રામપરા અભયારણ્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રામપરા અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
Map showing the location of રામપરા અભયારણ્ય
Map showing the location of રામપરા અભયારણ્ય
રામપરા અભયારણ્યનું સ્થળ
સ્થળમોરબી જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરમોરબી
અક્ષાંશ-રેખાંશ22°10′N 71°29′E / 22.167°N 71.483°E / 22.167; 71.483
વિસ્તાર15
સ્થાપનાનવેમ્બર ૧૯૮૮
નિયામક સંસ્થાગુજરાત વનવિભાગ
www.gujaratforest.org/wildlife-rampara1.htm

રામપરા અભયારણ્યમોરબી જિલ્લામાં આવેલું [૧] આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[૨] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[૩] છે. આ અભયારણ્ય મોટા વૃક્ષો ન ધરાવતો વનરાજીવાળો વિસ્તાર છે. કાંટાળા ઝાડી-ઝાંખરા વચ્ચે ધાસના ઉગાવાથી છવાયેલ અહીનું ભુપૃષ્ઠ પશુ, પક્ષી અને વનસ્પતિની વિવિધ જાતોને આશરો પુરો પાડે છે. ભુપૃષ્ઠ મોટેભાગે સમતલ છે, જે કોઇ કોઇ જગ્યાએ ઉચાણ અને નિચાણ ધરાવે છે. અભયારણ્યની ફરતે આવેલ ટેકરીઓ એ આ અભયારણ્યની સરહદ છે. આ અભયારણ્ય ૨૮૦ જાતની વનસ્પતિ, ૧૩૦ જાતના પક્ષી અને ૨૦ કરતા વધારે સસ્તન અને સરીસૃપ પ્રાણીઓનું નિવાસસ્થાન અને તેની તેમના સંરક્ષણ માટે અગત્યનો ભાગ ભજવે છે. અભયારણ્યની વચ્ચે આવેલો નિરિક્ષણ મિનારો મુલાકાતીઓને અભયારણ્યના દૃષ્યોને માણવાની પુરતી તકો આપે છે. બે નાનકડાં ઝરણાં પણ અહીંયા જોવા મળી જાય છે.

આ પણ જુવો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ગુજરાત વનવિભાગ, રામપરા અભયારણ્ય
  2. "આરક્ષીત વિસ્તારોની યાદી". worldwildlife.org. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. Retrieved ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "રામપરા અભયારણ્યની માહિતિ". gujaratforest.gov.in. વનવિભાગ, ગુજરાત સરકાર. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. Retrieved ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)