લીલા ગાંધી

વિકિપીડિયામાંથી
Leela Gandhi
જન્મની વિગત1966
મુંબઈ, ભારત
માતા-પિતારામચંદ્ર ગાંધી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શિક્ષણ
  • હિન્દુ કૉલેજ, દિલ્હી
  • બેલ્લીઓલ કૉલેજ, ઑક્સફૉર્ડ
શૈક્ષણિક કાર્ય
શાખાસાંસ્કૃતિક અને સાહિત્યિક સિદ્ધાંત
School or traditionઉત્તર ઉપનિવેશવાદ
સંસ્થાઓ
  • બ્રાઉન યુનિવર્સિટી
  • પેબ્રોક સેન્ટર
  • શિકાગો યુનિવર્સિટી

લીલા ગાંધી (જન્મ ૧૯૬૬) ઉત્તર ઉપનિવેશવાદ સિદ્ધાંતના[upper-alpha ૧] ક્ષેત્રમાં એક નોંધપાત્ર શિક્ષણવિદ્ છે.[૧]

ગાંધી અગાઉ શિકાગો યુનિવર્સિટી, લા ટ્રોબ યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય સાથે સંકળાયેલા હતા. તેઓ શૈક્ષણિક જર્નલ પોસ્ટકોલોનિયલ સ્ટડીઝના સ્થાપક સહ-સંપાદક છે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક જર્નલ પોસ્ટકોલોનિયલ ટેક્સ્ટના સંપાદકીય બોર્ડમાં સેવા આપે છે.[૨] તેઓ કોર્નેલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઇલેસિવિટી એન્ડ થિયરીના સિનિયર ફેલો છે.

પ્રારંભિક જીવન અને શિક્ષણ[ફેરફાર કરો]

લીલા ગાંધીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ દિવંગત ભારતીય દાર્શનિક રામચંદ્ર ગાંધીના પુત્રી અને ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી છે.[૩] તેમણે વિશ્લેષણ કર્યું છે કે મહાત્મા ગાંધીની કેટલીક નીતિઓ અને દર્શન (ઉદાહરણ તરીકે અહિંસા અને શાકાહાર) આંતરરાષ્ટ્રીય તેમજ સ્વદેશી સ્ત્રોતોથી પ્રભાવિત હતી.[૪] તેમણે દિલ્હીની હિન્દુ કોલેજમાંથી અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી હતી અને ઓક્સફર્ડની બલિઓલ કોલેજમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી.[૫]

તેઓ સી. રાજગોપાલાચારીની પ્રપૌત્રી પણ છે. તેમના પૈતૃક દાદા દેવદાસ ગાંધી મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર હતા અને તેમના પૈતૃક દાદી લક્ષ્મી સી. રાજગોપાલાચારીના પુત્રી હતા.

નોંધ[ફેરફાર કરો]

  1. ઉત્તર ઉપનિવેશવાદ અથવા 'પોસ્ટ કોલોનિઝમ' એ ઉપનિવેશવાદ પછીનો સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના સાંસ્કૃતિક વારસાનો નિર્ણાયક શૈક્ષણિક અભ્યાસ છે, જે વસાહતી લોકો અને તેમની જમીનોના નિયંત્રણ અને શોષણના માનવીય પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Leela Gandhi speaks on postcolonial ethics in first Humanities Lecture". Cornell Chronicle (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-21.
  2. Postcolonial Text ISSN 1705-9100.
  3. IndiaPost.com: President, PM condole death of Ramachandra Gandhi સંગ્રહિત ૨૦૦૭-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન Wednesday, 06.20.2007
  4. As recounted in the notes on the Australian National University Humanities Research Center's conference Gandhi, Non-Violence and Modernity
  5. "University of Chicago, Department of English faculty Web page". મૂળ માંથી 2010-06-09 પર સંગ્રહિત.