દાંડી સત્યાગ્રહ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દાંડીમાં ગાંધીજી ૬ એપ્રિલ ૧૯૩૦

દાંડી સત્યાગ્રહ એ ઇ.સ. ૧૯૩૦નાં વર્ષમાં અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું અને તેના વિરોધમાં તેમણે આ સત્યાગ્રહ કર્યો હતો. દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે ૬ એપ્રિલ ૧૯૩૦એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી. અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, "મૈને નમક કા કાનુન તોડા હૈ"... અને ભારતમાં બીજી ઘણીબધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો.[૧] આ સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કુચ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નોંધ[ફેરફાર કરો]

  1. "Mass civil disobedience throughout India followed as millions broke the salt laws", from Dalton's introduction to Gandhi's Civil Disobedience. Gandhi & Dalton, 1996, p. 72.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ગાંધી, મહાત્મા (1996). Selected Political Writings. Hackett Publishing Company. ISBN 0-87220-330-1. Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]