ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય

વિકિપીડિયામાંથી
ડાયનોસોરના જીવાશ્મ ઇંડાઓ, ઇંદ્રોડા જીવાશ્મ ઉદ્યાન

ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કે જે ઇંદ્રોડા પાર્ક તરીકે પણ ઓળખાય છે તે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલું છે.[૧] સાબરમતી નદીના કિનારે આવેલું આ અભયારણ્ય ૪૦૦ એકરમાં ફેલાયેલું છે. અભયારણ્યના એક ભાગમાં ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન પણ વિકસાવવામાં આવ્યો છે. આ કારણે ઘણી વખત તેને ઈંદ્રોડા ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આવેલું આ એક માત્ર ડાયનોસોર સંગ્રહાલય છે.[૨]

આ ઉદ્યાનનું સંચાલન ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER) દ્વારા થાય છે અને તે ભારતનો જ્યુરાસિક પાર્ક કહેવાય છે, જોકે વાસ્તવમાં અહીં સંગ્રહેલ જીવાશ્મો જ્યુરાસિક યુગના પછીના એવા ક્રેટાસિયોસ યુગના છે, જે લગભગ ૬.૬ કરોડ વર્ષ જૂના છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Gujarat – Jurassic Park of India". The Times of India. ૧૭ નવેમ્બર ૨૦૦૪. મૂળ માંથી 2012-10-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૦૮.
  2. "Gujarat: the Jurassic Park of India". IANS. ૨૬ ફેબ્રુઆરી ૨૦૦૮. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૦૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]