કચ્છનું નાનું રણ

વિકિપીડિયામાંથી
કચ્છન નાના રણનું ગુજરાતમાં સ્થાન બતાવતો નક્શો
જંગલી ગધેડો- ઘૂડખર

કચ્છનું નાનું રણ[૧][૨] એ એક ક્ષાર કળણ છે જે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કચ્છના મોટા રણની બાજુમાં આવેલું છે.

ઘુડખર અભયારણ્ય[ફેરફાર કરો]

આ અભયારણ્ય એ ભારતીય જંગલી ગધેડા એટલે કે ઘુડખરનું વિશ્વનું અંતિમ આશ્રય સ્થળ છે. તેમના સંવર્ધન માટે આ સ્થાનને ભારતીય ઘુડખર અભયારણ્ય જાહેર કરાયું છે.

આ ક્ષેત્ર દુષ્કાળગ્રસ્ત અને અત્યંત શુષ્ક હોવા છતાં જૈવિક વિવિધતાથી સંપન્ન છે. આ ક્ષેત્ર ઘણા સ્થાનીય અને સ્થળાંતર કરનારા જળપક્ષીઓ જેમકે ક્રોંચ, બતક, બગલા, પેલીકન, સૂરખાબ અને જમીન પરના પક્ષીઓ જેમકે ગ્રાઉસ, ફ્રેંકોલીન અને ભારતીય બસ્ટર્ડ જેવા પક્ષીઓનું નિવાસ સ્થાન છે.

આ સ્થળ ઘુડખર સિવાય પણ ઘણા અન્ય સસ્તનો જેમ કે ભારતીય શિયાળ (કેનીસ ઈન્ડિકા), લાલ શિયાળ કે રણનું શિયાળ અને નિલગાયનું આશ્રયસ્થાન છે.

જીવાવરણ સંવર્ધન ક્ષેત્ર - વિશ્વ ધરોહર સ્થળ[ફેરફાર કરો]

આ ક્ષેત્રને વન વિભાગ દ્વારા જીવાવરણ સંવર્ધન ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે જેમાં ઉષ્ણ કટિબંધીય અને કિનાર પટ્ટીના પ્રદેશના પર્યાવરણનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રને યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી પરિયોજના માનવ અને જીવાવરણ (Man and Biosphere-MAB) હેઠળ સમાવાયું છે. આ પરિયોજના હેઠળ અહીંના જીવાવરણના વૈવિધ્યનું સંવર્ધન, સંશોધન, નિરીક્ષણ અને અવિનાશી વિકાસ યોજના હાથ ધરવામાં આવશે. આ પરિયોજના યુનેસ્કોને મોકલાઈ છે અને તેની સૂચિમાં શામેલ પણ કરાઈ છે. [૩][૪][૫]

પારંપારિક મીઠાના અગરો[ફેરફાર કરો]

અહીં પારંપારિક રીતે મીઠું પકવવાનો વ્યવસાય કરવામાં આવે છે[૬]જેને ગુજરાત રાજ્યનું વન ખાતું વિકસાવવાની વિરોધમાં છે કેમકે આ વ્યવસાય દ્વારા આ ક્ષેત્રના પર્યાવરણ પર અસર થવાની શક્યતા છે અને તેનું પરિણામ જંગલી ગધેડા પર પડવાની શક્યતા છે.

ઝીંગા ઉછેર ઉદ્યોગ[ફેરફાર કરો]

આ ક્ષેત્રમાં હવે ઝીંગા ઉછેર હાથ ધરાયું છે કેમકે મીઠુ પકવવા કરતા તે વધુ ફાયદાકારક છે. આ ઉદ્યોગનો પણ વન વિભાગ વિરોધ કરે છે[સંદર્ભ આપો].

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Needed in the Little Rann of Kutch, a marketing strategy worth its salt to help the Agariyas (2 page article online); by Adam Halliday; Jul 15, 2009; Indian Express Newspaper
  2. RTI revelation: govt has no data on Little Rann of Kutch (2 page article online); by Kamran Sulaimani; Feb 03, 2009; Indian Express Newspaper
  3. Nomination entry - UNESCO World Heritage Centre
  4. Kutch gets biosphere reserve status - The Greater and Little Rann of Kutch have finally got the much-awaited status of biosphere reserve.
  5. Kutch’s wild ass habitat may soon get heritage label (2 Page article online); by DP Bhattacharya; Jul 26, 2007; Indian Express Newspaper
  6. The salt-panners of the little Rann સંગ્રહિત ૨૦૧૬-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન; kuensel online; Nov 16, 2009; asiaone news; Singapore Press Holdings
  • Rann of Kutch seasonal salt marsh (IM0901); Ecoregion Profile, Flooded Grasslands and Savannas; World Wildlife Fund Report; This text was originally published in the book Terrestrial ecoregions of the Indo-Pacific: a conservation assessment from Island Press. This assessment offers an in-depth analysis of the biodiversity and conservation status of the Indo-Pacific's ecoregions. Also see: Rann of Kutch seasonal salt marsh (IM0901); Flooded Grasslands and Savannas; WildWorld; All text by World Wildlife Fund © 2001; National Geographic Society