લખાણ પર જાઓ

ઈમાન

વિકિપીડિયામાંથી
ઈમાન
ઈમાન

જે વ્યક્તિ સાચા અર્થમાં ખુદાની આજ્ઞાનું પાલન કરવા માંગતી હોય તેના માટે જરૂરી છે કે વિશ્વાસપાત્ર માધ્યમ દ્વારા એ અંગેનું જ્ઞાન મેળવે. જો આ અંગેનું કોઈ જ્ઞાન જ ન હોય તો આજ્ઞા પાલન કેવી રીતે કરી શકાય? અને જો જ્ઞાન હોય પણ તે કેવળ અનુમાનો પર આધારીત હોય તો તેની સત્યતા ની ખાતરી શી? ખુદાના આજ્ઞાપાલનની સાચી પધ્ધતિ જાણવા આપણે આપણી બુધ્ધિને નિર્ણાયક બનાવી શકતા જ નથી. સાચો માર્ગ એ જ છે કે આપણે એ અંગેના જાણકાર ને જ પુછીએ. એ જાણકાર એટલે જ ખુદાના સંદેશવાહક કે પયગમ્બર, પયગમ્બર સિવાય કોઈની પાસેથી પણ ખુદા ના આજ્ઞાપાલનનું વિશ્વસનીય જ્ઞાન પ્રાપ્ત કરી શકાતુ નથી. કેમ કે પયગમ્બરને અલ્લાહની સાથે સીધો (વહીનો) સંપર્ક હોય છે. પયગમ્બર દ્વારા મળેલા આ જ્ઞાનને અને એના ઉપર શ્રધ્ધા લાવવાને “ઈમાન” કહે છે. ટૂંકમાં, ઈમાન એટલે જાણવું અને માનવું. ઈમાન એટલે શ્રધ્ધા , આસ્‍થા અને એકરાર . ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્‍વામી અને માલિકમાં શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો. મુહંમદ પયગંબર સાહેબ ને નબી માનવા. ઈમાન (શ્રધ્ધા અને વિશ્વાસ)ને પરિણામે વ્યક્તિ અલ્લાહની આજ્ઞાપાલક (મુસ્લિમ) બની જાય છે. ઈમાનમાં નીચેની વાતોનુ યકીન[એકરાર]કરવામા આવે છે: એકેશ્વરવાદ, રસાલત (ભવિષ્યવાક્ય), ધર્મ પુસ્તક, ફરિશ્તા, કયામતનો દિવસ, નસીબ, જન્નત અને દોઝખ.

આ પણ જુઓ

[ફેરફાર કરો]