ડાંગ જિલ્લો
ડાંગ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
![]() ગીરા જળધોધ | |
![]() ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સ્થાન | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
મુખ્ય મથક | આહવા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨,૨૮,૨૯૧ |
સમય વિસ્તાર | ભારતીય માનક સમય (UTC+૫:૩૦) |
ડાંગ જિલ્લો એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે, જેનું મુખ્યમથક આહવા છે.
ભૂગોળ[ફેરફાર કરો]
જિલ્લાનો વિસ્તાર ૧,૭૬૪ ચો.કિ.મી. છે. ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો, પશ્ચિમ દિશાને અડીને નવસારી જિલ્લો, જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે.
આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે. અહીં હોળી (શીમગા) તહેવાર વખતે યોજાતા ડાંગ દરબાર ના કારણે ડાંગ જાણીતુ છે.
નદીઓ[ફેરફાર કરો]
ડાંગ જિલ્લાની મહત્વની નદીઓ નીચે પ્રમાણે છે:
તાલુકાઓ[ફેરફાર કરો]
ડાંગ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો હતો. તેનું વિભાજન કરીને બે નવાં તાલુકાઓ બનાવવામાં આવ્યા છે.[૨]
ભૌગોલીક અને સાંસ્કૃતિક મહત્વ[ફેરફાર કરો]
ડાંગ જિલ્લાને બ્રિટિશરો The Dangs નામથી ઓળખતા હતા.
જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]
- ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા વઘઇ નજીક સરકારી આયુર્વેદિક દવા ઉગાડવાનુ મોટું ઉદ્યાન (બોટોનિકલ ગાર્ડન) આવેલું છે.
- વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધ
- ગિરિમથકો: સાપુતારા અને ડોન
- ગિરમાળ ગામ ખાતે ગિરા નદી ઉપર આવેલો ગિરા ધોધ
- સુબિર ખાતે શબરી ધામ તેમ જ પંપા સરોવર
- ચનખલ ગામ નજીક ચનખલ ધોધ
- મહાલ વિસ્તારનું ગાઢ જંગલ
- ભેંસકાતરી નજીક પુર્ણા નદીના તટે માયાદેવી મંદિર
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "The Dangs District Population Religion - Gujarat, The Dangs Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૨૩ જૂન ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "New Districts and Talukas of Gujarat". www.updatesmarugujarat.in (અંગ્રેજી માં). Retrieved 23 June 2017. Check date values in:
|accessdate=
(મદદ)
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કોમન્સ પર ડાંગ જિલ્લો સંબંધિત માધ્યમો છે. |
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |