અમદાવાદ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અમદાવાદ
अहमदाबाद/Ahmedabad
કર્ણાવતી
—  મેટ્રોપોલિટન શહેર  —
અમદાવાદની ઓળખ
ઉપરથી ઘડિયાળના કાંટે સાબરમતી આશ્રમનું ગાંધી સ્મારક સંગ્રહાલય, અમદાવાદ રેલ્વે સ્ટેશન, સેપ્ટ યુનિવર્સિટી, કાંકરીયા તળાવ અને હઠીસિંગ મંદિરનો કીર્તિસ્તંભ

અમદાવાદનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°02′02″N 72°35′06″E / 23.033863°N 72.585022°E / 23.033863; 72.585022
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
સ્થાપના ઇ.સ.૧૪૧૧
મેયર બિજલબેન પટેલ[૧] (ભાજપ)
ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા
મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર
શહેરી વિકાસ સત્તાતંત્ર ઔડા
નગર નિગમ અ.મ્યુ.કો.
વોર્ડ ૬૪
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૫૫,૭૦,૫૮૫ (૨૦૧૧)

• 22,473/km2 (58,205/sq mi)
• ૬૩,૫૨,૨૫૪ (૭) (૨૦૧૧)

લિંગ પ્રમાણ ૧.૧૧ /
સાક્ષરતા

• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૮૬.૬૫% 

• ૯૨.૪૪%
• ૮૦.૨૯%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• મેટ્રો વિસ્તાર
• ઉંચાઇ

205 square kilometres (79 sq mi)

• 505 square kilometres (195 sq mi)
• 53 metres (174 ft)

આબોહવા

• વરસાદ
તાપમાન
• ઉનાળો
• શિયાળો

ઉષ્ણ કટિબંધ

     932 mm (36.7 in)
     34.26 °C (93.67 °F)
     38.82 °C (101.88 °F)
     14.45 °C (58.01 °F)

ISO 3166-2 IN-GJ-AH
વેબસાઇટ www.egovamc.com/

અમદાવાદ (ઉચ્ચારણ) ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે.[૨][૩] સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.

અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

એક કપડા પર અમદાવાદનો નકશો, ૧૯મી સદી

પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.[૪][૫]

એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા[૬] સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.

સોલંકી વંશનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા વંશના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.

ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે (મૂળ નામ: નાસીરુદીન અહમદશાહ) પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ'[૭] તરીકે ઓળખાવા લાગ્યું.

બાદશાહ અહમદશાહ ઈચ્છતો હતો કે જે વ્યક્તિઓએ કોઈપણ દિવસ બપોરની નમાજ ન પાડી હોય તેવા લોકો દ્રારા શહેર આબાદ બને તે માટે અહમદાબાદની સ્થાપના કરવી. ચાર વ્યક્તિઓએ ઈ.સ. ૧૪૧૧માં અહમદાબાદની સ્થાપના કરી જે ચાર વ્યક્તિઓમાં બાદશાહ અહમદશાહ, સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ, મલિક અહમદ અને અહમદ કાઝીનો સમાવેશ થાય છે.[સંદર્ભ આપો]

અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો[૮] (૧.૨૦ બપોરે, ગુરૂવાર, ધુ અલ-કિદાહ, હિજરી વર્ષ ૮૧૩[૯]). તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.

દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા.

ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.[૧૦] ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.[૧૧] ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.[૧૨] મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.[૧૩]

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ 'પૂર્વનું માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.

ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.

સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી છે જેનાથી શહેરની રોનક બદલાઇ છે. હાલમાં ૧૦.૪ કિમી ચાલવા માટેનો રસ્તો જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકવામા આવ્યો છે. આ ઉપંરાત મનોરંજન માટે સ્પીડ બોટ અને મોટર બોટ સવારી પણ નહેરુ બ્રિજ અને ગાંધી પુલ વચ્ચે કામ કરી રહી છે. ૨૦૦૯માં અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ છે જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે.[૧૪]

ભૂગોળ[ફેરફાર કરો]

અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે સ્થિત છે. જે ૪૬૪.૧૬ ચો. કિમી (૧૭૯ ચો. માઇલ) જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે[૧૫].

શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં આવેલું છે. શહેરમાં અનેક તળાવો છે, જે પૈકીનું સૌથી પ્રખ્યાત અને અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા તળાવ છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ, નારોલ/સરખેજ પાસે ચંડોળા તળાવ, બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવ, જીવરાજ પાર્કમાં મલાવ તળાવ, વટવાનું બીબી તળાવ વગેરે અન્ય મોટા તળાવો છે.

અમદાવાદ બી.આર.ટી.એસ[ફેરફાર કરો]

અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે,જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાકંપની છે. તે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા રચાયેલ છે. આ સેવાનો પહેલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને કાંકરિયા તળાવને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે.

મહત્વ[ફેરફાર કરો]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

સ્થળોની યાદી[ફેરફાર કરો]

 • તિરૂપતિ બાલાજી મંદિર, એસ. જી. માર્ગ
 • વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન, ઈસરો
 • ઓટોવર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ


અમદાવાદની તસ્વીરો
Amdavad Aerial.jpg
Altstadt Ahmedabad.jpg
Sidi Saiyyad Ni Jaali.jpg
Ahmedabad-VijaliGhar.jpg
Shree Swaminarayan Sampraday, Ahmedabad.jpg
Sanskar Kendra Museum.JPG
સાબરમતી નદી પર
આવેલા નવ પુલોનો એક નહેરુ પુલ
જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે.
અમદાવાદ શહેરની
એક પોળનું દ્રશ્ય
સીદી સૈયદની જાળી સીદી સૈયદની જાળીએથી વીજળીઘરની
દિશામાં પાડેલ છબી
સ્વામીનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદ સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ

હવામાન[ફેરફાર કરો]

૧૯મી મે ૨૦૧૬ના દિવસે બપોરે ૪૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાવાની સાથે અમદાવાદમાં તાપમાનનો છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો હતો. છેલ્લે ૧૭મી મે ૧૯૧૬ના દિવસે ૪૭.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું હતું[૧૬].

અમદાવાદની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૩૩ ૩૮ ૪૧ ૪૨.૮ ૪૩ ૪૩.૪ ૩૯ ૩૯ ૪૨ ૪૦ ૩૮ ૩૨ ૪૩.૪
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૨૮.૩ ૩૦.૪ ૩૫.૬ ૩૯.૮ ૪૧.૫ ૩૮.૪ ૩૩.૪ ૩૧.૮ ૩૪ ૩૫.૮ ૩૨.૮ ૨૯.૩ ૩૪.૨૬
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૧.૮ ૧૩.૯ ૧૮.૯ ૨૩.૭ ૨૬.૨ ૨૭.૨ ૨૫.૬ ૨૪.૬ ૨૪.૨ ૨૧.૧ ૧૬.૬ ૧૩.૨ ૨૦.૫૮
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) ૧૦ ૧૮ ૧૮ ૨૨ ૨૨ ૨૧ ૨૦ ૧૩ ૧૦
વરસાદ મિ.મી. (ઇંચ)
(૦.૦૭૯)

(૦.૦૩૯)

(૦)

(૦.૧૧૮)
૨૦
(૦.૭૮૭)
૧૦૩
(૪.૦૫૫)
૨૪૭
(૯.૭૨૪)
૨૮૮
(૧૧.૩૩૯)
૮૩
(૩.૨૬૮)
૨૩
(૦.૯૦૬)
૧૪
(૦.૫૫૧)

(૦.૧૯૭)
૭૮૯
(૩૧.૦૬)
સરેરાશ વરસાદી દિવસો (≥ 0.1 mm) ૦.૩ ૦.૩ ૦.૧ ૦.૩ ૦.૯ ૪.૮ ૧૩.૬ ૧૫ ૫.૮ ૧.૧ ૧.૧ ૦.૩ ૪૩.૬
સરેરાશ માસિક સૂર્યપ્રકાશિત દિવસો ૨૮૮.૩ ૨૭૪.૪ ૨૭૯ ૨૯૭ ૩૨૮.૬ ૨૩૭ ૧૩૦.૨ ૧૧૧.૬ ૨૨૨ ૨૯૧.૪ ૨૭૩ ૨૮૮.૩ ૩,૦૨૦.૮
સંદર્ભ: HKO[૧૭]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Bijal Patel appointed city Mayor". Ahmedabad Mirror. Retrieved 2018-12-14. Check date values in: |accessdate= (મદદ)
 2. "India: States and Major Agglomerations – Population Statistics, Maps, Charts, Weather and Web Information". citypopulation.de. 29 September 2016. the original માંથી 17 December 2014 પર સંગ્રહિત. Unknown parameter |url-status= ignored (મદદ); Check date values in: |date=, |archivedate= (મદદ)
 3. "Major Agglomerations of the World – Population Statistics and Maps". citypopulation.de. 1 January 2017. the original માંથી 2 April 2016 પર સંગ્રહિત. Unknown parameter |url-status= ignored (મદદ); Check date values in: |date=, |archivedate= (મદદ)
 4. Jane Turner (૧૯૯૬). The Dictionary of Art. 1. Grove. p. ૪૭૧. ISBN 9781884446009. Check date values in: |year= (મદદ)
 5. Rai, Neha (2018-11-28). "The History behind the names of Ahmedabad City". Ashaval.com (અંગ્રેજી માં). Retrieved 2019-09-28. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. અમદાવાદ. માર્ગ પબ્લિકેશન. ૨૮ જુલાઇ ૨૦૦૬. pp. ૧૭-૧૯. ISBN 8185026033. Unknown parameter |last૩= ignored (મદદ); Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |last૪= ignored (મદદ); Unknown parameter |first૪= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
 7. સેતુ શહેર મેપ: અમદાવાદ-ગાંધીનગર. સેતુ પબલીકેશન. ૧૯૯૮. p. ૧. Check date values in: |year= (મદદ)
 8. Pandya, Yatin (૧૪ નવેમ્બર ૨૦૧૦). "In Ahmedabad, history is still alive as tradition". dna. Retrieved ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 9. "History". અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. the original માંથી ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬. Jilkad is anglicized name of the month Dhu al-Qi'dah, Hijri year not mentioned but derived from date converter Check date values in: |accessdate=, |archive-date= (મદદ)
 10. G Kuppuram (૧૯૮૮). India Through the Ages: History, Art, Culture, and Religion. Sundeep Prakashan. p. ૭૩૯. ISBN 9788185067087. Retrieved ૨૬ જુલાઇ ૨૦૦૮. Check date values in: |accessdate=, |year= (મદદ)
 11. ધ મુઘલ થ્રોન by Abraham Eraly pg.47
 12. પ્રકાશ, ઓમ (૨૦૦૩). Encyclopaedic History of Indian Freedom Movement. અનમોલ પબ્લીકેશન. pp. ૨૮૨-૨૮૪. ISBN 8126109386. Retrieved ૨૬ જુલાઇ ૨૦૦૮. Check date values in: |accessdate=, |year= (મદદ)
 13. Kalia, Ravi (૨૦૦૪). "The Politics of Site". Gandhinagar: Building National Identity in Postcolonial India. Univ of South Carolina Press. pp. 30–59. ISBN 157003544X. Retrieved ૨૬ જુલાઇ ૨૦૦૮. Check date values in: |accessdate=, |year= (મદદ)
 14. કુમાર, મનિષ (૨૭ ડિસેમ્બર ૨૦૦૯). "BRTS bridges city's east-west divide". સમાચાર. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. Retrieved ૨૫ મે ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 15. "Amdavad city". Retrieved ૨૦ જુન ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
 16. "અમદાવાદના તાપમાન વિષેના નવગુજરાત સમયમાં પ્રથમ પાને સમાચાર" (PDF). Retrieved ૨૦ મે ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
 17. "અમદાવાદ-હવામાન". Retrieved ૧ મે ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: