મીઠુબેન પેટીટ
મીઠુબેન હોરમસજી પેટીટ (૧૧ એપ્રિલ ૧૮૯૨ - ૧૬ જુલાઇ ૧૯૭૩) એ એક આગળ પડતા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા.[૧][૨] તેમણે મહાત્મા ગાંધી સાથે દાંડી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.[૩][૪]
જીવન
[ફેરફાર કરો]મીઠુબેન પેટીટનો જન્મ ૧૧ એપ્રિલ ૧૮૯૨ના દિવસે મુંબઈના એક ધનિક પારસી કુટુંબમાં થયો હતો. તેમના પિતા દિનશા માણેકજી પેટીટ એક ઉદ્યોગપતિ અને વંશપરંપરાગત અમીર હતા.[૫][૬]
ભારતીય સ્વાતંત્ર્ય આંદોલન
[ફેરફાર કરો]યુવાન મીઠુબેન તેમના ગાંધીવાદી માસીથી ખૂબ પ્રભાવિત હતા જેઓ રાષ્ટ્રીય સ્ત્રી સભાના સેક્રેટરી હતા.[૭] કસ્તુરબા ગાંધી અને સરોજીને નાયડુ સાથે મીઠુબેને પણ દાંડી સત્યાગ્રહમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો,[૮] કસ્તુરબાએ સાબરમતીથી દાંડી યાત્રા શરૂ કરી હતી, ૬ એપ્રિલ ૧૯૩૦ના દિવસે સરોજીની નાયડુએ દાંડીમાં સૌ પ્રથમ મીઠું ઉઠાવ્યું, અને ૯ એપ્રિલ ૧૯૩૦ના ફરી એક વખત મીઠાનો કાયદો તોડતા ગાંધીજીની પછવાડે મીઠુબેન ઉભા હતા. આ યાત્રા ભારતીય સ્વાતંત્ર્યના ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના રહી.[૧] જે જમાનામાં ભારતીય મહિલાઓ સામાજિક રૂઢિ અને બંધનોને કારણે ઘરથી બહાર ન નીકળતી તેવા સમયે પેટીટે કર અને મીઠા પર કરના વિરોધમાં સવિનય કાનૂન ભંગની ચળવળમાં સક્રીય ભાગ લીધો.[૮] મીઠુબેને સરદાર પટેલની આગેવાની હેઠળ બ્રિટિશ રાજ વિરૂદ્ધ થયેલા કર વિરોધી બારડોલી સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો.[૯] દારૂ બંદીની ચળવળમાં પણ મીઠુબેને ભાગ લીધો. મહાત્મા ગાંધી સાથે તેમણે ગુજરાતની અનુસુચિત જાતિમાં દારૂના ગેરફાયદા સમજાવ્યા.[૧૦]
સામાજિક કાર્ય
[ફેરફાર કરો]મીઠુબેન પેટીટે મરોલીમાં કસ્તુરબા વનાત શાળા નામે એક આશ્રમ સ્થાપ્યો હતો. આ આશ્રમમાં આદિવાસી, હરિજન અને માછીમારોના પરિવારજનોને કાંતણ, પીંજણ, વણાટ, દુગ્ધ વ્યવસાય, ચામડાનો વ્યવસાય શીખવવામાં આવતો અને મહિલાઓને સ્વરોજગાર અર્થે માટે સીવણનો ડિપ્લોમા કાર્યક્રમ ચલાવવામાં આવતો.[૧૧] આજ નામે તેમણે માનસિક રોગીઓ માટે એક હોસ્પિટલ પણ શરૂ કરી હતી.[૧૨]
તેઓ ૧૬ જુલાઈ ૧૯૭૩માં અવસાન પામ્યા.
પુરસ્કાર
[ફેરફાર કરો]મીઠુબેનને તેમની સમાજ સેવા માટે ૧૯૬૧માં પદ્મશ્રીનો ખિતાબ મળ્યો.[૧૩][૧૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Nawaz B. Mody (૨૦૦૦). Women in India's freedom struggle. Allied Publishers. ISBN 9788177640700.
- ↑ Kamla Mankekar (૨૦૦૨). Women pioneers in India's renaissance, as I remember her: contributions from eminent women of present-day India. National Book Trust, India. ISBN 978-81-237-3766-9.
- ↑ "Mahatma Gandhi, Sarojini Naidu and Mithuben Petit". gandhiheritageportal.org. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૭.
- ↑ Simmi Jain (૨૦૦૩). women pioneers in India's resistance. Kalpaz Publications.
- ↑ Marzban J. Giara (૨૦૦૦). Parsi statues. Marzban J. Giara.
- ↑ Gawalkar, Rohini (૨૮ સપ્ટેમ્બર ૨૦૧૩). "पद्मश्री 'दीनभगिनी'". Loksatta (મરાઠીમાં). મૂળ માંથી ૨૮ જુલાઇ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૮ જુલાઇ ૨૦૧૭.
- ↑ Suruchi Thapar-Björkert (૨૦૦૬). Women in the Indian national movement : unseen faces and unheard voices, 1930-42. SAGE Publications India Pvt Ltd. ISBN 9789351502869.
- ↑ ૮.૦ ૮.૧ "The Great Dandi March – eighty years after". thehindu.com. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૭.
- ↑ "Encyclopaedia of Indian Women Through the Ages: Period of freedom struggle".[વધુ સંદર્ભ જરૂરી]
- ↑ "anti-liquor movement". mkgandhi.org. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૭.
- ↑ "Trustees". Kasturbasevashram.org. મૂળ માંથી 2018-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૧૭.
- ↑ "Kasturba Sevashram". kasturbasevashram.org. મૂળ માંથી 2018-06-12 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૧૭.
- ↑ "Padma Shri in 1965 for social work". padmaawards.gov.in. મૂળ માંથી ૨૮ જુલાઇ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૭.
- ↑ "Mithuben Petit Padma Shri" (PDF). pib.nic.in/archive/docs. મૂળ (PDF) માંથી ૨૮ જુલાઇ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૬ જુલાઇ ૨૦૧૭.