ઇસ્લામીક પંચાંગ

વિકિપીડિયામાંથી

ઇસ્લામીક પંચાંગ કે મુસ્લિમ પંચાંગ કે હિજરી પંચાંગ (અરેબીક ભાષા:التقويم الهجري; at-taqwīm al-hijrī; પર્શિયન ભાષા: تقویم هجری قمری ‎ taqwīm-e hejri-ye qamari) એ ચંદ્ર આધારીત પંચાંગ છે,જેમાં વર્ષના ૧૨ ચંદ્રમાસ અને ૩૫૪ કે ૩૫૫ દિવસ હોય છે. આ પંચાંગ ઘણા મુસ્લિમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત વિશ્વનાં તમામ મુસ્લિમો આ પંચાંગનો ઉપયોગ ઇસ્લામીક પવિત્ર દિવસો અને તહેવારોની ઉજવણીઓનો સમય નક્કિ કરવામાં વાપરે છે. આ પંચાંગનો આરંભ 'હિજ્ર' (Hijra)થી થયેલો ગણાય છે, જ્યારે હજરત મહંમદ પયગંબરે (સ.અ.વ.) [૧] મક્કા થી મદીના દેશાંતર કરેલું. આ પંચાંગમાં વર્ષ 'હિજરી સંવત'માં નોંધાય છે, દરેક વર્ષની પાછળ 'હિજરી' (અંગ્રેજીમાં 'H';Hijra કે 'AH';anno Hegirae) લગાડી અને ઓળખવામાં આવે છે. [૨] અમુક વર્ષોને 'હિજરી પૂર્વ' (અંગ્રેજીમાં 'BH';before Hijra) લગાવવામાં આવે છે, જે 'હિજ્ર' પહેલાનો ઇસ્લામીક ઘટનાઓનો સમયગાળો દર્શાવે છે. જેમકે હજરત મહંમદ પયગંબરનો જન્મ ૫૩ હિ.પૂ. (53 BH)માં થયેલો. [૩] ઇસ્લામીક પંચાંગ મુજબ હાલનું ચાલુ વર્ષ ૧૪૩૦ હિજરી ગણાય છે, જે લગભગ ડિસેમ્બર ૨૮,૨૦૦૮ (સાંજ)થી ડિસેમ્બર ૧૭,૨૦૦૯ (સાંજ) સુધીનો સમયગાળો દર્શાવે છે.

મહિનાઓ[ફેરફાર કરો]

ઇસ્લામીક મહિનાઓનાં નામ નીચે પ્રમાણે છે:[૪]

 1. મહોરમ (Muharram محرّم )
 2. સફર (Safar صفر )
 3. રબ્બિ ઉલ અવલ (Rabi' al-awwal (Rabī' I) ربيع الأول )
 4. રબ્બિ ઉલ આખિર (Rabi' al-thani (Rabī' II) ربيع الآخر أو ربيع الثاني )
 5. જમાદિ ઉલ અવલ (Jumada al-awwal (Jumādā I) جمادى الاول )
 6. જમાદિ ઉલ આખિર (Jumada al-thani (કે Jumādā al-akhir) (Jumādā II) جمادى الآخر أو جمادى الثاني )
 7. રજ્જબ (Rajab رجب (કે Rajab al Murajab))
 8. શાબાન (Sha'aban شعبان (કે Sha'abān al Moazam))
 9. રમઝાન (Ramadan رمضان (કે Ramzān))
 10. સવાલ (Shawwal شوّال (કે Shawwal al Mukarram))
 11. જિલકદ (Dhu al-Qi'dah ذو القعدة )
 12. જિલહજ (Dhu al-Hijjah ذو الحجة )

ઇસ્લામીક પંચાંગના બધા મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.

અઠવાડીયાનાં દિવસો[ફેરફાર કરો]

અરેબીક ભાષામાં (Arabic language), હિબ્રુ ભાષા (Hebrew language)ની જેમ, અઠવાડિયાનો પ્રથમ દિવસનો ગ્રહીય સપ્તાહનાં રવિવાર સાથે મેળ ખાતો હોય છે. ઇસ્લામીક અને યહુદી દિવસ સૂર્યાસ્તથી શરૂ થાય છે. જ્યારે મધ્યકાલિન ક્રિશ્ચિયન અને ગ્રહીય દિવસ મધ્યરાત્રીથી શરૂ થાય છે.[૫] મુસ્લિમ લોકો જુમ્મા (શુક્રવાર)ના દિવસે, ખાસ બંદગી કરવા માટે, મસ્જિદમાં બપોરનાં સમયે એકઠા થાય છે. આથી 'જુમ્મા' (શુક્રવાર)ના દિવસને સાપ્તાહિક રજાના દિવસ તરીકે મનાવાય છે. આથી ત્યાર પછીનો દિવસ શનિચર (શનિવાર) કામકાજી સપ્તાહનો પ્રથમ દિવસ બને છે.

અહીં આપેલ ઇસ્લામીક વારનાં નામ ઉર્દુ ભાષામાં છે.
 1. ઇતવાર (اتوار) (yawm al-aḥad يوم الأحد (રવિવાર) (Persian: Yak-Shanbeh یکشنبه) ("yawm يوم" નો અર્થ 'દિવસ' થાય છે))
 2. પીર (پير) (yawm al-ithnayn يوم الإثنين (સોમવાર) (Persian: Do-Shanbeh, دوشنبه))
 3. મંગલ (منگل) (yawm ath-thulaathaaʼ يوم الثلاثاء (મંગળવાર) (Persian: Seh-Shanbeh, سه شنبه))
 4. બુધ (بدھ) (yawm al-arbiʻaaʼ يوم الأربعاء (બુધવાર) (Persian: Chahar-Shanbeh, چهارشنبه))
 5. જુમ્એ રાત (جمعرات) (yawm al-khamīs يوم الخميس (ગુરુવાર) (Persian: Panj-Shanbeh, پنجشنبه))
 6. જુમ્મા (جمعہ) (yawm al-jumʻa يوم الجمعة (શુક્રવાર) (Persian: Jom'eh, جمعه or Adineh آدينه))
 7. શનિચર ( ہفتہ) (yawm as-sabt يوم السبت (શનિવાર) (Persian: Shanbeh, شنبه))

મહત્વની તારીખો[ફેરફાર કરો]

ઇસ્લામીક વર્ષ (હિજરી સંવત)માં મહત્વની તારીખો:


સંદર્ભ[ફેરફાર કરો]

 1. "સલ્લલાહો અલયહે વસલ્લમ", હજરત મહંમદ પયગંબરને કરાતા સંબોધનનું પ્રચલીત ટુંકુરૂપ
 2. Watt, W. Montgomery. P.J. Bearman, Th. Bianquis, C.E. Bosworth, E. van Donzel and W.P. Heinrichs (સંપાદક). Hidjra. Brill Academic Publishers. ISSN 1573-3912.CS1 maint: multiple names: editors list (link) (Encyclopaedia of Islam Online)
 3. Prophet Muhammad by Islamic Finder
 4. B. van Dalen. P.J. Bearman, Th. Bianquis, C.E. Bosworth, E. van Donzel and W.P. Heinrichs (સંપાદક). Tarikh. Brill Academic Publishers. ISSN 1573-3912. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: multiple names: editors list (link) (Encyclopaedia of Islam Online)
 5. Trawicky (2000) p. 232