લખાણ પર જાઓ

ચંદ્ર

વિકિપીડિયામાંથી
ચંદ્ર

ચંદ્ર (ખગોળશાસ્ત્રીય પ્રતિક: ☾) પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે.

ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૪૦૧ કિમીના (૨,૩૮,૮૫૭ માઇલ) અંતરે આવેલો છે. ચંદ્રનો વ્યાસ ૩,૪૭૬ કીલોમીટર (૨,૧૬૦ માઇલ) છે. સુર્યના પ્રકાશને ચંદ્રની સપાટી પરથી પરાવર્તીત થઇને પૃથ્વી સુધી પહોંચતા ૧.૩ સેકન્ડ લાગે છે. વ્યાસ અને કદના માપમાં આપણો ચંદ્ર સૌરમંડળના અન્ય ઉપગ્રહોમાં પાંચમાં સ્થાને આવે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા લગભગ છઠ્ઠા ભાગનું છે. ચંદ્રને પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ૨૭.૩ દિવસો લાગે છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા ઉત્પન્ન થયેલ કેન્દ્રગામી બળને લીધે સમુદ્રોમાં ભરતી અને ઓટ આવે છે. આ ભરતી-ઓટ ના લીધે ચંદ્ર અને પૃથ્વીની ધરીની સ્થિતિશક્તિમાં ઘટાડો થાય છે અને બન્ને વચ્ચેનું અંતર દર વર્ષે ૩.૮ સે.મી. જેટલું વધે છે.

ચંદ્રની આંતરિક રચના

ચંદ્ર એવો એક જ અવકાશી પદાર્થ છે, જ્યાં સુધી મનુષ્યોએ પ્રવાસ કર્યો છે અને જ્યાં મનુષ્યોએ ઉતરાણ કર્યું છે. અમેરિકાના ઍપોલો કાર્યક્રમ અંતર્ગત ૧૯૬૯ થી ૧૯૭૨ દરમ્યાન ચંદ્ર પર છ વખત ઉતરાણ થયું હતું અને છેલ્લા સમાનવ ઉતરાણ સાથે ઍપોલો કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.

સોળ કળા

[ફેરફાર કરો]

હિંન્દુ શાસ્ત્રો મુજબ ચંદ્રની સોળ કળા જોવા મળે છે, આથી ચંદ્રને ‘કલાધર’ પણ કહે છે.

૧. અમૃતા

૨. મનાદા

૩. પૂષા

૪. પુષ્ટિ

૫. તુષ્ટિ

૬. રતિ

૭. ધૃતિ

૮. રાશિની

૯. ચંદ્રિકા

૧૦. કાન્તિ

૧૧. જયોત્સ્ના

૧૨. શ્રી

૧૩. પ્રીતિ

૧૪. અંગદા

૧૫. પૂર્ણા

૧૬. પૂણાર્મૃતા