રેંટિયા બારસ

વિકિપીડિયામાંથી
રેંટિયો કાંતતા ગાંધીજીનું ચિત્ર કે જેમાં લખ્યું છે કે, "જેલમાં મહાત્મા ગાંધી" અને "રેંટિયા અને સ્વદેશી પર ધ્યાન કેન્દ્રિત કરો"

રેંટિયા બારસ એટલે કે ભાદરવા વદ બારસ એ ગુજરાતી પંચાંગ પ્રમાણે ઉજવાતો મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે.[૧][૨] ગાંધીજીનો જન્મ વિક્રમ સંવત ૧૯૨૫માં ભાદરવા વદ બારસના દિવસે ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલા પોરબંદર શહેરમાં થયો હતો.[૩] રેંટિયો ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન ગાંધીજી દ્વારા સ્વદેશી અને શ્રમનું પ્રતિક બન્યો હતો. ઇસવીસન ૧૯૨૫માં ગાંધીજીએ લાખો ગરીબોને રોજગાર આપવા અને આત્મનિર્ભર બનાવવા માટે "અખિલ ભારતીય ચરખા સંઘ"ની સ્થાપના કરી હતી.[૪]

બારડોલી સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થીના જણાવ્યા અનુસાર, "બધા પોતાનો જન્મ દિવસ પોતાના માટે ઊજવતાં હોય છે પરંતુ બાપુએ પોતાના જન્મ દિવસ એટલે કે ભાદરવા વદ બારસને રેંટિયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું." તેઓ વધુમાં કહે છે કે, બાપુનો "મુખ્ય ઉદ્દેશ દરેક હાથોને કામ આપવાનો હતો. રેંટિયાથી રૂની પૂણી વણવીથી કાંતણ, વણાટકામ સુધીની પ્રવૃતિમાં અનેક લોકોને રોજગારી મળી રહે છે. જેને કારણે ગ્રામોદ્યોગ અને ગૃહઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે છે."[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Samay, NavGujarat (1600079839). "આજે રેંટિયા બારસ: બારડોલીમાંથી મળેલા રેંટિયાને બાપુએ 'બારડોલી ચક્ર' નામ આપ્યું હતું". NavGujarat Samay (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2020-10-02. Check date values in: |date= (મદદ)
  2. "આજે ભાદરવા સુદ બારસ એટલે કે મહાત્મા ગાંધીનો તિથી લેખે જન્મદિવસ | DD News". ddnewsgujarati.com. મેળવેલ 2020-10-02.
  3. LLP, Adarsh Mobile Applications. "1869 Mahatma Gandhi Jayanti | Gandhi Birth Anniversary date according to Hindu Samvat for New Delhi, NCT, India". Drikpanchang (અંગ્રેજીમાં). મેળવેલ 2020-10-02.
  4. "મહાત્મા ગાંધીજી". www.akilanews.com. મેળવેલ 2020-10-02.