કાળુભાર નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કાળુભાર
નદી
ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચમારડીના પહેલા અને ચોગઠ ગામનાં ફાંટા પછી આવતા પુલ પરથી લેવાયેલી કાળુભાર નદીની છબી. આ સ્થળેથી નદી ભાલ વિસ્તારમાં પ્રવેશે છે.
દેશ  ભારત
રાજ્ય ગુજરાત
મુખ
 - સ્થાન ખંભાતનો અખાત, ભારત
લંબાઈ ૯૪ km (૫૮ mi)

કાળુભાર નદી ગુજરાતમાં આવેલી નદી છે.

આ નદી અમરેલી જિલ્લાના બાબરા પાસેના ચમારડી ગામ પાસેથી નીકળી ભાવનગર જિલ્લાના ચમારડી પાસેથી ભાલ વિસ્તાર માં પ્રવેશે છે અને છેવટે ૯૪ કિલોમીટર જેટલું અંતર કાપી ને ભાવનગર પાસે ખંભાતના અખાત ને મળે છે. આ નદીનું સ્ત્રાવક્ષેત્ર ૧,૯૬૫ ચો. કિ.મી. છે. આ નદી પર ગઢડા તાલુકાના રાજપીપળા ગામ પાસે કાળુભાર બંધ આવેલ છે, જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૬૬૭ ચો. કિ.મી. છે.[૧]

કાંઠા પર વસેલા ગામ અને શહેર[ફેરફાર કરો]

  1. કપરડી
  2. દડવા (રાં)
  3. ચોગઠ
  4. ચમારડી (તા. બાબરા)
  5. ચમારડી (તા.વલ્લભીપુર)
  6. રાથળી
  7. ઊમરાળા
  8. રતનપુર
  9. ભોજાવદર
  10. તરપાળા

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]