અંબિકા નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અંબિકા નદી
નદી
નાની વઘઇ ખાતે જૂના પૂલ પાસેથી કાંઠાભેર વહેતી અંબિકા નદી
દેશ ભારત
રાજ્ય ડાંગ જિલ્લો
લંબાઈ ૧૩૬ km (૮૫ mi)

અંબિકા નદી ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ડાંગ અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે.[૧]

અંબિકા પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્‍વની નદી છે. આ નદીનો સ્‍ત્રાવક્ષેત્ર ગુજરાત અને મહારાષ્‍ટ્ર રાજ્યમાં આવેલો છે. આ નદી મહારાષ્ટ્રમાં આવેલા નાસિક જિલ્‍લાના સુરગાણા તાલુકામાં આવેલા કોટાંબી ગામ નજીકથી સાપુતારાના ડુંગરોમાથી નીકળે છે અને નવસારી જિલ્લાના બીલીમોરા નજીક અરબ સાગરમાં ભળી જાય છે. આ નદી ૧૩૬ કિલોમીટર જેટલુ અંતર કાપી અરબી સમુદ્રમાં ભળે છે. આ નદીનો પરિસર ર૦° ૧૩° થી ર૦° પ૭° ઉત્તર અક્ષાંસ વચ્‍ચે અને ૭રં° ૪૮° થી ૭૩° પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલ છે, જેનો સ્‍ત્રાવ ક્ષેત્ર વિસ્‍તાર ર,૮૧પ ચોરસ કિલોમીટર જેટલો છે. આ પરીસરમાં ગુજરાત રાજ્યના નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો તેમજ મહારાષ્‍ટ્રના નાસિક જિલ્‍લાના થોડાક ભાગનો સમાવેશ થાય છે. આ નદીમાં તેની ઉપનદીઓ પૈકી મહત્વનું યોગદાન આપતી ખાપરી, કોસખાડી, વોલણ નદી, ખરેરા નદી તેમ જ કાવેરી નદી ભળી જાય છે.[૨]

અંબિકા નદીના કિનારા પર સાકળપાતળ, નાનાપાડા, બારખાંધ્યા, રંભાસ, વઘઇ, ડુંગરડા, વાટી, કાળાઆંબા, સરા, પદમડુંગરી, ઉનાઇ, સિણધઇ, વહેવલ, ઉમરા, કાંકરીયા, જોગવાડ, બોરીઆચ, વેગામ, પીંજરા, ઇચ્છાપોર, માણેકપોર, ગડત, સોનવાડી, અજરાઈ, કછોલી, તલોધ, હાથિયાવાડી, ધમડાછા, બીલીમોરા વગેરે ગામો આવેલાં છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]