નવનિર્માણ આંદોલન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નવનિર્માણ આંદોલન
તારીખ20 ડિસેમ્બર 1973 (1973-12-20) - 16 માર્ચ 1974 (1974-03-16)
સ્થળગુજરાત, ભારત
કારણોજાહેરજીવનમાં મોંઘવારી અને ભષ્ટ્રાચાર
ધ્યેયોમુખ્યમંત્રીનું રાજીનામું અને વિધાનસભાની વિખેરી નાખવી
વિરોધની રીતોવિરોધ કૂચ, શેરી વિરોધ, રમખાણ, ભૂખ હડતાલ, હડતાલ
પરિણામવિધાનસભાને વિખેરી નખાઇ અને નવી ચૂંટણીઓ
આંદોલનમાં સામેલ પક્ષો
નવનિર્માણ યુવક સમિતિ
કોંગ્રેસ (ઓ),
ભારતીય જન સંઘ
મુખ્ય વ્યક્તિઓ
બિન કેન્દ્રીત નેતાગીરી
હિંસા અને કાર્યવાહી
મૃત્યુઓઓછામાં ઓછાં ૧૦૦[૧][૨]
ઇજાગ્રસ્તો૧૦૦૦-૩૦૦૦[૧][૨]
ધરપકડો૮૦૦૦[૧][૨]

નવનિર્માણ આંદોલન ૧૯૭૪માં ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરાયેલી સામાજીક-રાજકીય ચળવળ હતી. આ આંદોલન આઝાદી પછી ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં એક માત્ર સફળ આંદોલન હતું.[૧][૨][૩]

ઘટનાઓ[ફેરફાર કરો]

જુલાઇ ૧૯૭૩માં ઘનશ્યામભાઈ ઓઝાની જગ્યાએ ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેમની સામે ભષ્ટ્રાચારના આરોપો હતા.[૧] ખાદ્ય પદાર્થોના ભાવોમાં વધારો થવાથી શહેરી મધ્યમ વર્ગ નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો.[૧][૨][૩]

પ્રારંભિક વિદ્યાર્થી વિરોધ[ફેરફાર કરો]

૨૦ ડિસેમ્બર ૧૯૭૩ ના દિવસે અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ છાત્રાલયના ભોજન શુલ્કમાં ૨૦ ટકાનો વધારો થવાથી હડતાલ પર ઉતરી આવ્યા.[૪][૫] આ પ્રકારની હડતાલ ૩ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં પણ થઇ જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઇ જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા. શૈક્ષણિક સંસ્થાનોમાં ૭ જાન્યુઆરીથી અચોક્કસ મુદ્તની હડતાલ શરૂ થઇ. તેમની માંગણી ભોજન અને શિક્ષણ સંબંધી હતી.[૩] અમદાવાદમાં મધ્યમ વર્ગ અને કેટલાક શ્રમિકો પણ આ વિરોધમાં જોડાયા અને તેમણે કેટલીક રેશનની દુકાનો પર હુમલોકર્યો.[૧] વિદ્યાર્થીઓ, વકીલો અને અધ્યાપકોએ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને આંદોલનને માર્ગદર્શન આપવા માટે એક સમિતિની રચના કરી, જે પાછળથી નવનિર્માણ યુવક સમિતિ તરીકે ઓળખાઇ.[૧][૩]

આંદોલનકારીઓએ ચીમનભાઇ પટેલના રાજીનામાની માંગણી કરી. ૧૦ જાન્યુઆરી એ અમદાવાદ અને વડોદરામાં હડતાલ બે દિવસ માટે હિંસક બની.[૩] ૨૫ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ આયોજીત રાજ્યવ્યાપી હડતાલમાં ૩૩ શહેરોમાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણોની ઘટનાઓ બની.[૧] સરકારે ૪૪ શહેરોમાં સંચારબંધી લાગુ કરી અને તેનાથી આંદોલન સમગ્ર ગુજરાતમાં વ્યાપ્યું.[૩] ૨૮ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ અમદાવાદમાં લશ્કરને બોલાવવામાં આવ્યું.[૧][૬]

રાજકીય ઘટનાઓ[ફેરફાર કરો]

આંદોલનના દબાણને કારણે ઈન્દિરા ગાંધીએ ચીમનભાઇ પટેલને રાજીનામું આપવાનું કહ્યું. તેમણે ૯ ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું.[૨][૩] રાજ્યપાલે વિધાનસભા સ્થગિત કરી નાખી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. વિરોધ પક્ષે વિધાનસભાને વિખેરી નાખવાની માગણી કરી.[૧] કોંગ્રેસ વિધાનસભામાં ૧૪૦ સભ્યો ધરાવતી હતી. કોંગ્રેસ (ઓ)ના ૧૫ સભ્યોએ ૧૬ ફેબ્રુઆરીના રોજ રાજીનામાં આપ્યા[૧] જેણે કારણે આંદોલને વેગ પકડ્યો. જન સંઘના ૩ ધારાસભ્યોએ પણ રાજીનામાં આપ્યા. માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓએ ૧૬૭ માંથી ૯૫ રાજીનામાંઓ મેળવ્યા. કોંગ્રેસ (ઓ)ના પ્રમુખ, મોરારજી દેસાઈ, ૧૨ માર્ચથી અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા. ૧૬ માર્ચના રોજ વિધાનસભાને વિખેરી નાખવામાં આવી અને આંદોલનનો અંત આવ્યો.[૧][૨][૩]

આ આંદોલનમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા, ૧૦૦૦ થી ૩૦૦૦ લોકો ઇજાગ્રસ્ત થયા અને ૮૦૦૦ લોકોથી ધરપકડ કરવામાં આવી હતી.[૧][૨]

પરિણામો[ફેરફાર કરો]

નવનિર્માણ યુવક સમિતિએ નવી ચૂંટણીઓ કરવાની માગણી કરી અને વિરોધપક્ષે તેનું સમર્થ કર્યું હતું. મોરારજી દેસાઈ આ માંગણીના ટેકામાં ૬ એપ્રિલ ૧૯૭૫ના રોજ અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ પર ઉતરી ગયા.[૧] છેવટે ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની જાહેરાત કરી જે ૧૦ જૂનના રોજ યોજવામાં આવી અને પરિણામો ૧૨ જૂન ૧૯૭૫ના રોજ જાહેર થયા. ઇન્દિરા ગાંધીની ચૂંટણીમાં ગોલમાલનો ચુકાદો પણ તે જ દિવસે આવ્યો જે પછીથી દેશમાં કટોકટીમાં પરિણમ્યો.[૧] આ દરમિયાન ચીમનભાઇ પટેલે પોતાના પક્ષ કિશાન મજદૂર લોકપક્ષની સ્થાપના કરી અને અલગથી ચૂંટણી લડ્યા. કોંગ્રેસે ચૂંટણીમાં હાર મેળવી અને માત્ર ૭૫ બેઠકો જીતી. કોંગ્રેસ (ઓ), જન સંઘ, PSP અને લોક દળનું સંગઠન જે જનતા મોર્ચા તરીકે જાણીતું હતું, તેમણે ૮૮ બેઠકો મેળવી અને બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. આ સરકાર ૯ મહિના ચાલી અને પછી માર્ચ ૧૯૭૬માં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું.[૨] ડિસેમ્બર ૧૯૭૬માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો અને માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા.[૧][૨]

પછીની ઘટનાઓ[ફેરફાર કરો]

જયપ્રકાશ નારાયણે ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૪ના રોજ ચીમનભાઇ પટેલના રાજીનામા પછી ગુજરાતની મુલાકાત લીધી, જોકે તેઓ આંદોલન સાથે સંકળાયેલા નહોતા. બિહારમાં તે વખતે બિહાર આંદોલન શરૂ થઇ ગયું હતું. નવનિમાર્ણ આંદોલને તેમને સંપૂર્ણ ક્રાંતિનો ખ્યાલ આપ્યો જે કટોકટીમાં પરિણમ્યો.[૧][૩] ત્યારબાદ જનતા મોર્ચો એ જનતા પક્ષમાં પરિવર્તિત થયો અને ૧૯૭૭માં ભારતની સામાન્ય ચૂંટણી પછી સૌ પ્રથમ બિન-કોંગ્રેસ સરકારની રચના થઇ અને મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા.[૨][૭][૮]

કોંગ્રેસે રાજકારણમાં મજબૂત બનવા માટે નવા જાતિ આધારિત ચૂંટણી વ્યૂહની રચના કરી જે KHAM (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) તરીકે જાણીતી બની. આનાથી ઉચ્ચ વર્ગે પોતાની રાજકીય પકડ અને મહત્વ પર ભય અનુભવ્યો અને તેમણે ૧૯૮૧માં લાગુ પડાયેલા આરક્ષણો સામે જલદ પ્રક્રિયાઓ આપી.[૪] આ પ્રક્રિયાઓ ૧૯૮૫માં મંડલ-વિરોધી રમખાણોમાં પરિણમી, જે પછીથી મુસ્લિમ વિરોધી બન્યા. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનો ઉદય આ સમયગાળા દરમિયાન થયો.[૯]

ચીમનભાઇ પટેલ ભાજપના ટેકાથી ૧૯૯૦માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.[૧]

આ આંદોલને રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘ અને તેના વિદ્યાર્થી પાંખ એબીવીપીના નેતાઓને રાજકારણમાં સ્થાપિત કરવામાં મદદ કરી. નરેન્દ્ર મોદી, જેઓ ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ૨૦૧૪માં ભારતના વડા પ્રધાન બન્યા તેઓ તેમાનાં એક હતા.[૧]

મહત્વ[ફેરફાર કરો]

નવનિર્માણ આંદોલને મધ્યમ વર્ગના લોકો અને વિદ્યાર્થીઓનો નાણાંકીય કટોકટી અને સરકારના ભષ્ટ્રાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આંદોલને સરકારને રાજીનામું આપવાની ફરજ પાડીને લોકશક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ ૧.૧૩ ૧.૧૪ ૧.૧૫ ૧.૧૬ ૧.૧૭ ૧.૧૮ ૧.૧૯ ૧.૨૦ Krishna, Ananth V. (૨૦૧૧). India Since Independence: Making Sense Of Indian Politics. Pearson Education India. p. ૧૧૭. ISBN 9788131734650. Retrieved ૨૨ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |year= (મદદ)
 2. ૨.૦૦ ૨.૦૧ ૨.૦૨ ૨.૦૩ ૨.૦૪ ૨.૦૫ ૨.૦૬ ૨.૦૭ ૨.૦૮ ૨.૦૯ ૨.૧૦ Dhar, P. N. (૨૦૦૦). Excerpted from 'Indira Gandhi, the "emergency", and Indian democracy' published in Business Standard. Oxford University Press. ISBN 9780195648997. Retrieved ૨૩ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |year= (મદદ)
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ Shah, Ghanshyam (૨૦ ડિસેમ્બર ૨૦૦૭). "Pulse of the people". India Today. Retrieved ૨૨ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. ૪.૦ ૪.૧ jain, Arun Kumar. Political Science. FK Publication. p. ૧૧૪. ISBN 9788189611866. Retrieved ૨૨ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
 5. "नवनिर्माणांच्या शिल्पकार" [Architect of Navnirman Movement]. Loksatta (મરાઠી માં). ૧૧ જૂન ૨૦૧૬. the original માંથી ૨ ઓગસ્ટ ૨૦૧૭ પર સંગ્રહિત. Retrieved ૨ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |access-date=, |date=, |archive-date= (મદદ)
 6. "1974: India inspired by Gujarat uprising". The Times of India (અંગ્રેજી માં). ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭. the original માંથી ૨ ઓગસ્ટ ૨૦૧૭ પર સંગ્રહિત. Retrieved ૨ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in: |access-date=, |date=, |archive-date= (મદદ)
 7. Katherine Frank (૨૦૦૨). Indira: The Life Of Indira Nehru Gandhi. Houghton Mifflin Harcourt. pp. ૩૭૧. ISBN 978-0-395-73097-3. Check date values in: |year= (મદદ)
 8. "The Rise of Indira Gandhi". Library of Congress Country Studies. Retrieved ૨૭ જૂન ૨૦૦૯. Check date values in: |accessdate= (મદદ)
 9. Sanghavi, Nagindas (૧૫ ઓક્ટોબર ૨૦૧૦). Mehta, Nalin, સંપા. From Navnirman to the anti-Mandal riots: the political trajectory of Gujarat (1974–1985). Issue 4. 1. pp. ૪૮૦-૪૯૩. doi:10.1080/19472498.2010.507021. Retrieved ૨૩ નવેમ્બર ૨૦૧૨. Unknown parameter |editor૨-first= ignored (મદદ); Unknown parameter |trans_title= ignored (મદદ); Unknown parameter |editor૨-last= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)

વધુ વાચન[ફેરફાર કરો]

 • Krishna, Ananth V. (૧ સપ્ટેમ્બર ૨૦૧૧). India Since Independence: Making Sense Of Indian Politics. Pearson Education India. p. ૧૧૭. ISBN 9788131734650. Check date values in: |date= (મદદ)
 • Sheth, Pravin N. (૧૯૭૭). Nav Nirman & political change in India: from Gujarat 1974 to New Delhi 1977. Vora. Check date values in: |year= (મદદ)