અમરસિંહ ચૌધરી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અમરસિંહ ચૌધરી
ગુજરાતના આઠમા મુખ્યમંત્રી
પદભારનો સમયગાળો
૬ જુલાઇ, ૧૯૮૫ – ૯ ડિસેમ્બર, ૧૯૮૯
પૂર્વગામી માધવસિંહ સોલંકી
અનુગામી માધવસિંહ સોલંકી
અંગત માહિતી
જન્મ ૩૧ જુલાઇ, ૧૯૪૧
ડોલવણ, વ્યારા તાલુકો, સુરત, ગુજરાત, ભારત
અવસાન ૧૫ ઓગસ્ટ, ૨૦૦૪
અમદાવાદ, ગુજરાત
રાજકિય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથી ગજરાબેન
સંતાન તુષાર ચૌધરી
ધર્મ હિન્દુ

અમરસિંહ ભીલાભાઈ ચૌધરી (જુલાઇ ૩૧ ૧૯૪૧ - ઓગસ્ટ ૧૫ ૨૦૦૪) નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ ખાતે રહેતા આદિવાસી કુટુંબમાં થયો હતો. તેઓ ઇ. સ. ૧૯૮૫ થી ઇ. સ. ૧૯૮૯ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. જૂન ૨૦૦૧ થી જુલાઇ ૨૦૦૨ સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પદે રહ્યા. ઇ. સ. ૨૦૦૨માં તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચુંટાયા.

અભ્યાસ અને પૂર્વકાળ[ફેરફાર કરો]

અમરસિંહ ચૌધરી એ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય માંથી સિવિલ ઇજનેરની પદવી મેળવેલ હતી. રાજકારણ માં આવવા પૂર્વે તેઓ ગુજરાત સરકાર ના સિંચાઈ વિભાગ માં ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા.

અવસાન[ફેરફાર કરો]

જુલાઇ ૨૪ ૨૦૦૪નાં તેઓને કિડની અને લિવરની માંદગીને કારણે અમદાવાદમાં દવાખાનામાં દાખલ કરાયા, જ્યાં લાંબી માંદગી અને હ્રદયરોગનાં હુમલાને કારણે ઓગસ્ટ ૧૫ ૨૦૦૪ના દિવસે તેઓનું અવસાન થયું.

અન્ય વિગતો[ફેરફાર કરો]

તેમના પુત્ર ડો. તુષાર ચૌધરી હાલમાં ભારત દેશની ૧૪મી લોકસભાના બારડોલી લોકસભા મતવિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. તેઓએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.