લખાણ પર જાઓ

નવજીવન ટ્રસ્ટ

વિકિપીડિયામાંથી
નવજીવન ટ્રસ્ટ
પ્રકારદૈનિક વર્તમાનપત્ર
સ્થાપના૧૧ ફેબ્રુઆરી ૧૯૩૩
ભાષાગુજરાતી
વડુમથકઅમદાવાદ


નવજીવન ટ્રસ્ટઅમદાવાદ, ભારત સ્થિત એક પ્રકાશન ગૃહ છે. તેની સ્થાપના મહાત્મા ગાંધીએ ૧૯૨૯ માં કરી હતી[] અને આજ સુધીમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને અન્ય ભાષાઓમાં ૮૦૦ થી વધુ પ્રાકાશનો પ્રકાશિત કર્યા છે.

આ પહેલાં નવજીવનગાંધીજી દ્વારા ૧૯૧૯ (૭ સપ્ટેમ્બર) થી ૧૯૩૧ સુધી, અમદાવાદથી, ગુજરાતીમાં પ્રકાશિત થયેલા સાપ્તાહિક અખબારનું પણ નામ હતું.

ઉદ્દેશ્ય

[ફેરફાર કરો]
૬ ડિસેમ્બર ૧૯૩૧ના દિવસે નવજીવન મેગેઝિનનું પૃષ્ઠ

હિન્દી, ગુજરાતી અને અન્ય ઇન્ડો-આર્યન ભાષાઓમાં નવજીવન શબ્દનો અર્થ "નવું જીવન" એવો થાય છે.

સ્થાપના સમયે તેની ઘોષણામાં જણાવ્યા મુજબ, નવજીવન ટ્રસ્ટનો ઉદ્દેશ્ય હિંદ સ્વરાજ (ભારત માટે સ્વરાજ્ય) ની પ્રાપ્તિ માટે શાંત અને પ્રબુદ્ધ સેવકો દ્વારા લોકોને શિક્ષિત કરીને શુદ્ધ રીતે ભારતની સેવા કરવાનો હતો.

સ્વરાજની શાંતિપૂર્ણ પ્રાપ્તિ માટેના પ્રચારને આગળ વધારવા માટે, નવજીવન (નવું જીવન પ્રદાન કરવા) કરવા આ ધ્યેય પરિપૂર્ણતા માટે; અને ખાસ કરીને:

  • ચરખા અને ખાદીનો પ્રચાર કરવો;
  • અસ્પૃશ્યતા દૂર કરવા માટેનો પ્રચાર કરવો;
  • હિન્દુઓ અને મુસલમાનો અને ભારતમાં સ્થાયી થયેલા વિવિધ સમુદાયો વચ્ચે એકતાનો પ્રચાર કરવા;
  • ટેનેરીઓ, ડેરીઓ અને આવી અન્ય સંસ્થાઓ શરૂ કરવા અને તેનું વ્યવસ્થાપન કરવાનો પ્રચાર કરીને ગાયને બચાવવા માટેની રચનાત્મક રીત લોકો સમક્ષ રજૂ કરવી;
  • સ્ત્રીઓની પ્રગતિ માટે નીચેની રીતો પ્રચાર કરવો:
૧. બાળ-લગ્નનો વિરોધ
૨. સંયમિત રીતે વિધવા-પુનર્લગ્નના વિચારનો પ્રચાર
૩. સ્ત્રીઓ માટે શિક્ષણ;
  • દેશભરના લોકોની નજરમાં અંગ્રેજી ભાષાની અકુદરતી ચકાચાંદને તોડી તેની જગ્યાએ હિન્દી અથવા હિન્દુસ્તાનીની સ્થાપના માટે પ્રચાર કરવો છે;
  • લોકોની ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય ઉન્નતિને અનુરૂપ એવા જર્નલ અને પુસ્તકોના અન્ય પ્રકાશન દ્વારા પ્રચાર કરવો;
  • સંસ્થા દ્વારા હાથ ધરાયેલા અખબારોમાં અને તેના દ્વારા પ્રકાશિત પત્રિકાઓ, પુસ્તકો વગેરેમાં જાહેરાત ન લેવી; સંસ્થાના ધ્યેયો અને ઉદ્દેશ્યોની વિરુદ્ધ છાપવાનું કામ સંસ્થાના પ્રિન્ટિંગ પ્રેસમાં સ્વીકારવું નહીં;
  • વહીવટી વર્ષના અંત પછી ત્રણ મહિનાની અંદર સંસ્થાની ગતિવિધિઓ અને તેના હિસાબોનું નિવેદન પ્રકાશિત કરવું;
  • હંમેશાં આત્મનિર્ભરતાના આધારે સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો આગ્રહ રાખવો.

નવજીવન ટ્રસ્ટનો અન્ય ઉદ્દેશ લોકોની ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય ઉન્નતિ માટે ગાંધીજીએ જે પ્રવૃત્તિઓ શરૂ કરી હતી તેનો જર્નલો અને પુસ્તકોના પ્રકાશન દ્વારા પ્રચાર કરવાનો હતો. તેણે આત્મનિર્ભરતાના આધારે બધી પ્રવૃત્તિઓ ચલાવવાની હતી. આત્મનિર્ભરતાના હેતુ માટે, પ્રેસ આવા લખાણોનું છાપવાનું કામ કરી શકે છે જે ટ્રસ્ટના ઉદ્દેશોની વિરુદ્ધ નથી. નવજીવન ટ્રસ્ટના સમર્પિત ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના ઉદ્દેશોનું સખ્તાઇથી પાલન કર્યું છે, આ માટે એમણે નફાકારક છાપકામના ખર્ચને જવા દીધો છે. તેવી જ રીતે ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત સામાયિકો, કાગળો અથવા પુસ્તકોમાં કોઈ જાહેરાત લેવામાં આવતી નથી. આત્મનિર્ભરતાના ઉદ્દેશ્યનું પણ સખ્તાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે, કારણ કે, ટ્રસ્ટ દ્વારા હજી સુધી કોઈ અનુદાન કે દાન સ્વીકાર્યું નથી.[સંદર્ભ આપો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. [૧] સંગ્રહિત મે ૧૫, ૨૦૦૮ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]