લખાણ પર જાઓ

ઉનાઇ

વિકિપીડિયામાંથી
ઉનાઇ
—  ગામ  —
ઉનાઇનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા
ઉનાઇ રેલ્વે સ્ટેશન

ઉનાઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે, તેમ જ આસપાસનાં ગામડાંઓ માટે વેપારમથક પણ છે. અહીં આવેલા ઉનાઇ માતાના મંદિર પાસેના ગરમ પાણીના કુંડને કારણે ગુજરાતભરમાં ઉનાઇ ગામ પ્રખ્યાત છે. આ મંદિરે બારેમાસ દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે.[] ઉનાઇ સરા લાઇન તરીકે ઓળખાતી નેરોગેજ રેલ્વે દ્વારા બીલીમોરા સાથે જોડાયેલ છે, જે ગાડી દિવસમાં બે વાર બીલીમોરાથી વઘઇ વચ્ચે દોડે છે અને પરત થાય છે.

ઉનાઇ ગામમાંથી વાપી-શામળાજી રાજ્ય ધોરી માર્ગ નં. ૫-અ પસાર થાય છે, જેના કારણે અહીંથી વિવિધ સ્થળોએ જવાની સગવડ સરળતાથી મળી રહે છે. આસપાસનાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં નાના પાયે બજાર વિકાસ પામ્યું છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પોલીસ મથક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સગવડો પ્રાપ્ય છે.

ઉનાઇની આસપાસ ચરવી, સિણધઇ, ખંભાલીયા, ચઢાવ, બારતાડ વગેરે ગામો આવેલાં છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. DeshGujarat (૨૩ મે ૨૦૧૫). "Unai hot water spring totally dries up!". DeshGujarat. મેળવેલ ૭ ફેબ્રુઆરી ૨૦૧૬.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]