પાણીયા અભયારણ્ય

વિકિપીડિયામાંથી
પાણીયા અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
ગુજરાતના અભયારણ્યો
Map showing the location of પાણીયા અભયારણ્ય
Map showing the location of પાણીયા અભયારણ્ય
સ્થળઅમરેલી જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરઅમરેલી
અક્ષાંશ-રેખાંશ21°23′N 70°59′E / 21.383°N 70.983°E / 21.383; 70.983
વિસ્તાર૩૯.૬૪ ચો.કી.મી.
સ્થાપનાજૂન ૧૯૮૯
નિયામક સંસ્થાગુજરાત રાજ્ય વનવિભાગ
www.gujaratforest.org/wildlife-pania1.htm

પાણીયા અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલું સિંહ, દીપડા, ઝરખ, ચિંકારા, નીલગાય તથા વિવિધ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. આ અભયારણ્યની જાહેરાત જૂન ૧૯૮૯માં કરાઈ. અભયારણ્યનો વિસ્તાર ૩૯.૬૪ ચો.કિ.મી. છે. બહુધા તેને ચાંચાઈ-પાણીયા અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીં દેશી બાવળ, ખેર, ગોરડ, બોરડી, ખાખરો, વાંસ, કરમદી જેવા વૃક્ષો જોવા મળે છે.[૧] આ અભયારણ્ય અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલું છે. માર્ગ રસ્તે જૂનાગઢ, અમરેલી, ધારી અને વિસાવદરથી પહોંચી શકાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "વન વિભાગ-પાણીયા અભયારણ્ય વેબસાઈટ". મૂળ માંથી 2013-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-11.