લખાણ પર જાઓ

સુબિર

વિકિપીડિયામાંથી
સુબિર
—  ગામ  —
સુબિરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો સુબિર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

સુબિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર તાલુકાનું ગામ અને તાલુકાનું મુખ્ય મથક છે.

સુબિરથી ચાર દિશામાં જતા માર્ગો ભેગા મળતા હોવાને કારણે આ ગામ આસપાસના વિસ્તારનું કેન્દ્ર બન્યું છે. અહીંથી ઉત્તર દિશામાં મહારાષ્ટ્રમાં આવેલા નવાપુર, દક્ષિણ દિશામાં જિલ્લાના મુખ્ય મથક આહવા, પૂર્વ દિશામાં પિપલદહાડ થઇ મહારાષ્ટ્રમાં આવેલા વારસા, તેમ જ પશ્ચિમ દિશામાં મહાલ થઇ સોનગઢ જતા માર્ગો આવેલા છે.

સુબિર ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપુર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વન વિભાગનું અતિથીગૃહ, આંગણવાડી, પોલીસચોકી, તળાવ તેમ જ દૂધની ડેરી જેવી સગવડ પ્રાપ્ય છે.

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

અહીં થી પિપલદહાડ જવાના માર્ગ પર ત્રણ કિલોમીટરના અંતરે શબરી ધામ ખાતે ભવ્ય મંદિર, પશ્ચિમ દિશામાં મહાલ ખાતે પૂર્ણા વન્યજીવ અભયારણ્ય તેમ જ ઉત્તર દિશામાં શિંગાણા ગામથી પશ્ચિમ દિશામાં આશરે ૮ કિલોમીટર જેટલા અંતરે ગિરમાળ ધોધ આવેલ છે.