આહવા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આહવા
—  ગામ  —
આહવાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′0″N 73°41′0″E / 20.75000°N 73.68333°E / 20.75000; 73.68333Coordinates: 20°45′0″N 73°41′0″E / 20.75000°N 73.68333°E / 20.75000; 73.68333
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
નજીકના શહેર(ઓ) સુરત
લોકસભા મતવિસ્તાર વલસાડ
વિધાનસભા મતવિસ્તાર ડાંગ-વાંસદા
વસ્તી ૧૫,૦૦૪ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૪૭૦ મીટર (૧,૫૪૦ ફુ)

આહવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય ડાંગ જિલ્લાનું તેમ જ આહવા તાલુકાનું મુખ્યમથક છે.

વિસ્તારો[ફેરફાર કરો]

વેરીયસ કોલોની, મિશન પાડા, સરદાર બજાર, તાલુકા શાળા, સરકારી માધ્યમિક શાળા, રેવન્યુ કોલોની, સીવીલ હોસ્પીટલ વગેરે અહીંના વિસ્તાર છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

આહવા ખાતે હોળીના તહેવાર પહેલાં યોજાતો ડાંગ દરબાર જોવાલયક ઉત્સવ છે.

આહવાથી મોટરમાર્ગે નવાપુર, બાબુલઘાટ, સોનગઢ, વ્યારા, નાસિક, ચિખલી વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, શિવમંદિર (ઘોઘલી ઘાટ), ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.

વસતી[ફેરફાર કરો]

ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસતી સૌથી વધુ છે. આહવાની વસતી ૧૫,૦૦૪ લોકોની છે જેમાં ૭,૬૭૭ પુરુષો અને ૭,૩૨૭ સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

૦ થી ૬ વર્ષના બાળકોનું પ્રમાણ ૧૧.૪૮ ટકા છે. રાજ્યના સરેરાશ સ્ત્રી-પુરુષ દર ૯૧૯ની સામે અહીં ૯૫૪નો દર છે. આહવા શહેરની સાક્ષરતા ૯૦.૩૯ ટકા છે, જે રાજ્યની સરેરાશ ૭૮.૦૩ ટકા કરતાં વધુ છે. પુરુષોમાં સાક્ષરતા ૯૪.૨૫ ટકા અને સ્ત્રીઓમાં ૮૬.૩૮ ટકા છે.

સંદર્ભ[ફેરફાર કરો]