ચીમનભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ | |
---|---|
બેઠક | સંખેડા |
ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી | |
પદ પર ૧૮ જુલાઇ, ૧૯૭૩ – ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪ | |
પુરોગામી | ઘનશ્યામભાઈ ઓઝા |
અનુગામી | રાષ્ટ્રપતિ શાસન |
પદ પર ૪ માર્ચ, ૧૯૯૦ – ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ | |
પુરોગામી | માધવસિંહ સોલંકી |
અનુગામી | છબીલદાસ મહેતા |
અંગત વિગતો | |
જન્મ | ૩ જૂન, ૧૯૨૯ ચિખોદ્રા, સંખેડા તાલુકો, વડોદરા જિલ્લો |
મૃત્યુ | ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | ઉર્મીલાબેન પટેલ |
સંતાનો | સિદ્ધાર્થ પટેલ, સુહ્રુદ પટેલ, સુજાતા પટેલ |
નિવાસસ્થાન | રેવારણ્ય, અમદાવાદ |
ચીમનભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા.
શિક્ષણ
[ફેરફાર કરો]તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજ, વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયેલો. તેઓ ૧૯૫૦માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયેલા. તેમણે એ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતકની પદવી મેળવેલી.
રાજકીય કારકિર્દી
[ફેરફાર કરો]૧૯૬૭માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં જોડાયા. તેઓ ઘનશ્યામભાઈ ઓઝાના મંત્રીમંડળમાં પણ મંત્રીપદે રહેલા. ૧૭ જુલાઇ, ૧૯૭૩માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ગબડાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા. તેઓએ ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪ સુધી આ પદભાર સંભાળ્યો. ૧૯૭૪માં ભ્રષ્ટાચાર વિરુદ્ધના નવનિર્માણ આંદોલનને કારણે તેઓને પદ છોડવું પડ્યું. પક્ષમાંથી હકાલપટ્ટી બાદ તેઓએ બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની હેઠળના જનતા મોર્ચાની સરકારની રચનામાં સહયોગ આપ્યો. તેઓ ફરીથી ૪ માર્ચ, ૧૯૯૦ના રોજ, જનતા દળ (ગુજરાત)-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન વાળી સરકારમાં મુખ્યમંત્રી બન્યા. ૨૫ ઓક્ટોબર, ૧૯૯૦માં ગઠબંધનમાં ભંગાણ પડ્યું અને તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૩૪ ધારાસભ્યોનો ટેકો લઈ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા. પછીથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેમના અવસાન, ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪, સુધી જોડાયેલા રહ્યા.
તેઓ સ્વપ્નદૃષ્ટા નેતા અને આધુનિક ઔદ્યોગીક ગુજરાતનાં નિર્માતા તરીકે યાદ રખાયા. તેમણે મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં ‘સરદાર સરોવર બંધ (નર્મદા બંધ) પરિયોજના’ની પરિકલ્પના કરી અને બીજી મુદ્દતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ કરાયું. તેમણે નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી સમાન ગણાવેલો.
આ ઉપરાંત તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો, રિફાઈનરીઓ અને વિજ ઉત્પાદન મથકોના વિકાસના અમલકર્તા બન્યા હોય. પોતાની બીજી મુદ્દત દરમિયાન તેઓ સમગ્ર ભારતમા પ્રથમમાંના એક એવા મુખ્યમંત્રી હતા જેમણે ગૌવધ, અને મહત્વના જૈન તહેવાર પર્યુષણના દશ દિવસો દરમિયાન દરેક પ્રકારના પ્રાણીઓના વધ અને માંસના વેચાણ, પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કર્યો. આ કાયદાકીય પ્રતિબંધ ૩ ઓક્ટોબર, ૧૯૯૩થી અમલમાં આવ્યો.[૧][૨][૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "ભારત સરકારનું કૃષિમંત્રાલય, પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ વિભાગ, "20. Plight of the Cow in modern India, ક્રમાંક:૧૧૨-૧૧૪ વાંચો"". મૂળ માંથી 2013-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-05.
- ↑ ઉપરોક્ત સંદર્ભના નોંધપાત્ર વાક્યો :
* 112. Soon after, Shri Sunderlal Patwa, the then Chief Minister of Madhya Pradesh, got a legislation passed in the State for total ban on cow slaughter and he was honoured for it. A similar attempt was made by the Gujarat Chief Minister, Chimanbhai Patel, after the murder of an activist Geetaben Shah in 1993. Shri Patel got a resolution passed and issued an ordinance banning cow slaughter. Administrative orders were also issued, banning the slaughter of all animals during the 10-day Jain festival of Paryushan. The Gujarat Government also launched a State-wide drive against illegal slaughter houses. All these actions were opposed by the butchers,, who were the killers of animal activists like Geetaben Shah.
* 114. As mentioned earlier, the martyrdom of Gitaben at Ahmedabad resulted in Chimanbhai Government passing legislation for a complete ban on 3rd October, 1993. (Paper clipping is annexed herewith as Annex I (13). - ↑ india today news
- History of 'Gujarat Ministry' from 1960 સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન