આજી નદી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આજી નદી
River
રેલ્વે પુલ પરથી દેખાતી આજી નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
વિસ્તાર સૌરાષ્ટ્ર
જિલ્લાઓ રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો
Tributaries
 - left ડોન્ડી નદી, ન્યારી નદી
 - right લાલપરી નદી
શહેર રાજકોટ
Landmark આજી બંધ ૧ (આજી બંધ ૨) ( આજી બંધ ૩)
Source
 - location લોધિકા, રાજકોટ જિલ્લો, ગુજરાત, ભારત
મુખપ્રદેશ કચ્છનો અખાત, અરબી સમુદ્ર
 - સ્થાન રણજીતપર, જામનગર, ગુજરાત, ભારત
લંબાઇ ૧૦૨ km (૬૩ mi)
રાજકોટ શહેરમાંથી વહેતી આજી નદી

આજી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની મહત્વની નદી છે. આજી નદી રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના લોધિકા ગામ પાસેના ડુંગરામાંથી નીકળી, જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાત (અરબી સમુદ્ર)માં ભળી જાય છે.[૧]

કુલ ૧૦૨ કિલોમીટર લંબાઇ ધરાવતી આજી નદી રાજકોટ જિલ્લામાં ૬૩ કિલોમીટર અને જામનગર જિલ્લામાં ૪૨ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડે છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતી આજી નદી પર ચાર નાના-મોટા બંધ બાંધવામાં આવેલા છે. જે પૈકી મુખ્ય બંધ આજી ડેમ રાજકોટ શહેર પાસે આવેલો છે.

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદી જળશુધ્ધીકરણ યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદીની આસપાસ પાકા પાળાનું બાંધકામ તેમ જ વૃક્ષોના વાવેતરનું કાર્ય પણ શરુ કરવામાં આવ્યું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આજી નદી". Retrieved ૧૫ માર્ચ ૨૦૧૬.