ઇસ્લામ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઇસ્લામ (અરબી: اسلام ) એક તૌહીદી (એકેશ્વરવાદી) ધર્મ છે જે ઇશ્વર દ્વારા તેના પ્રિય પયગંબર અને નબી મુહંમદ સાહેબ મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્‍યો. ખુદાઇ (દિવ્ય) આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીય નેતા મહંમદ કહેવાયા. એટલા માટે જ ઇસ્‍લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું. સંખ્યાની દ્રષ્ટિએ ઇસ્લામ વિશ્વનો દ્વિતિય ક્રમનો સૌથી વધુ લોકો દ્વારા પળાતો ધર્મ છે . ઇસ્લામ શબ્દ અ - મ - ન (અમન – શાંતિ ) પરથી બન્‍યો છે.

  • એટલે કે ઇસ્‍લામ સ્‍વીકારનાર અને ઈમાન લાવનાર માણાસ માટે અલ્‍લાહ તરફથી શાંતિ સલામતી ની બાંહેધરી આપવામાં આવે છે.
  • એક બીજી રીતે ઇસ્‍લામનો અર્થ છે : આજ્ઞાપાલન અને સમર્પણ . અને ઈમાન એટલે શ્રધ્ધા , આસ્‍થા અને એકરાર .

એટલે ઇસ્‍લામનો અર્થ થયો કે અલ્‍લાહને સમર્પિત થઇ એનું સંપૂર્ણ રીતે આજ્ઞા પાલન કરવું. અને ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્‍વામી અને માલિકમાં શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો.

પૂર્ણતહઃ ઈમાનનો અર્થ છે અલ્‍લાહને તેના સર્વગુણો , વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્‍વીકારવું. તદ્ પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્‍વંયને એના આઘીન કરવું એ ઇસ્‍લામ.

ઇસ્લામના ૭ નિયમો[ફેરફાર કરો]

ઈસ્લામ માં એક સાચા મુસલમાન માટે આ સાત નિયમો પાળવા અનિવાર્ય છે:

૧. એકેશ્વરવાદ: મુસલમાનો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખ઼ુદા) કહે છે. મુસ્લિમો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે.

૨. રસાલત (ભવિષ્યવાક્ય): ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ,યાહયા, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મોહંમદ છે.

૩. ધર્મ પુસ્તક: મુસ્લિમો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. કુરાનમાં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ.

૪. ફરિશ્તા (અરબીમાં મલાઈકા): ફરીશ્તા પવિત્ર અને શુદ્ધ ઓજસ (રોશની/નૂર)થી બનેલી અમૂર્ત હસ્તિઓનું નામ છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીશ્તા ન પુરૂષ છે, ન સ્ત્રી. તે તો સમય સંજોગો અનુસાર જુદા જુદા સમયે જુદી જુદી રીતે દેખાય છે.

૫. કયામતનો દિવસ: મુસ્લિમોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરનાં બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને મેદાન હશરમાં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે.

૬. નસીબ: મુસ્લિમ હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. તે વિશ્વાસ એટલે, અલ્લાહ સમય અને જગ્યામાં કેદ નથી અને દરેક વસ્તુના આગળપાછળની વાતો જાણે છે અને કોઈ પણ કાર્ય તેની ઈચ્છા વિના ન થઈ શકે.

૭. બંદગી: ઇસ્લામ ધર્મમાં બંદગી ફરજિયાત છે. પાંચ સમયની નમાજ અને રોજા રાખવા એ અલ્લાહનો હુકમ છે.

જન્નત અને દોઝખની માહિતી[ફેરફાર કરો]

જ્ન્નત (સ્વર્ગ): જે લોકો અલ્લાહ અને તેના રસુલ સલ્લ્લાહો અલયહિ વસલ્લ્લમે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામતના દિવસે અલ્લાહ પાક તેના રહેમ, કરમ (દયા) થી જન્નતમા દાખલ કરશે. જ્ન્નત અલ્લાહ પાકે એવી બનાવી છે કે, માણસે તેની દુનિયામાં કલ્પના પણ નહી કરી હોય.

દોઝખ (નર્ક): જે લોકો અલ્લાહ અને તેના રસુલ સલ્લ્લાહો અલયહિ વસલ્લ્લમે બતાવેલા રસ્તા પર નહી ચાલ્યા હોય, તેને કયામત ના દિવસે અલ્લાહ પાક દોઝખમાં નાખશે. એ દોઝખ ની અંદર એવા એવા વિચિત્ર જનાવર હશે. જેની માણસે દુનિયામાં કલ્પના પણ નહીં કરી હોય. દોઝખની આગ અલ્લાહ પાકે એવી બનાવી છે કે, એમા માણસને એક વાર નાખી બહાર કાઢવામાં આવશે અને તેને દુનિયાની આગમાં નાખવામાં આવે તો તે દુનિયાની આગમાં આરામથી સુઇ જશે.

ઇસ્લામના પાયા ગણાતી પાંચ મહત્વની બાબતો:

૧. ઈમાન

૨. નમાજ઼

૩. રોજા

૪. ઝકાત

૫. હજ

આ પણ જુઓ[ફેરફાર કરો]