જીસ્વાન
Appearance
પ્રકાર | સરકારી વેબસાઇટ / નેટવર્ક |
---|---|
પ્રાપ્ત છે | ગુજરાતી, અંગ્રેજી |
માલિક | ગુજરાત સરકાર |
વેબસાઇટ | http://gswan.gov.in |
વ્યવસાયિક? | ના |
શરૂઆત | ૨૦૦૧ |
હાલની સ્થિતિ | ચાલુ |
જીસ્વાન (અંગ્રેજી:GSWAN) એ ભારતના ગુજરાત રાજ્યનું સરકારી ઇન્ટરનેટ માટેનું જાળ છે. જીસ્વાનની શરૂઆત સને ૨૦૦૧-૦૨માં થઇ હતી.[૧] અંગ્રેજીમાં GSWAN એટલે Gujarat Sate Wide Area Network.
ગુજરાતના જિલ્લા તથા તાલુકા સ્તરની કચેરીઓમાં ઇ૧ લીઝ્ડ લાઇનથી જીસ્વાનની કનેક્ટીવીટી આપવામાં આવી છે. જીસ્વાન દ્વારા ડીજીટલ માહિતી (ડેટા) અવાજ, તથા વિડીયોની આપલે કરી શકાય છે.
નેટવર્ક ટેક્નોલોજી
[ફેરફાર કરો]જીસ્વાનનું ડેટા સેન્ટર ગાંધીનગર ખાતે આવેલું છે. જીસ્વાન દ્વારા ગુજરાત સરકારની ઘણી બધી વેબસાઇટ્સ તથા વેબ એપ્લીકેશન ચાલે છે.
જીસ્વાનનું નેટવર્ક ત્રણ સ્તરમાં છે:
- પહેલું સ્તર ગાંધીનગર ખાતે છે. જ્યાં જીસ્વાનનું સર્વર છે.
- બીજું સ્તર જિલ્લા કક્ષાએ રાખવામાં આવેલ છે.
- ત્રીજું સ્તર તાલુકા કક્ષાએ છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- જીસ્વાનની અધીકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૦૬-૧૬ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-03-06 પર સંગ્રહિત. મેળવેલ 2015-02-23.