લખાણ પર જાઓ

સિણધઇ

વિકિપીડિયામાંથી
સિણધઇ
—  ગામ  —
સિણધઇનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા


સિણધઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. સિણધઇ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. સિણધઇ ગામમાં અંબિકા નદીના કિનારા પર આવેલું ભવ્ય સાંઇ મંદિર જોવાલાયક છે.

સિણધઇ ગામ પ્રખ્યાત યાત્રાધામ ઉનાઇથી વહેવલ જતા માર્ગ પર ઉનાઇથી માત્ર ૨ (બે) કિલોમીટરના અંતરે પશ્ચિમ દિશામાં આવેલું છે.

આ ગામમાં મુખ્ય વસ્તી આદિવાસીઓની છે. અહીંના લોકો ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે. આ ઉપરાંત થોડાં પાટીદાર લોકોનાં ઘરો પણ આવેલાં છે. અંહીનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજી છે.