લખાણ પર જાઓ

ડોલવણ

વિકિપીડિયામાંથી
ડોલવણ
—  ગામ  —
ડોલવણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°06′37″N 73°23′49″E / 21.110209°N 73.396993°E / 21.110209; 73.396993
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો ડોલવણ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, જુવાર, કેરી, શાકભાજી

ડોલવણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનું ગામ અને મુખ્ય મથક છે. ડોલવણ ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, સરકારી આયુર્વેદ હોસ્પીટલ, પોલીસ ચોકી, આંગણવાડી, પંચાયતઘર, ખેતીનાં ઉત્પાદનોની વેચાણ માટેનો એકમ, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવાં કાર્યો કરે છે. આ ગામ આસપાસમાં આવેલાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં નાનું બજાર વિકસ્યું છે.

આ ગામ વાપી-શામળાજી રાજ્ય ધોરી માર્ગ નં. ૫ અ પર આવેલું છે. આ ઉપરાંત આ ગામ તાલુકા તેમ જ જિલ્લા મથક ડોલવણ સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. ડોલવણ ચાર રસ્તા પરથી પૂર્વ દિશામાં પાટી, પશ્ચિમ દિશામાં વલવાડા, ઉત્તર દિશામાં ડોલવણ તેમ જ બુહારી અને દક્ષિણ દિશામાં ઉનાઇ જવાય છે.

આ ગામ ખાસ કરીને ભીંડા ની ખેતી માટે જગ વિખ્યાત છે.

જાણીતા વ્યક્તિઓ

[ફેરફાર કરો]