લખાણ પર જાઓ

વાંકળ નદી

વિકિપીડિયામાંથી
વાંકળ નદી
વાંકળ નદીનો સ્ત્રાવક્ષેત્ર
સ્થાન
દેશભારત
રાજ્યરાજસ્થાન અને ગુજરાત
ભૌગોલિક લક્ષણો
સ્રોતઉદયપુર જિલ્લો[]
નદીનું મુખસાબરમતી નદી
 • અક્ષાંશ-રેખાંશ
24°20′27″N 73°06′31″E / 24.3407°N 73.1085°E / 24.3407; 73.1085
વિસ્તાર૧૮૫૧ ચો. કિમી.[]

વાંકળ નદી ભારતના રાજસ્થાન અને ગુજરાત રાજ્યોમાં સાબરમતી નદીની સહાયક નદી છે.

વાંકળ નદી અરવલ્લી પર્વતમાળાની દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી નીકળે છે,[] અને ૧૫૮ કિમી વહ્યા પછી સાબરમતી નદીને મળે છે. માનસી અને પરવી એ વાંકળ નદીની બે મુખ્ય ઉપનદીઓ છે.[]

સ્ત્રાવક્ષેત્ર

[ફેરફાર કરો]

વાંકળ નદીનો સ્ત્રાવક્ષેત્ર ૧૮૫૧ ચો.કિમી. છે અને તે રાજસ્થાનના ઉદેપુર જિલ્લા અને ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ફેલાયેલો છે.[] તેમાંથી ૯૮% વિસ્તાર રાજસ્થાનમાં અને બાકીનો ગુજરાતમાં છે.[] [] તેની સરેરાશ વાર્ષિક પાણીની આવક ૩૧૯.૪ મિલિયન ક્યુબિક મીટર છે.

સ્ત્રાવક્ષેત્રમાં સિંચાઇની ૨૪ નાની યોજનાઓ આવેલી છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા ૬૫.૯૮ મિલિયન ક્યુબિક મીટરની છે.[] માનસી વાંકળ બંધ આ ક્ષેત્રનો સૌથી મોટો બંધ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Surface Water Resources Assessment Report - Wakal River Basin, Rajasthan, India. Global Water Sustainability Program. 2008.
  2. Planning of Water Resources of Rajasthan State, Report 4.2 - Basin-Wise Water Availability. Tahal Group. 2014.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Jain, Sharad K; Agarwal, Pushpendra K; Singh, Vijay P (2007). Hydrology and Water Resources of India. Springer. ISBN 9781402051807.
  4. Biswas, Himadri (2008). Numerical groundwater flow modeling in the Wakal River basin, India. Miami: Florida International University.
  5. Wakal Hydrogeology Assessment Report - Wakal River Basin, Rajasthan, India. Miami: Global Water Sustainability Program. 2008.
  6. Sinha, A. K. (2012). An Integrated Approach of Groundwater Management in Wakal River Basin using Remote Sensing and Geographical Information System. Udaipur.
  7. Planning of Water Resources of Rajasthan State, Report 4.3 - Detailed Study of Catchment Area. Tahal Group. 2014.