ભાલ વિસ્તાર
Jump to navigation
Jump to search
ભાલ વિસ્તારના કમીયાળા ગામ પાસે ઘઉંનાં એક ખેતરની છબી
ભાવનગર અને અમદાવાદ જિલ્લાના મળીને કુલ ૯૪ ગામોના સમુહ વડે બનતો, દરિયા કાંઠાનો અને સવાના પ્રકારના ઘાસિયા મેદાનો ધરાવતો વિસ્તાર ભાલ વિસ્તાર તરીકે ઓળખાય છે. પ્રકૃતિપ્રેમીઓ માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન છે, કેમકે આ વિસ્તારમાં પશુ-પક્ષીઓની અનેકવિધ જાતિ/પ્રજાતિઓ જોવા મળે છે. આ વિસ્તારના ભાલીયા ઘઉં અત્યંત પ્રખ્યાત છે.
અનુક્રમણિકા
નામ[ફેરફાર કરો]
સંસ્કૃત ભાષામાં ભાલ શબ્દનો અર્થ કપાળ થાય છે. આ વિસ્તાર કપાળ જેવો સપાટ અને કાંકરા-પત્થર વગરનો હોવાથી કદાચ એવું નામ પડ્યું હોવાનું મનાય છે.