હીરણ નદી
દેખાવ
હીરણ નદી | |
---|---|
![]() સાસણ ગીરના જંગલમાંથી પસાર થતી હિરણ નદીની છબી. છબીમાં સાસણ-વિસાવદર મીટર-ગેજ રેલ્વે લાઈનનો પુલ પણ દૃષ્યમાન છે. | |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | તાલાલા |
લંબાઇ | ૪૦ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | સાસણ ટેકરીઓ |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | કમલેશ્વર બંધ (હીરણ-૧), ઉમરેઠી બંધ (હીરણ-૨) |
હીરણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે.[૧] આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સરસ્વતી નદી અને અંબાખોઇ નામના ઝરણા નો સમાવેશ થાય છે. અસંખ્ય ફાંટાઓ હોવાને કારણે આ નદી મોટાભાગે તાલાલા પાસે વિલિન થઇ જાય છે. હીરણ નદીની આસપાસ જૈવિક વૈવિધ્ય અને માનવ વસવાટ વિકસ્યો છે.
કમલેશ્વર બંધ (હીરણ-૧)[૨] અને ઉમરેઠી બંધ (હીરણ-૨)[૩] આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.
લોકસાહિત્ય/સાહિત્યમાં
[ફેરફાર કરો]- ચારણી સાહિત્યકાર કવિ દાદે હીરણ નદીનું વિગતવાર વર્ણન કરતું એક ગીત "હીરણ હલકારી, જોબનવાળી, નદી નખરાળી" લખ્યું છે.[૪]
- ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સોરઠ, તારાં વહેતાં પાણી (૨૮. પાછા જવાશે નહિ) માં આ નદીનો ઉલ્લેખ આવે છે.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "હીરણ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-01-19 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "હિરણ-૧ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "હિરણ-૨ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ Nadi Rupaali Nakhrali યુટ્યુબ પર
- ↑ "સોરઠ, તારાં વહેતાં પાણી/૨૮. પાછા જવાશે નહિ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-16.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
![]() | આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |