રામચંદ્ર ગાંધી
રામચંદ્ર ગાંધી | |
---|---|
જન્મની વિગત | ૯ જૂન ૧૯૩૭ |
મૃત્યુ | ૧૩ જૂન ૨૦૦૭ દિલ્હી, ભારત |
શિક્ષણ સંસ્થા | ઓક્સફોર્ડ યુનિવર્સિટી |
માતા-પિતા |
|
સંબંધીઓ | જુઓ ગાંધી પરીવાર |
રામચંદ્ર ગાંધી (૯ જૂન ૧૯૩૭ – ૧૩ જૂન ૨૦૦૭) ભારતીય દાર્શનિક હતા. તેઓ દેવદાસ ગાંધી (મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર) અને લક્ષ્મી (રાજાજીની પુત્રી)ના પુત્ર હતા. રાજમોહન ગાંધી, ગોપાલકૃષ્ણ ગાંધી અને તારા ગાંધી ભટ્ટાચાર્ય તેમના ભાઈ-બહેન હતા.
રામચંદ્ર ગાંધીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રમાં ડોક્ટરલની પદવી મેળવી હતી[૧] તેઓ પીટર સ્ટ્રોસનના વિદ્યાર્થી હતા. તેઓ હૈદરાબાદ વિશ્વવિદ્યાલયમાં દર્શન વિભાગની સ્થાપના માટે જાણીતા છે. તેમણે વિશ્વભારતી વિશ્વવિદ્યાલય, પંજાબ યુનિવર્સિટી, સાન ફ્રાન્સિસ્કો ખાતે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રલ સ્ટડીઝ અને બેંગ્લોર વિશ્વવિદ્યાલયમાં પણ અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમના ૭૦મા જન્મદિવસના ચાર દિવસ બાદ ૧૩ જૂન, ૨૦૦૭ના રોજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં તેમનું અવસાન થયું હતું.[૨]
તેમના પુત્રી લીલા ગાંધી બ્રાઉન યુનિવર્સિટીમાં પોસ્ટકોલોનિયલ એકેડેમિક છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Sita's Kitchen". SUNY Press. મૂળ માંથી 31 July 2014 પર સંગ્રહિત. મેળવેલ 31 July 2014.
- ↑ Ashish Mehta - Indiainteracts.com. "Ramachandra Gandhi: the quintessential argumentative Indian". મૂળ માંથી 8 ઓક્ટોબર 2007 પર સંગ્રહિત. મેળવેલ 4 સપ્ટેમ્બર 2007.