પૂર્ણા વન્યજીવ અભયારણ્ય

વિકિપીડિયામાંથી
પૂર્ણા વન્યજીવ અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
મહાલ ગામ ખાતે વન-શિબિરના સ્થળ પાસે વહેતી પૂર્ણા નદી
Map showing the location of પૂર્ણા વન્યજીવ અભયારણ્ય
Map showing the location of પૂર્ણા વન્યજીવ અભયારણ્ય
પૂર્ણા વન્યજીવ અભયારણ્યનું ગુજરાતમાં સ્થાન
Map showing the location of પૂર્ણા વન્યજીવ અભયારણ્ય
Map showing the location of પૂર્ણા વન્યજીવ અભયારણ્ય
પૂર્ણા વન્યજીવ અભયારણ્ય (India)
સ્થળડાંગ જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરઆહવા
અક્ષાંશ-રેખાંશ20°55′N 73°42′E / 20.91°N 73.7°E / 20.91; 73.7
વિસ્તાર160.84 km2 (62.10 sq mi)
સ્થાપનાજુલાઇ ૧૯૯૦
નિયામક સંસ્થાગુજરાત રાજ્ય વનવિભાગ

પૂર્ણા વન્યજીવ અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લા તેમ જ તાપી જિલ્લામાં થી પસાર થતી પૂર્ણા નદી તેમ જ તેની ઉપનદી ગિરા નદીની આસપાસના વિસ્તારમાં ફેલાયેલ સંરક્ષિત જંગલ છે.

પૂર્ણા નદીના ખીણ વિસ્તારમાં ફેલાયેલું ગાઢું તેમ જ વરસાદી જંગલ છે, જે જંગલી સજીવો કરતાં વૃક્ષ વૈવિધ્ય માટે વધારે પ્રચલિત છે. વાંસ, સાગ, સિસમ સહિતના કદાવર અને તોતિંગ વૃક્ષો અહીંના જંગલમાં થાય છે. આ ઉપરાંત દીપડા પણ અહીં વસવાટ કરે છે. આ જંગલોમાં વરસે ૨૫૦૦ મિલિમીટર કરતાં વધુ વરસાદ પડે છે, જેથી અહીં ગુજરાત રાજ્યનાં સૌથી ગાઢ જંગલો છે.

જૈવિક વૈવિધ્ય[ફેરફાર કરો]

આ જંગલ વિસ્તારમાં લગભગ ૭૦૦ જેટલી વનસ્પતિઓની વિવિધતા જોવા મળે છે[૧] [૨].

કેટલાંક જંગલી પ્રાણીઓ જેમ કે દીપડો, વાંદરા, માંકડાં, રાની બિલાડી, હરણ, ચિતળ, સાબર, ઝરખ પણ અહીં જોવા મળે છે.

૧૩૯ પક્ષીઓની પ્રજાતિઓ આ જંગલમાં ઈ. સ. ૧૯૯૯ થી ઈ. સ. ૨૦૦૩ના સમયગાળામાં નોંધવામાં આવી છે. જેમાં કોમન ગ્રે હોર્નબીલ, ગ્રે જંગલ ફાઉલ, બાર્બેટ, લક્કડખોદ, શ્રાઈક, ક્લોરોપ્સીસ, માખીમાર, ફ્લાય કેચર તેમ જ રાપ્ટર જેવાં પક્ષીઓ સમાવિષ્ટ છે[૩][૪].

ઈ. સ. ૨૦૦૦ થી ૨૦૦૧ના સમયગાળામાં આ વિસ્તારમાં ૧૧૬ જેટલી કરોળિયાની પ્રજાતિઓ હોવાની નોંધ કરવામાં આવી છે.[૫].

સ્થાન[ફેરફાર કરો]

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા થી પૂર્ણા વન્યજીવ અભરાણ્યનું કેન્દ્ર મહાલ ગામ આશરે ૨૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. મહાલ થી ૧૧૦ કિલોમીટર (આશરે) દૂર આવેલું સુરત સૌથી નજીકનું વિમાન મથક છે. વ્યારા સૌથી નજીકનું રેલવે મથક (૪૫ કિલોમીટર) છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Biodiversity Conservation Under the Project State Environmental Action Programmme[sic]. Gujarat Ecological Society. ૨૦૦૨. પૃષ્ઠ ૫૯.
  2. 20 Popular National Parks and wildlife sanctuaries in Gujarat
  3. Bird list at ebird.org
  4. Significant bird records and local extinctions in Purna and Ratanmahal Wildlife Sanctuaries,Gujarat, India-PRANAV TRIVEDI and V. C. SONI
  5. Spiders of Purna Wildlife Sanctuary, Dangs, Gujarat - Manju Siliwal, B.Suresh and Bonny Pilo

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]