લખાણ પર જાઓ

ગાંધી-ઇરવિન કરાર

વિકિપીડિયામાંથી

ગાંધી-ઇરવિન કરારલંડનમાં બીજી ગોળમેજી પરિષદ પહેલાં, ૫ માર્ચ ૧૯૩૧ના રોજ મહાત્મા ગાંધી અને ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલી રાજકીય સમજૂતી હતી.[]

કરારની પ્રાસ્તાવિક શરતો આ પ્રમાણે હતી:

  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધના અહિંસક પ્રતિરોધને સ્થગિત કરવો.
  • તટીય ક્ષેત્રોમાં મીઠાના ઉત્પાદનની મંજૂરી આપવી.
  • મીઠા પરનો કર દૂર કરવો, જેનાથી ભારતીયો કાયદેસર રીતે અને તેમના પોતાના ખાનગી ઉપયોગ માટે મીઠું ઉત્પન્ન કરી શકે, વેપાર કરી શકે અને વેચી શકે.
  • દાંડી સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ ધરપકડ કરાયેલા કેદીઓની મુક્તિ.
  • હિંસા સાથે સંકળાયેલી વ્યક્તિઓ સિવાયના રાજકીય અપરાધો (રોલેટ એક્ટ) સંબંધિત તમામ કાર્યવાહી પાછી ખેંચી બધા જ રાજનૈતિક કેદીઓને મુક્ત કરવા.
  • બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લેવો.

જવાબમાં મહારાણીની સરકાર નીચે પ્રમાણેની શરતો માટે સંમત થઈ હતી:

  1. તમામ વટહુકમો પાછા ખેંચી કાયદાકીય કાર્યવાહી સમાપ્ત કરવી.
  2. હિંસાના દોષિતો સિવાય તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવા.
  3. દારૂ અને વિદેશી કાપડની દુકાનો સામે શાંતિપૂર્ણ ધરણા કરવાની પરવાનગી આપવી.
  4. સત્યાગ્રહીઓની જપ્ત કરેલી મિલકતોને પુનઃસ્થાપિત કરવી.
  5. તટીય ક્ષેત્રોમાં મીઠાના ઉત્પાદનની મંજૂરી આપવી.
  6. કોંગ્રેસ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લેવો.

આ સમજૂતી એટલા માટે મહત્વપૂર્ણ હતી કારણ કે બ્રિટિશ સરકારે પહેલી વાર સમાનતાના સ્તર પર ભારતીયો સાથે સમજૂતી કરી હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Gandhi Irwin Pact Event List". Gandhi Heritage Portal. મૂળ માંથી 2014-09-16 પર સંગ્રહિત.

આ પણ જુઓ

[ફેરફાર કરો]