લખાણ પર જાઓ

રોજા

વિકિપીડિયામાંથી

રોજા (અરબી ભાષા: صوم‎), એ ઉપવાસ માટેનો અરબી શબ્દ છે. રોજા એ ઇસ્લામનાં પાંચ પાયાઓ માંનો એક ગણાય છે. મુસ્લિમ લોકોમાં વર્ષના મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.

વ્યુત્પતિ

[ફેરફાર કરો]

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયામાં તેને 'રોજા' (કે રોઝા) કહે છે. આ શબ્દ મુળ ઇન્ડો-ઇરાનિયન ભાષા 'ડારી' માંથી આવેલો છે. તુર્કિમાં તેને 'ઓરુક' (oruç) કહે છે. જ્યારે મલેશિયા, બ્રુનેઇ અને સિંગાપૂરમાં તેને 'પૌસા' કહે છે. જે સંસ્કૃત શબ્દ "ઉપવાસ" પરથી આવેલો છે. ઇન્ડોનેશિયા, દક્ષિણ થાઇલેન્ડ અને દક્ષિણ ફિલિપાઇન્સમાં પણ તેને 'પૌસા' કહેવામાં આવે છે.

વ્યાખ્યા

[ફેરફાર કરો]

રોજા દરમિયાન મુસ્લિમોને માટે, સુર્યોદય (ફઝર)થી લઇ અને સુર્યાસ્ત (મઘરીબ) સુધી, ખાવું, પીવું, ધુમ્રપાન અને જાતીય સમાગમ પર મનાઇ હોય છે. રોજા મુલતઃ અલ્લાહની નજીક રહેવા માટેનો અને પોતાની ધર્મપરાયણતા વધારવા માટેનો સનિષ્ઠ પ્રયાસ છે. રોજાનો અન્ય એક ઉદ્દેશ ગરીબો, કે જેઓ પાસે ખાવા પૂરતું અનાજ કે પીવા પૂરતું પાણી નથી, પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પણ છે. બુરાઇ અને કુવિચારોથી બચવાની કોશિશ પણ છે. ઉપવાસ (રોજા)નો એક ઉદ્દેશ વ્યક્તિની ઇચ્છાઓ (ખાવું,પીવું,ક્રોધ,જાતીય ઇચ્છાઓ) પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો પણ છે.

કુરાનમાં ઉપવાસનો (રોજા નો) આ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે: يٰأَيُّهَا ٱلَّذِينَ آمَنُواْ كُتِبَ عَلَيْكُمُ ٱلصِّيَامُ كَمَا كُتِبَ عَلَى ٱلَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

  • O those who believe, the fasts have been enjoined upon you as were enjoined upon those before so that you be God-fearing.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]