylor, Jean Gelman (2003). Indonesia: Peoples and Histories. New Haven and London: Yale University Press. ISBN 0-300-10518-5.

વધું વાંચન[ફેરફાર કરો]

 • Cribb, Robert (2000). Historical Atlas of Indonesia. London and Honolulu: RoutledgeCurzon Press, University of Hawaii Press. ISBN 0-8248-2111-4. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)

બાહ્ય લિન્ક્સ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

ઢાંચો:Indonesia