દેવીનામાળ પ્રકૃતિ-પ્રવાસન કેન્દ્ર
દેવીનામાળ પ્રકૃતિ-પ્રવાસન કેન્દ્ર અથવા દેવીનામાળ ઈકો ટુરિઝમ સેન્ટર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ ગાઢ જંગલો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નજીક આવેલ એક પ્રાકૃતિક સ્થળ છે. આ સ્થળ પર આહવા થી ગલકુંડ જતા રાજ્ય ધોરી માર્ગ પર આહવાથી આશરે ૩ કિલોમીટર જેટલા અંતર પછી પશ્ચિમ દિશામાં ૧ કિલોમીટર જેટલા કાચા સડક માર્ગ દ્વારા જઈ શકાય છે.
આ સ્થળને ગુજરાત રાજ્ય વન વિભાગે પ્રકૃતિ-પ્રવાસસ્થળ ( ઇકો ટુરિઝમ ) તરીકે સાચવવાનું તેમ જ પ્રવાસીઓને આકર્ષવાનું નક્કી કર્યું છે.[૧] વિદ્યાર્થીઓ માટે વન્ય સંપત્તિના શૈક્ષેણિક અવલોકન માટે આ અનેરી જગ્યા છે. અહીં વન પર્યાવરણ વિષયની શિબિરોનું આયોજન ગુજરાત રાજ્ય વન વિભાગ તરફથી કરવામાં આવે છે.
આ ઉપરાંત સહેલાણીઓ માટે તંબુઓ, વ્યાખ્યા/માર્ગદર્શન કેન્દ્ર, બાંબુ-માંચડો, રસોઈઘર, વારિગૃહ જેવી સુવિધા ઊભી કરવામાં આવી છે.[૨] ૫૦ થી ૬૦ જણાના જૂથમાં વિદ્યાર્થીઓ, યુવામંડળો, શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ, સાહસિક સંસ્થાઓ ભાગ લઇ શકે છે. અહીં જવા માટે ડાંગ દક્ષિણ વન વિભાગના અધિકારી, રેંજ ફોરેસ્ટ ઓફિસ, આહવાનો સંપર્ક કરી શકાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Dang beckons tourists this monsoon". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૩૧ ઓગસ્ટ ૨૦૧૬. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૧૭.
- ↑ Italia, Janak (૫ ઓગસ્ટ ૨૦૧૪). "Gujaratinfo.org: Devinamal Eco-tourism Campsite, Dangs, Gujarat". Gujaratinfo.org. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૧૭.