લખાણ પર જાઓ

મુહમ્મદ

વિકિપીડિયામાંથી
(મહંમદ પયગંબર થી અહીં વાળેલું)
મુહમ્મદ
ઇસ્લામી સુલેખનમાં "મુહંમદ"નું નામ
જન્મની વિગતc. 570
મૃત્યુની વિગત8 June 632(632-06-08) (ઉંમર 61–62)
મદીના, હિજાઝ, અરબ

(હાલમાં સાઉદી અરબ)
જન્મ સમયનું નામહુઝૂર સરવાર કોનૈન મુહંમદ ઇબ્ન અબ્દુલ્લાહ
સક્રિય વર્ષ
583–609 CE as merchant
609–632 CE as religious leader
વિરોધીઓAbu Jahl
Abū Lahab
Umm Jamil
ધર્મઇસ્લામ
જીવનસાથી
WivesMarried
Khadija bint Khuwaylid595–619
Sawda bint Zamʿa619–632
Aisha bint Abi Bakr619–632
Hafsa bint Umar624–632
Zaynab bint Khuzayma625–627
Hind bint Abi Umayya625–632
Zaynab bint Jahsh627–632
Juwayriyya bint al-Harith628–632
Ramla bint Abi Sufyan628–632
Rayhana bint Zayd629–631
Safiyya bint Huyayy629–632
Maymunah bint al-Harith630–632
Maria al-Qibtiyya630–632
સંતાન
  • Children
  • Sons
  • Daughters
માતા-પિતા
સગાંસંબંધીઅહેલે બયત

મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) (અથવા ‍મહંમદ અથવા મુહંમદ) એ ઇસ્લામના આખરી પયગંબર છે. હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનો જન્‍મ ૧૨ રબી ઉલ અવ્વલ ને સોમવારે, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્‍તાનના મક્કા શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતા હજરત અબ્દુલ્લાહનુ અવસાન થઇ ગયું ત્‍યાર પછી તેઓ દાદા અબ્દુલ મુત્તલિબની છત્ર છાયા હેઠળ રહ્યા, આઠ વર્ષની વયે તેમના દાદાનું પણ અવસાન થયું, ત્‍યાર પછી તેઓ કાકા અબુ તાલિબ ની છત્રછાયા હેઠળ રહ્યા. ૨૫ વર્ષની ઉંમર થતાં તેમણે બીબી ખદીજા સાથે લગ્ન કર્યાં. ચાલીસ વરસના થયા ત્‍યારે તેમને ઇશ્વરે દૂત (પયગંબર) બનાવ્‍યા અને તેઓએ આવી લોકો સમક્ષ પોતાના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો અને ત્યારથી ઇસ્લામમાં તેઓ 'પયગંબર મુહમ્મદ (સ .અ. વ.)' તરીકે ઓળખાયા. જેનો અર્થ 'અલ્લાહની દયા એમના પર થજો' થાય છે. મક્કામાં તેઓએ ધર્મની તબ્લિગ શરુ કરી. ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વિકારવા લાગ્યા. પરન્તુ એ સાથે જ કુરેશના કેટલાક લોકોએ એમનો વિરોધ શરૂ કર્યો. કુરેશના લોકોના જુલ્મ થી બચવા મુહમ્મદ (સ.અ.વ.) સાહેબે મુસલમાનોને હિજરત કરવા જણાવ્યું. જુલાઇ ઇ.સ.૬૨૨ મા એમણે પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમા હિજરત કરી. અહીથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારમ્ભ થાય છે. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે "ખૂબજ પ્રશન્સા પામેલ". કુરાનમાં આ શબ્દ ૪ વાર આવ્યો છે. મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનુ એક નામ "અહમદ" પણ છે, જેનો ઉલ્લેખ કુરઆનમાં ૧ વાર આવ્યો છે. તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનુ આહ્વાન આપ્યું. મુસલમાનોને નમાઝ પઢવાનુ જણાવ્યું. આ ઉપરાંત રોઝા રાખવા, દાન આપવુ અને માલદાર હોય તો હજ પઢવાનું જણાવ્યુ. તેઓ ૬૩ વર્ષની વયે મૃત્યું પામ્યા હતા.

ખાનદાન અને વંશ

[ફેરફાર કરો]

ઈબ્રાહીમના પુત્ર ઈસ્માઈલના કુટુંબમાં અદનાન નામી વંશજથી ચાલેલ પેઢીમાં તેમનો જન્મ થયો. વંશાવળી નીચે મુજબ છે.

વંશાવળી

[ફેરફાર કરો]
  • મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બીન અબ્દુલ મુત્તલિબ બિન હાશિમ બિન અબ્દે મનાફ બિન કુસય્ય બિન કિલાબ બિન મુર્રહ બિન કઅબ બિન લુવય્ય બિન ગાલિબ બિન ફિહ્ર બિન માલિક બિન નઝર બિન કિનાનહ બિન ખુઝયમહ બિન મુદરિકહ બિન ઈલ્યાસ બિન મુજર બિન નિઝાર બિન મઅદ બિન અદનાન.
  • આપના વડવાઓમાં ફિહ્ર તે પહેલા વ્યકિત છે જેમનાથી આપનું ખાનદાન કુરૈશ કહેવાયું.
  • કુસય્ય તે પહેલા વ્યકિત છે, જેમણે એક ગામ જેવડા મક્કાને નવું સ્વરૂપ આપ્યું. ચારે તરફ નવા મકાનો અને મહોલ્લાઓ બનાવી શહેર બનાવ્યું અને દરબાર કે મીટિંગ ભરવા માટે એક મોટું ઘર 'દારૂન્નદવહ' બનાવ્યું.જેને આપણે કાઉન્િસલ હાૅલ કહી શકીએ.
  • પરદાદા હાશીમ અત્યંત કૃપાળુ સ્વભાવના માલિક હતા.ઘણા જ ઉદારદિલ અને સખી હતા.એક વાર મક્કહ દુષ્કાળમાં સપડાયું અને લોકો અન્ન વિના ટળવળવા લાગ્યા. આવા સમયે તેમણે એકલે હાથે આખા મક્કહને પેટ ભરી ખવડાવી આ સંકટમાંથી ઉગારી લીધું હતું.

પેઢીમાં અવતરનાર અંતિમ નબીના નૂરના કિરણો આપના કપાળેથી પ્રકાશ રેલાવતાં.બની ઈસ્રાઈલના વિદ્વાનો આ જોઈ આપની સામે ઝુકી જતા.આ જ નૂરે નુબુવ્વ્તને પામવા માટે રૂમના બાદશાહ હરકયુલિસે આપને કહેણ મોકલ્યું કે હું આપની દાનવીરતા અને ઉદારદિલીથી અત્યંત પ્રભાવિત થયો છું,મારી પાસે પધારો, હું મારી રાજકુમારી આપને પરણાવવા માંગું છું.વાસ્તવમાં આ બહાને તે નૂરે નુબુવ્વતને પોતાના ખાનદાનમાં ખેંચી લાવવા માંગતો હતો.પરંતુ હાશિમે ઈન્કાર કરી દીધો અને મદીનાના બની નજ્જાર ખાનદાનની ''બીબી સલમા'' નામી ખાતૂનથી નિકાહ કર્યા.

  • આપ જ તે પહેલા વ્યકિત છે જેમણે કુરૈશ ખાનદાન માટે નિયમ બનાવ્યો કે ગ્રીષ્મ ઋતુમાં શામ ભણી અને શીત ઋતુમાં યમન ભણી, એમ વષ્ર્ામાં બે વાર વેપારી વણજારો રવાના કરવામાં આવે. વષ્ર્ાના આ બે વેપારી પ્રવાસોનો ઉલ્લેખ કુર્આનમાં પણ છે.
  • દાદા અબ્દુલ મુત્તલિબ મોસાળ મદીનામાં પેદા થયા હતા.કારણ કે આપના વાલિદ હાશિમ બીબી સલમાથી મદીનામાં શાદી કરી ત્યાં થોડા રોકાઈને પ્રવાસે નીકળી પડયા.જેમાં ગાઝહ નામી સ્થળે એમનું દેહાંત થયું. સખાવતમાં તેઓ પોતાના પિતાથી પણ એક કદમ આગળ, તથા રૂપવાન અને બહાદૂર હતા.વષ્ાર્ોથી ગૂમ થઈ ગયેલ ઝમઝમના કૂવાનું સ્થળ આપને જ સ્વપ્નમાં બતાવવામાં આવ્યું હતું. જેને આપે ફરીવાર ખોદી જીવંત કર્યો.
  • એમના કુલ ૧૦ પુત્રો અને છ પુત્રીઓ હતી. એમ કુલ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ૯ કાકા અને છ ફોઈઓ હતી.

(૧) અબ્બાસ

(ર)હમ્ઝહ

(૩)અબૂ તાલિબ

(૪)ઝુબૈર

(પ) હારિસ

(૬)હજ્લ

(૭) મુકવ્વિમ

(૮) ઝિરાર

(૯) અબૂલહબ.

(૧) સફિય્યહ

(ર) ઉમ્મે હકીમ

(૩) આતિકહ

(૪) ઉમયમહ

(પ) અરવા

(૬) બર્રહ.

પિતા અબ્દુલ્લાહ આપના જન્મ પૂર્વે જ મરણ પામ્યા.તેઓ દાદા અબ્દુલ મુત્તલિબના લાડકા અને વિષેશ કેળવણી પામેલ દીકરા હતા.

ઝમઝમનો કૂવો ખોદતી વેળા અબ્દુલ મુત્તલિબે મન્નત માની હતી કે જો પરવરદિગાર મને ૧૦ પુત્રો આપશે તો એમાંથી એકને હું અલ્લાહના નામ ઉપર વધેરીશ. સમય વીત્યો અને આપને ત્યાં દસ પુત્રો થયા. મન્નત પૂરી કરવા અબ્દુલ મુત્તલિબે ચીઠ્ઠીઓ ઉછાળી તો એમાં અબ્દુલ્લાહનું નામ નીકળ્યું.

એક હાથમાં અબ્દુલ્લાહની આંગળી અને બીજા હાથમાં વધેરવાની છરી લઈ અબ્દુલ મુત્તલિબ વધસ્થળ તરફ આગળ વધે છે.લાડકા ભાઈની બહેનો આ જોઈ દ્રવી ઉઠે છે.એક બહેને કરગરીને કહયું કે પિતાજી ! ફરી એકવાર અબ્દુલ્લાહ અને દસ ઊંટો વચ્ચે ચીઠ્ઠી ઉછાળી જુઓ. (દસ ઉંટો તે વેળા એક માણસના ખૂનનો બદલો હતો)આ વેળા પણ ચીઠ્ઠીમાં અબ્દુલ્લાહનું નામ નીકળ્યું.

અબ્દુલ મુત્તલિબ ૧૦-૧૦ ઊંટ વધારી ચીઠ્ઠીઓ નાંખતા રહયા.અંતે ૧૦૦ ઊંટો વેળા ચીઠ્ઠી ઊંટોના નામે નીકળી અને અબ્દુલ્લાહના બદલે ૧૦૦ ઊંટ વધેરવામાં આવ્યા.

બનૂ ઝુહરહ નામી ખાનદાનની એક કુળવાન ખાતૂન બીબી આમિનહ સાથે આપના નિકાહ થાય છે.માતા તરફની વંશાવળી નીચે મુજબ છે.મુહમ્મદ બિન આમિનહ બિન્તે વહબ બિન અબ્દે મનાફ બિન ઝુહરહ બિન કિલાબ બિન મુર્રહ.કિલાબ ઉપર બન્નેવ ખાનદાનો ભળી જાય છે.

અંતે ચાંદ પ્રગટે છે. અને અંધારૂ દૂર થવાની ઘડીઓ નજીક આવી પહોંચે છે. આગમનની છડી પોકારતા અનેક ચમત્કારો વિશ્વમાં ઘટવા માંડે છે.માતાને પ્રકાશમાં શામના મહેલો દેખા દે છે.ઈરાની મહારાજા કિસ્રાનો મહેલ ધણધણી ઉઠે છે.અને મહેલના ૧૪ કાંગરાઓ (કળશ-ગુંબદ) ખરી પડે છે. તે જ સવારે દરબારમાં ખબર પહોંચે છે કે હઝાર વષ્ર્ાથી નિરંતર સળગતી અને પૂજાતી અગિયારમીની આગ અચાનક ઓલવાય જાય છે. સાવહ નામની એક મોટી નદીનું ખરખર વહેતું જળ અચાનક કયાં ઉતરી જાય છે કે નદીમાં નામ માત્ર પાણી દેખાતું નથી.

ફકત પચાસ પંચાવન દિવસ પહેલાંની જ વાત, અબરહા નામનો બાદશાહ હાથીઓનું લશ્કર લઈ અલ્લાહના ઘર કા'બાને તોડવા આવે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના દાદા અબ્દુલ મુત્તલિબ તે સમયે કા'બાના મુતવલ્લી હતા.મકકા વાસીઓને સલાહ આપે છે કે અબરહાના શકિતશાળી લશ્કરના પ્રતિકારની આપણામાં હામ નથી, અને ઘર ખુદાનું છે.આપણે બહાર નીકળી જઈએ, અલ્લાહ જ એના ઘરની રક્ષાા કરશે.અને સાચે જ અલ્લાહે અબ્દુલ મુત્તલિબના શબ્દો સાચા કરી દેખાડયા.અલ્લાહનો પ્રકોપ અબરહાના લશ્કર ઉપર ઉતરે છે અને તે નાનકડા પક્ષાીઓની ચાંચમાંથી વિખેરાતી નાની નાની કાંકરીઓથી માયર્ો જાય છે.

રબીઉલ અવ્વલની ૧રમી તારીખ હતી. ઈસ્વી સન પ્રમાણે પ૭૧, ર૦ કે રર એપ્રિલના પરોઢિયે હજુ રાત પૂરી થઈ ન હતી અને દિવસ સંપુર્ણ ઉગ્યો ન હતો, એવા સમયે આપનો પવિત્ર જન્મ થાય છે.જાણે આપનું આગમન ઝુલ્મ-અત્યાચારની અંધારી રાત અને માનવજાતના કષ્ટોના કપરા દિવસો, બન્નેના ભવિષ્યને એક સાથે ઉજળું કરવા થાય છે.

આપના નિકાહ પચ્ચીસ (રપ) વર્ષ બે મહીના, દસ દિવસની ઉમરે થયા, હઝરત ખદીજા (રદી.)ની ઉમર એ વખતે ચાલીસ (૪૦) વર્ષની હતી.

રિવાયત છે કે હઝરત ખદીજાને ૧ર ઓકિયા સોનું મહેર આપી, ( ૧, ઓકિયા ૧૧૧ ગ્રામ, ૪૭ર મી. ગ્રામ).

વહી પહેલાં ૧પ વરસ અને વહી પછી હિજરતના પૂર્વે ત્રણ વષ્ર્ા સુધી તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાથે રહયા, એમની વફાત થઈ ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ઉમર ૪૯ વરસ, આઠ મહીનાની હતી, તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના નિખાલસ સલાહકાર અને મદદગાર હતાં.

હઝરત ખદીજા રદિ.ની કુખે નુબુવ્વત પછી એક બાળક 'કાસિમ' પેદા થયા, જેમના નામ ઉપરથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની કુન્નિયત 'અબુલકાસિમ' પડી હતી. અને બીજા પુત્ર અબ્દુલ્લાહ પેદા થયા, એમનું જ બીજું નામ તય્યિબ હતું. એમને જ તાહિર કહેતા હતા. અમુકના મત મુજબ તય્યિબ અને તાહિર અલગ છે.

અને પુત્રીઓ : ઝયનબ, રૂકય્યા, ઉમ્મે કુલ્ષૂમ અને ફાતિમહ.

મુહમ્મદ બિન ઇસ્હાક રહ.ની રિવાયત છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બધી જ અવલાદ નુબુવ્વત પૂર્વેની છે. અને પુત્રો બધા જ 'દુગ્ધાશી' એટલે કે દૂધપીવાની ઉમરે જ વફાત પામ્યા. સીરતકારોનું એક કથન એવું છે કે કાસિમ બે વરસની ઉમરે વફાત પામ્યા, એમના વિશે જ અમુકનું કહેવું છે કે સીધી સવારી પર સવાર થઈ શકે એટલી ઉમરે આપની વફાત થઈ. અલબત્ત પુત્રીઓએ ઇસ્લામનો ઝમાનો જોયો અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઈમાન પણ લાવી, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું અનુસરણ પણ કયુઁ અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે હિજરત પણ ફરમાવી. અમુકનું કહેવું છે કે અબ્દુલ્લાહ સિવાયની બધી અવલાદ નુબુવ્વત પૂર્વેની છે.

સૌથી મોટા પુત્ર કાસિમ, પછી તય્યિબ અને ત્યાર બાદ તાહિર.

પુત્રીઓમાં સૌથી મોટાં ઝયનબ, પછી રૂકય્યા. અમુકના કથન મુજબ રૂકય્યા મોટાં પછી ઝયનબ. ત્યાર બાદ ફાતિમહ અને પછી ઉમ્મે કુલ્ષૂમ. એક કથન આ પણ છે કે ફાતિમહ સહુથી નાનાં છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ સઘળી અવલાદ હઝરત ખદીજા રદિ.ની કુખે મક્કા મુકર્રમામાં પેદા થઈ.

મદીનામાં એક સાહબઝાદા, ઇબ્રાહીમ, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ગુલામડી, મારિયહ કિબ્તીયહ રદિ.ના કુખે પેદા થયા અને મદીનામાં જ વફાત પામ્યા. સત્તર દિવસ એમની ઉમર હતી. એક કથન મુજબ સાત માસની વયે વફાત પામ્યા. એક કથન ૧૮ માસની વય હોવાનું પણ છે.

હઝરત ફાતિમહ રદિ. સિવાય સઘળી અવલાદ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હયાતીમાં જ અવસાન પામી. અને હઝરત ફાતિમહ રદિ. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના છ માસ પછી વફાત પામ્યાં.

રર લડાઈઓ મશ્હૂર છે.

  1. વુદ્દાન : આમાં અબવા સુધી જવાનું થયું હતું, હિજરત પછી એક વરસ, બે મહીના દસ દિવસ વિત્યેની આ ઘટના છે.
  2. બુવાત : કુરૈશના એક કાફલા સાથેની લડાઈ છે, એમાં ઉમય્યહ બિન ખલફ પણ હતો, પહેલી લડાઈના ૧ માસ ૩ દિવસ પછીની આ ઘટના છે.
  3. બદરે ઊલા : (બદરની પહેલી લડાઈ) મદીનાની સરકારી ગોચરમાં ચરતા ઊંટોને લૂટી જનાર કુર્ઝ બિન જાબિરને પકડવા માટેની આ લડાઈ હતી, બીજી લડાઈના ર૦ દિવસ પછીની આ ઘટના છે.
  4. બદરે કુબરા : (બદરની મોટી લડાઈ) હિજરત પછી એક વરસ, આઠ મહીના પછી રમઝાનની સત્તરમી તારીખે આ લડાઈ થઈ. સહાબા (રદી.)ની સંખ્યા ત્રણસો તેર (313) હતી, શત્રુઓ ૯૦૦ - ૧૦૦૦ વચ્ચે હતા, આ ફર્ક સ્પષ્ટ થવાનો દિવસ હતો, અલ્લાહ તઆલાએ આજે હક - બાતિલ, સત્ય- અસત્ય વચ્ચે તફાવત અને ફર્ક સ્પષ્ટ કરી દીધો. આ લડાઈમાં અલ્લાહ તઆલાએ પાંચ હઝાર વિશેષ્ા નિશાન ધરાવતા ફરિશ્તાઓ વડે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મદદ ફરમાવી.
  5. બની કયનિકાઅની લડાઈ.
  6. સવીકની લડાઈ : અબૂ સફયાન સખ્ર બિન હર્બની તપાસ - શોધ માટેની આ લડાઈ હતી.
  7. બનૂ સુલૈમની લડાઈ : 'કુદ્ર' નામી સ્થળે આ લડાઈ થઈ.
  8. ઝી અમ્રની લડાઈ. આને જ 'ગતફાનની લડાઈ' પણ કહે છે, અને 'અન્મારની લડાઈ' પણ આનું જ નામ છે, છેલ્લી ચારેવ ઘટનાઓ હિજરી સન - ર ના બાકીના દિવસોમાં ઘટી છે.
  9. ગઝવએ ઉહદ : સન હિ.૩. આ લડાઈમાં હઝરત જિબ્રઈલ અને હઝરત મિકાઈલ (અલૈ.) હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ડાબે - જમણે ઉભા રહીને સખત લડાઈ લડયા.
  10. બની નઝીરની લડાઈ : ઉહદના સાત માસ, દસ દિવસ પછી.
  11. ઝાતુર્રિકાઅની લડાઈ : બનૂ નઝીરની લડાઈના બે માસ, વીસ દિવસ પછીની ઘટના છે. આમાં જ સલાતુલ ખૌફ અદા ફરમાવી.
  12. દૂમતુલ જન્દલની લડાઈ : ઝાતુર્રિકાઅના બે માસ, ચાર દિવસ પછી આ લડાઈ થઈ.
  13. બનુલ્મુસ્તલકની લડાઈ : દૂમતુલ જન્દલના પાંચ મહીના, ત્રણ દિવસ પછીની આ ઘટના છે. એમાં જ જુઠાઓએ હઝરત આઈશહ (રદી.) ઉપર તહોમત મૂકી હતી.
  14. ખન્દકની લડાઈ : હિજરતના ચાર વરસ, દસ મહિના, પાંચ દિવસ વીત્યેની આ ઘટના છે.
  15. બનૂ કુરયઝહની લડાઈ : ખન્દકની લડાઈના ૧૬ દિવસ પછી.
  16. બનુ લહયાનની લડાઈ : બનૂ કુરયઝહના ત્રણ માસ પછી.
  17. ગાબહની લડાઈ : સન. હિ. ૬ ની ઘટના, હુદયબિયહના ઉમરહવાળી ઘટના પણ આ વરસે જ ઘટી છે.
  18. ખયબરની લડાઈ : હિજરતના સાત વરસ, ૧૧ દિવસ પછીની ઘટના છે. એના છ મહીના, દસ દિવસ પછી ઉમરહની નિય્યત ફરમાવી હતી.
  19. ફત્હે મક્કા : હિજરતના સાત વરસ, આઠ મહીના ૧૧ દિવસ પછી.
  20. હુનૈન : 'ફત્હે મક્કા' પછીની લડાઈ છે, અલ્લાહ તઆલાએ એમાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની મદદ માટે ફરિશ્તાઓ ઉતાયર્ા હતા.
  21. તાઈફ : સન. હિ. ૮ ની જ ઘટના છે. આ જ વરસે અત્તાબ બિન અસીદ (રદી.)એ લોકો સાથે હજ અદા ફરમાવી.
  22. તબૂક : હિજરતના આઠ વરસ, છ માસ, પાંચ દિવસ પછી આ લડાઈ થઈ. આ જ વરસે હઝરત અબૂબક્ર (રદી.)એ અન્ય સહાબા સાથે હજ અદા ફરમાવી.

હઝરત ઝૈદ બિન અરકમ (રદી.)થી રિવાયત છે, તેઓ ફરમાવે છે કે, મેં હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ સંગાથે ૧૭ ગઝવહ કર્યા અને બે માં જોડાઈ શકયો નહીં.

ઇબ્ને ઇસ્હાક, અબૂ મઅશર અને મૂસા બિન ઉકબા વગેરેનું કથન છે કે, હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે પોતે રપ ગઝવહ કયર્ા, એક કથન ર૭ ગઝવહનું છે, એ ઉપરાંત આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ દ્વારા સહાબાના નેતૃત્વમાં મોકલવામાં આવેલ નાની ટુકડીઓની સંખ્યા લગભગ પ૦ છે.

આ બધામાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે પોતે ૭ ગઝવહમાં જ લડાઈ લડયા છે, બદર, ઉહદ, ખન્દક, બનુકુરયઝહ, મુસ્તલક, ખૈબર અને તાઈફ. અમુક સીરતકારોના મત મુજબ વાદીયુલકુરા, ગાબહ અને બનૂ નઝીરમાં પણ આપ લડાઈ લડયા છે.

નોંધ : ઈસ્લામી પરિભાષા મુજબ જે લડાઇમાં મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) સાહેબે પોતે ભાગ લીધો હોય એને ગઝવહ કહે છે. અને જેમાં ૫યગંબર સાહેબ ૫ોતે ગયા ન હોય એને સરિય્યહ કહે છે.v

ત્રેસઠ વરસની ઉમરે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ. ઉમ્ર મુબારક વિશે બે કથનો બીજાં પણ છે. એક પાંસઠ વરસ અને બીજું સાંઈઠ વરસનું. પરંતુ ૬૩ વરસની રિવાયત જ સહી છે.

વફાતનો સમય

[ફેરફાર કરો]

૧ર, રબીઉલ અવ્વલ, સોમવારના દિવસે ચાશ્તના સમયે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ. અમુક રિવાયતોથી વફાતની તારીખ ર, રબીઉલ અવ્વલ માલૂમ પડે છે.

હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. ફરમાવે છે કે, તમારા નબીએ અકરમ સોમવારના દિવસે પેદા થયા. સોમવારના દિવસે જ મક્કાથી હિજરત કરી, સોમવારના દિવસે જ મદીના શરીફમાં પ્રવેશ્યા અને સોમવારના દિવસ જ વફાત પામ્યા.

દફનની રાત :

[ફેરફાર કરો]

બુધવારની રાતે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને દફનાવવામાં આવ્યા. એક રિવાયત મંગળવારની રાત્રિની પણ છે.

મૃત્યુની બીમારી

૧ર દિવસ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બીમાર રહયા. અમુક ૧૪ દિવસ કહે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને તાવ આવતો હતો. રિવાયતોમાં આવે છે કે إذا جاء نصر اللہ ઉતરવાના પછીથી જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બીમારી શરૂ થઈ ગઈ હતી, કારણ કે આ સૂરત વફાતની જાણ કરવાના અર્થમાં જ હતી.

છેલ્લો ખુત્બો

[ફેરફાર કરો]

જુમેરાતના દિવસે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માથા મુબારક ઉપર તેલવાળો અમામહ બાંધીને હુજરા શરીફમાંથી મસ્જિદમાં પધાર્યા તો મુબારક ચહેરો પીળો પડી રહયો હતો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મિમ્બર ઉપર બેસીને હઝરત બિલાલ રદિ.ને બોલાવ્યા અને ફરમાવ્યું કે, એલાન કરી દો કે તમારા નબીની નસીહત સાંભળવા ભેગા થઈ જાઓ, કારણ કે આ છેલ્લી નસીહત છે. આ સાંભળતાં જ અબાલ - વૃદ્ઘ, સઘળા, જે સ્િથતિમાં હતા, મસ્જિદમાં ભેગા થઈ ગયા. લોકોને ન તો બારણા બંધ કરવાનું ભાન હતું, ન માલ - મતાની ફિકર. બધું ખુલ્લું મુકીને મસ્જિદમાં દોડી આવ્યા. એટલે સુધી કે પરદહનીશન, લાજવંતી કુંવારિકાઓ પણ પોતાના મહબૂબ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની છેલ્લી નસીહત સાંભળવા ઘરોમાંથી બહાર દોડી આવી.

આવનારાઓથી મસ્જિદ ભરાય ગઈ. જગા ઓછી થઈ પડી, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વારંવાર ફરમાવવું પડયું કે પાછળથી આવનારાઓ માટે કંઈક જગ્યા કરો. પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉભા થયા અને ઘણો જ ઉમદા, અર્થસભર ખુત્બો આપ્યો. અને પછી હજુરા શરીફમાં પરત સિધાવી ગયા. ત્યાર પછી દિવસે દિવસે બીમારી વધતી રહી, અને પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કોઈ ખુત્બો આપ્યો નથી.

જીવનની છેલ્લી ક્ષણો

[ફેરફાર કરો]

આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતનો સમય નÒક હતો, ત્યારે પાસે પાણીથી ભરેલો એક પ્યાલો હતો, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વારંવાર એમાં હાથ નાખતા અને ચહેરા ઉપર ફેરવતા. અને આ દુઆ દોહરાવતા : ��اللہم اعنی علی سکرات الموت હે અલ્લાહ !મોતની સખ્તી ઉપર મારી મદદ ફરમાવ.

જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ તો લોકો હુજરા શરીફમાં ભેગા થઈ ગયા. પવિત્ર શરીરને એક સુંદર ચાદરથી ઢાંકી દેવામાં આવ્યું. ફરિશ્તાઓએ શરીર ઢાંકી દીધું હતું. એમ પણ રિવાયતોમાં આવે છે.

અત્યંત ગમગીની

અમુક સહાબાએ ઘણા જ ગમ - સદમાની અસરમાં આવીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતનો ઇન્કાર કરી દીધો. હઝરત ઉમર રદિ. પણ એમાંના એક હતા. હઝરત ઉસ્માન રદિ. વગેરે ઘણા સહાબાનું બોલવાનું પણ સદમાના કારણે બંધ થઈ ગયું. બીજા દિવસ સુધી એમની ઝબાનથી કોઈ શબ્દ નીકળ્યો નહી. અમુક લોકો તો સદમાના લઈને બેસી જ ગયા. ઉઠવાની શકિત પણ એમનામાં ન રહી. હઝરત અલી રદિ.નો આ જ હાલ હતો.

આ ઘટના વેળા હઝરત અબ્બાસ રદિ. અને હઝરત અબૂબક્ર રદિ.થી વધારે દઢતા કોઈની ન હતી.

જયારે સહાબએ કિરામ રદિ.નો ગમ કંઈક ઓછો થયો અને ગુસલ વિશે વાત ચીત કરવા લાગ્યા તો હુજરા શરીફના દરવાજેથી અવાજ સંભળાયો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો પાક સાફ જ છે. એમને ગુસલ ન આપશો. ત્યાર પછી બીજી અવાજ સંભળાયી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગુસલ આપો. પહેલી અવાજ શયતાનની હતી, હું ખિઝર છું. ત્યાર પછી હઝરત ખિઝરે સહાબએ કિરામથી તઅઝિયત ફરમાવી અને કહયું કે,

અલ્લાહ તઆલા પાસે જ દરેક મુસીબતમાં તસલ્લી છે અને દરેક જનારનો બદલો છે અને દરેક જતી રહેનાર વસ્તુનો અજ્ર છે. માટે અલ્લાહ તઆલા ઉપર જ ભરોસો કરો, એની ઝાતથી જ ઉમીદ રાખો. ખરી મુસીબતમાં તો એ માણસ છે જે સવાબથી મહરૂમ કરી દેવામાં આવે.

ગુસલ કેવી રીતે આપવામાં આવ્યું ?

[ફેરફાર કરો]

સહાબા રદિ.નો મત આ બાબતે અલગ અલગ હતો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પહેરેલાં કપડાંઓમાં જ ગુસલ આપવામાં આવે કે અન્ય મય્યિતોની જેમ કપડાં કાઢીને ગુસલ આપવામાં આવે ?

બધા આ અસમંજસમાં હતા, એ દરમિયાન દરેક ઉપર અલ્લાહ તઆલા તરફથી ઘેન - ઊંઘનો અસર છવાય ગયો, દરેક માણસ નિંદરના નશામાં ચાલ્યો ગયો, અને પછી અવાજ આવી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કપડાંઓ સાથે જ ગુસલ આપવામાં આવે. અવાજ સાંભળતા જ બધા ચોંકીને જાગૃત થઈ ગયા અને પછી કમીસ પહેરેલી સ્િથતિમાં જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગુસલ આપવામાં આવ્યું.

ગુસલ આપતી વેળા કોઈ અવયવને સહાબા ફેરવવા ચાહતા તો તે અવયવ પોતે જ ફરી જતો. હવાની લહેરખી જેવી પાતળી અવાજ કાનમાં સંભળાતી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે નરમાશથી કામ કરો, ગુસલ આપનારા એકલા તમે જ નથી, અન્યો પણ છે.

ગુસલ આપનાર સહાબાએ કિરામ રદિ.

[ફેરફાર કરો]

.હઝ. અલી બિન અબી તાલિબ રદિ. .હઝ. અબ્બાસ રદિ. .હઝ. ફઝલ બિન અબ્બાસ રદિ. .કુષ્ામ બિન અબ્બાસ રદિ. .ઉસામહ બિન ઝેદ રદિ. અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ગુલામ .હઝ. શુકરાન રદિ..હઝ. ઓસ બિન ખવલી અન્સારી રદિ. પણ આ વેળા ઉપસ્િથત હતા.

હઝરત અલી રદિ.એ પેટ ઉપર હાથ ફેરવ્યો, પણ પેટમાંથી કંઈ નીકળ્યું નહી. એટલે તેઓ બોલ્યા કે આપ તો Òવતં અને મૃત, દરેક સ્િથતિમાં પાક - સાફ જ રહયા.

તકફીન (કફન પહેરાવવું)

[ફેરફાર કરો]

ત્રણ સફેદ ચાદરોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કફન પહેરાવવામાં આવ્યું. યમનના એક શહેર સુહૂલની બનેલી આ ચાદરો હતી. કફનમાં કમીસ - અમામહ ન હતાં. ફકત સિલાઈ વગરની ત્રણ ચાદરો જ હતી. મુશ્કની ખુશ્બૂ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે વાપરવામાં આવી હતી. હઝરત અલી રદિ. એ એમાંથી થોડી બચાવી લીધી હતી, એમ કહીને કે મારા મરવા પછી એને વાપરવામાં આવે.

જનાઝહની નમાઝ

[ફેરફાર કરો]

આપની જનાઝહની નમાઝ મુસલમાનોએ અલગ અલગ પઢી. કોઈએ ઇમામત કરાવી નથી. અમુકે એનું કારણ એ દશર્ાવ્યું છે કે આમ કરવાથી દરેકને આગવી નમાઝે જનાઝહની સઆદત મળે, કોઈની તાબેદારી - ઇમામતમાં પઢવી ન પડે. અમુકનું કહેવું છે આમ કરવા પાછળ નમાઝનો સમય લાંબો કરવાનો આશય હતો, જેથી બહારથી આવનારા લોકો નમાઝ અને દફન ક્રિયામાં શરીક થઈ શકે.

તદફીન (દફન ક્રિયા)

[ફેરફાર કરો]

કબર શરીફમાં નીચે લાલ કામળી પાથરવામાં આવી. આ કામળી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વધુ પડતી ઓઢતા હતા. શુકરાન રદિ.એ આ ચાદર પાથરી. કબરમાં હઝ. અબ્બાસ રદિ. હઝ. અલી રદિ. હઝ. ફઝલ રદિ. કુષ્ામ રદિ. અને શુકરાન રદિ. ઉતયર્ા. એક રિવાયતમાં છે કે હઝ. અબ્દુર્રહમાન બિન અવફ રદિ. પણ કબરમાં ઉતર્યા.

અમુક રિવાયતોમાં છે કે સહાબએ કિરામ રદિ. વચ્ચે દફન કરવાની જગ્યા વિશે અલગ અલગ મંતવ્યો હતાં. અમુકનું કહેવું હતંુ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એમના નમાઝ પઢવાના સ્થળે દફન કરવામાં આવે. અમુક જન્નતુલ બકીઅમાં દફન કરવાનું કહેતા હતા. હઝ. અબૂબક્ર સિદ્દીક રદિ.એ ફરમાવ્યું કે મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાવતાં સાંભળ્યા છે કે દરેક નબીને તેની વફાતના સ્થળે જ દફન કરવામાં આવ્યા છે. માટે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના સ્થળે જ આપને દફન કરવામાં આવે.

કબર શરીફ

[ફેરફાર કરો]

આ નિર્ણય પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો બિસ્તર એ સ્થળેથી હટાવીને ત્યાં કબર ખોદવામાં આવી. અને કબર ઉપર નવ (૯) કાચી ઈંટો ઢાંકવામાં આવી.

કબર લહદ (બગલી) બનાવવામાં આવે કે નહી, એ બાબતે પણ મતભેદ હતો, એટલે ફેસલો કરવામાં આવ્યો કે,

મદીના શરીફમાં બે માણસો કબર ખોદે છે.

(૧) હઝ. અબૂ તલ્હા રદિ. તેઓ લહદ (બગલી) કબર બનાવે છે.

(ર) હઝરત અબૂ ઉબૈદહ રદિ., તેઓ લહદ બનાવતા નથી.

આ બેમાંથી જે પહેલા આવે તે એમની રીત પ્રમાણેની કબર બનાવશે.

થોડી વારે હઝ. અબૂ તલ્હા રદિ. આવી ગયા, એટલે કબર શરીફમાં લહદ બનાવવામાં આવી.

કબરની જગ્યાએ હઝરત આઈશહ રદિ.નો હુજરહ (રૂમ) હતો.

જાનવરો

[ફેરફાર કરો]

ઊંટણીઓ :

[ફેરફાર કરો]

સીરતની કિતાબોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ગાય - ભેંસ પાળી હોય એવો કોઈ ઉલ્લેખ નથી. અલબત્ત વીસ દુધાળી ઊંટણીઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે હતી. આ ઊંટણીઓ જંગલમાં રાખવામાં આવતી હતી અને રાત્રે એમનું દૂધ દોહીને બે મશકોમાં ભરીને લાવવામાં આવતું હતું. અમુક ઊંટણીઓ ઘણું દૂધ આપતી હતી. જેમ કે, અલહન્નાઅ. અસ્સમરાઅ. અલઉરય્યિસ. અસ્સઅદિય્યહ. અલબુગૂમ. અલયુસયરહ. અલરય્યાઅ.

બુરદહ : આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક ઊંટણીનું નામ 'બુરદહ' હતું. ઝહહાક બિન સુફયાને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આપી હતી. અને સૌથી વધુ દૂધ આપતી હતી. આ એક ઊંટણી બે ઉચ્ચપ્રકારની ઊંટણીઓ જેટલું દૂધ આપતી હતી.

મહરિય્યહ : એક ઊંટણીનું નામ મહરિય્યહ હતું. હઝરત સઅદ બિન ઉબાદહ રદિ.એ બનુઉકૈલના ઊંટોમાંથી પસંદ કરીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં ભેટ આપી હતી.

કસ્વાઅ (કપાયેલા કાનવાળી) : આ જ તે ઊંટણી છે, જે હઝરત અબૂબક્ર રદિ.એ બનૂકુશૈરથી ૮૦૦ દિરહમમાં ખરીદી હતી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એના ઉપર સવાર થઈને જ હિજરત કરી હતી. ત્યારે એની ઉમર ચાર વરસ હતી. વહી ઉતરતી ત્યારે આ ઊંટણી સિવાય બીજી કોઈ પણ ઊંટણી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ભાર વેઠી શકતી ન હતી. એને અઝબાઅ અને જદઆઅ પણ કહેતા હતા. અમુક રિવાયતોથી માલૂમ પડે છે કે આ ત્રણ અલગ અલગ ઊંટણીઓના નામો છે.

આ કસ્વાઅ ઊંટણી દોડમાં પણ બધાથી આગળ રહેતી હતી. પણ એકવાર પાછળ રહી ગઈ તો એના પાછળ પડી જવાથી મુસલમાનોને ઘણો આઘાત લાગ્યો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મુસલમાનોને સમજાવ્યા કે આ અલ્લાહ તઆલાનો ફેસલો છે, જે વસ્તુને તે બુલંદ કરે છે એને પરાસ્ત પણ કરે છે.

અમુકનું મંતવ્ય છે કે પાછળ રહી જનાર ઊંટણી 'અઝબાઅ' હતી. અને એ કસ્વાઅથી અલગ છે. અબૂઉબૈદ કહે છે કે એના કાનમાં કોઈ ખામી ન હતી. બલકે આ એનું નામ છે. જયારે અમુકનું કહેવું છે કે એના કાનમાં જન્મથી જ કાણું હતું, એટલા માટે એનું આવું નામ રાખવામાં આવ્યું.

બકરીઓ :

[ફેરફાર કરો]

આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે ૧૦૭ બકરીઓ હતી. જેમાંથી સાત દૂધ આપતી હતી. એમના નામ આ પ્રમાણે છે. અજવહ. ઝમઝમ. સુક્તયા. બરકહ.� વરશહ. અત્લાલ. અત્રાફ. હઝ. ઉમ્મે અયમન રદિ. આ બકરીઓ ચરાવતાં હતાં. એક બકરી ગયષ્ાહ નામની પણ હતી. જેનું દૂધ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે અલગ રાખવામાં આવતું હતું.

ઇતિહાસકાર અબૂસઅદનું વર્ણન છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે એક સફેદ મરઘો પણ હતો.

જીવનક્રમ

[ફેરફાર કરો]

મુહમ્મદ(સ.અ.વ.) ના જીવનની એક ઝલક

ઘટનાક્રમ ઉમર ઈસ્વી સન નબવી - હિજરી સન
પવિત્ર જન્મ, રર એપ્રિલ, રબીઉલ અવ્વલ, આમુલફીલ. ૫૭૧
હલીમા સઅદિયાને દૂધ પીવડાવવા સોં૫વામાં આવ્યા. ૮ દિવસ ૫૭૧
પોતાની વાલિદહના ખોળામાં. ૫ વરસ ૫૭૬
વાલિદા - માતાનો ઇન્તેકાલ. ૫ વરસ ૫૭૭
શામની પહેલી સફર. કાકા સંગાથે. ૫૭૯
વેપાર હેતુએ શામની પહેલી સફર. ૨૩ ૫૯૩
હઝરત ખદીજા (રદિ.) સાથે નિકાહ. ૨૫ ૫૯૫
કોમ તરફથી સાદિક-અમીનનો ખિતાબ. ૩૦ ૬૦૦
હજરે અસ્વદ મૂકવા માટે મઘ્યસ્થી બન્યા. ૩૫ ૬૦૫
૧૦ અલ્લાહની યાદ માટે હિરા નામના પહાડની ગુફામાં જવું શરૂ કર્યું. ૩૭ ૬૦૭
૧૧ નુબુવ્વત મળવી અને વહી ઉતરવી. ૪૦ ૬૧૦
૧૨ લોકોને ઇસ્લામ સ્વીકાર માટે જાહેર આમંત્રણ ૪૩ ૬૧૪
૧૩ મુસલમાનોની હબશહ (ઇથોપિયા) પ્રતિ હિજરત. ૪૫ ૬૧૫
૧૪ હમ્ઝહ (રદિ.) અને ઉમર (રદિ.)નો ઇસ્લામ સ્વીકાર ૪૬ ૬૧૬
૧૫ મક્કાના શત્રુઅો તરફથી ૫ૂરા કબીલાનો બહિષ્કાર ૪૭ ૬૧૬
૧૬ બહિષ્કારનો અંત,

કાકા અબૂતાલિબ અને ખદીજા (રદિ.)નું અવસાન.

તાઇફનો સફર,

આઇશહ (રદિ.) સાથે નિકાહ,

મેઅરાજની ઘટના.

૫૦ ૬૧૯ ૧૦
૧૭ પ્રથમ (૬) મદીનાવાસીઓનો ઇસ્લામ સ્વીકાર. ૫૧ ૬૨૦ ૧૧
૧૮ બીજીવાર (૧ર) મદીનાવાસીઓનો ઇસ્લામ સ્વીકાર ૫૨ ૬૨૧ ૧૨
૧૯ ત્રીજીવાર (૭૩) મદીનાવાસીઓનો ઇસ્લામ સ્વીકાર, ૫૪ ૬૨૨ હિજરી સન ૧
૨૦ મુહમ્મદ (સ.અ.વ.) સાહેબની મદીના હિજરત ૫૪ ૬૨૨ ૧ હિ.
૨૧ બદરની લડાઇ, ૫ુત્રી ફાતિમહના નિકાહ, રોઝા ફરજ થયા. ૫૫ ૬૨૪ ૨ હિ.
૨૨ ઉહદની લડાઇ,

હમ્ઝહ (રદિ.)અને સિત્તેર સહાબા (રદિ.)ની શહાદત

૫૬ ૬૨૫ ૩ હિ.
૨૩ આમિર બિન માલિકના દગાથી ૬૯ કારી સહાબા (રદિ.)ની શહાદત. ૫૭ ૬૨૫ ૪ હિ.
૨૪ ખંદકની લડાઇ ૫૮ ૬૨૭ ૫ હિ.
૨૫ હુદબિયહની સંધિ-સુલેહ ૫૯ ૬૨૮ ૬ હિ.
૨૬ ખૈબરની જીત,

બાદશાહોને ઇસ્લામનું આમંત્રણ,

ઉમરએ કઝા.

૬૦ ૬૨૮ ૭ હિ.
૨૭ મૂતહની લડાઇ,

હુનૈનની લડાઇ,

મક્કાની ફતેહ

૬૧ ૬૨૯ ૮ હિ.
૨૮ તબૂકની લડાઇ,

હજ ફર્ઝ થઇ.

ઇસ્લામ સ્વીકાર માટે વિવિધ પ્રતિનિધિ મંડળોનું મદીનામાં આવવું.

૬૨ ૬૩૦ ૯ હિ.
૨૯ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લનો હજ.( પ્રથમ અથવા અંતિમ) ૬૩ ૬૩૧ ૧૦ હિ.
૩૦ બીમારી અને મૃત્યું ૬૩ ૬૩૨ ૧૧ હિ.