અમદાવાદ જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મધ્ય ગુજરાતના જિલ્લાઓ

અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે અને સાબરમતી નદીના કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર, અમદાવાદ તેનું વડુંમથક છે. અમદાવાદ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 'જિલ્લા પંચાયત ભવન' ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે. ૨૦૦૧ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી ૫૮,૧૬,૫૧૯ છે જે પૈકી ૮૦.૧૮% શહેરી છે.

અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પૂર્વ દિશામાંની સીમા પર ખેડા જિલ્લો, દક્ષિણ દિશામાંની સીમા પર ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો તથા પશ્ચિમ દિશામાની સીમાઓ પર સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે.

અમદાવાદ જિલ્લાના તાલુકાઓ

અમદાવાદ શહેર - ગુજરાતનું હ્ય્દયઃ કહેવાય છે કે આજથી એક હજાર વર્ષ પૂર્વ આશાવલની આસાવલ નામનું સમૃઘ્ધ નગર અસ્તિત્વમાં હતુ. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી નામ પડય્ું આશાવલ. આ નગર પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતનું એક સારું નગર હતું. આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ મન લશ્કરી વ્યૂહત્મકતાની દ્રષ્ટિએ આ નગર અગત્યનું સ્થાન બન્યું.

અમદાવાદની હોસ્પિટલઃ અમદાવાદ તેની તબીબી સેવાઓ માટે પણ આજે વિશ્વ કક્ષાએ નામના મેળવી રહ્યું અહીં ગરીબ મઘ્યમવર્ગની સેવા કરતી સરકારી તેમજ વિવિધ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોની સાથે સાથે બિનનિવાસી ભારતીયો વિદેશોઓની ખાસ તબીબી સારવાર કરતી અત્યંત આધુનિક હોસ્પિટલો પણ આકાર પામી રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ આ પ્રકારની એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. જેનાં પરિસરમાં કાર્યરત એમ.પી.શાહ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, કીડની હોસ્પિટલ, કાર્ડિયાક ઇન્સ્ટિસ્યુટ જેવી સંસ્થાઓએ વિશ્વભરમાં નામના મેળવી છે.

ભદ્રનો કિલ્લો:અમદાવાદના નિર્માણનો આરંભ જે રાજગઢના બાંધકામથી થયો તે ‘ભદ્રના કિલ્લા’ તરીકે ઓળખાય છે. ‘મિરાતે અહમદી’માં તેને ‘અરકનો કિલ્લો’ પણ કહ્યો છે. ભદ્રના કિલ્લાનો પાયો ઇ.સ. ૧૪૧૧માં નખાયો હતો. તેમાં ૧૪ બુરજ, શાહી ટકોરખાનું ૮ દરવાજા અને ૨ બારીઓ હતી અને તેની દિવાલો પર ૧૮ મોટી તોપો રાખવામાં આવી હતી. કિલ્લાનું મુખ્ય પ્રવશેદ્વાર એટલે કે ભદ્રના કિલ્લાનો દરવાજો સપસવ્ય પ્રકારનો છે.

ત્રણ દરવાજા:ભદ્રના કિલ્લાની સામે આવેલા મેદાનનાં સામેનાં શાહના છેડે શહેરની જુમ્મા મસ્જિદમાં જવા માટેના રાજમાર્ગ પર ત્રણ દરવાજા સુલતાન અહેમદે બંધાવ્યા છે. આ દરવાજાને ત્રણ કમાનો છે. ત્રણ દરવાજા આજે પણ અમદાવાદની શાન છે. એની કમાનો ઘાટીલી અને કલાત્મક છે. વચલા દરવાજાની બંને બાજુ મિનારાની બાંધણી જેવા સુંદર ગોખવાળા બુરજો છે.

જુમ્મા મસ્જિદ:અહેમદશાહના સમયનાં બાંધકામોમાં જૈનો અગ્રક્રમ આવી શકે તેવી, ગુજરાત અને હિન્દુસ્તાનનાં મુસ્લિમ સ્થાપત્યોમાં પ્રથમ પંક્તિમાં આવી શકે તેવી અમદાવાદની જુમ્મા મસ્જિદ કરતાં બસ્સો વર્ષ પછી બંધાયેલી છે. એટલે એ બંનેની તુલનામાં અમદાવાદની જુમ્મા મસ્જિદનું સ્થાપત્ય એ જમાના કરતા વધુ કલાત્મક છે. અમદાવાદની આ મસ્જિદ અંદર અને બહારનાં દેખાવમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સુંદર સમવન્વય સમી છે. અંદરના ભાગમાં મંદિરોના મંડપોની રચનાની સ્પષ્ટ ઝલક દેખાય છે, જ્યારે કમાનો અને મિનારાઓ ઇસ્લામ સ્થાપત્યના નમુના છે.

સીદી સૈયદની મસ્જિદ (જાળી):લાલ પથ્થર પરનું બારીક અને શ્રેષ્ઠ જાળી કામ ધરાવતી અને તેના કારણે સમગ્ર ભારતના કલાત્મક નમુનાઓમાં અગ્રસ્થાન પામેલ આ મસ્જિદ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી છે. રાણી સીપ્રીની મસ્જિદ જેવી નાનકડી છતા પોતાની કલાત્મક કોતરણીની દ્રષ્ટિએ વધુ પ્રખ્યાત આ મસ્જિદ તેની દિવાલ પરની પથ્થરની અંદરની બારીક કોતરણીવાળી જાળીઓને કારણે જગવિખ્યાત છે.

સરખેજનો રોજો અને સરોવર:સરખેજ ગામને અડીને આવેલ અમદાવાદનું ઐતિહાસિક સ્મારક એટલે સરખેજનો રોજો. આપણી વિરાસતમાં જંજર્રિત અવશેષોમાંથી કાયાપલટ કરાવીને તેને અદ્યતન એવું નવલુંરૂપ આવી લોકભોગ્ય બનાવવાનો યશ દીર્ધદ્રષ્ટા નેતૃત્વને જાય છે. ઔડાનાં માઘ્યમથી અને સરખેજ રોજા કમિટીનાં સહયોગથી આવા ભગીરથ કાર્યને મુર્તિમંત કરીને આજે સરખેજનો રોજો સામાન્ય શહેરજન માટે નિઃરસ ઐતિહાસિક સ્મારક ન બની રહેતાં આકર્ષક બાંધણી સાથેનું તળાવ વિવિધ વૃક્ષોસભર સુંદર ઉદ્યાન, વોકીંગ ટ્રેક, લીલીછમલોન, બાળકો માટેનું ક્રીડાંગ, આશરે ૧૫૦૦ વ્યકિતઓને સમાવી શકે તેવું ‘‘એમ્ફી થિયેટર’’ જેવી સુવિધાઓથી સજજ ધમધમતું પ્રવાસી સ્થળ બનાવવાની નેમ સાથે સરખેજ-ગાંધીનગર હાઇવે સીધા જોડાણ માટેનો પાકો રસ્તો પણ તૈયાર કરેલ છે.

કાંકરીયા તળાવ:આ તળાવ ગુજરાતના સુલતાન કૃત્બુદ્દિન ઇ.સ. ૧૪૫૧માં બંધાવ્યું હતું. તેનું મુળ નામ હૌજે કુતુબ હતુ. પણ પાછળથી તેનું નામ કાંકરીયા પ્રચલિત થયું. કાંકરીયા તળાવને ૧૯૦ ફુટ લાંબી ૩૪ એકસરખી બાજુ છે. તેનો વ્યાસ ૬૮૩ વારનો છે. તેનો ઘેરાવો ૨૧૫૩ વાર એટલે કે અંદાજે સવા બે કિ.મી.નો છે. તેનું ક્ષેત્રફળ ૭૬ એકર છે. કિનારા પર બાર થાંભલાઓના મંડપોની બેઠકો બનાવેલી છે. ગરનાળા અને ગરણી નકશીદાર છે.

દાદા હરિની વાવ:ગુજરાત તેની સ્થાપત્યકળા માટે ખૂબજ જાણીતું છે અને તેમાંય વાવો માટે તો ખાસ. આ વાવોની રચના સૂર્યની પ્રચંડ ગરમીથી ઠંડક મેળવવાના આશયથી કરવામાં આવતી હતી. ગુજરાત જેવી અને જેટલી સુંદર વાવો ભારતના કોઇ જ પ્રદેશમાં નથી. અસારવા વિસ્તારમાં આવેલી દાદા હરિની આવી જ સુંદર વાવ છે. આ વાવ સુલતાન મહેમુદ બગડાના અંતઃપુરની આગળ પડતી હરિર નામની સ્ત્રીએ બંધાવી હતી. આઇ બાઇ હરિર સુલતાન મહેમુદ બેગડાની પોતાની અથવા એના કોઇ મોટા શાહજાદાની ધાવ માતા હશે એમ એની આગળના ‘દાદા’ શબ્દ પરથી લાગે છે. આ બાઇ હરિરે હરિરપુર વસાવ્યાનું લેખમાં લખ્યું છે જે અમદાવાદ નગરના ઇશાન ખુણામાં આવેલું હતું.

સત્યાગ્રહ આશ્રમ:આધુનિક યુગના મહત્વના પ્રવાસ સ્થળ તરીકે જાણીતા બનેલા આ આશ્રમમાંથી ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સફળ લડત દાંડીકુચનો આરંભ કર્યો હતો. ૧૯૩૦ સુધી ગાંધીજીની સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિનું કેન્દ્ર સાબરમતી આશ્રમ રહ્યું હતું. ૧૯૩૦માં દાંડીકુચ સમયે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી.

ગુજરાત યુનિર્વસિટી:ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના સને ૧૯૫૦માં ભારતનાં ઉપપ્રધાનમંત્રી અને ગુજરાતનાં પનોતા પુત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનાં વરદ્દ હસ્તે કરવામાં આવેલ છે જેની સાથે અનેક કોલેજો-શિક્ષણ સંસ્થાઓ સંગલગ્ન છે. તેનાં વિશાળ પરિસરમાં ભાષા, ભવન, વિજ્ઞાન, સમાજવિદ્યા, ભૂગોળ, ઇતિહાસ, કાયદા વિદ્યા શાખાનાં અનુસ્નાતક વિધાભવનો આવેલા છે. ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે વાંચનાલય, હોસ્ટેલ સુવિધા તેમજ જુદી જુદી રમતનાં મેદાનો તેમજ સંકુલો સાથેની સુવિધા ધરાવતી વિશાળ જગ્યામાં યુનિવર્સિટીનું કામકાજ ચાલે છે. ગુજરાત અનેક તજજ્ઞો, સાક્ષરો ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થી હોવાનું ગૌરવ અનુભવે છે. અને ગુજરાત પણ તેઓનાં માટે ગૌરવ અનુભવે છે.

નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન:ભારત સરકારના વાણિજય અને ઉધોગ મંત્રાલય અંતર્ગત એક સ્વાયત સંસ્થા તરીકે ૧૯૬૧થી કાર્યરત નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન-એન.આઈ.ડી. સંસ્થાએ ડિઝાઇન, એપ્લાઈડ રિસર્ચ, ટ્રેઈનીંગ, ડિઝાઈન કન્સલ્ટન્સની સર્વિસ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે.

આઇ.આઈ.એમ.:આઈ.આઈ.એમ.ની સ્થાપના સને ૧૯૬૧માં મહાન વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈનાં પ્રયાસથી કરવામાં આવી જેમાં માતબર નાણાંકીય યોગદાન કસ્તુરભાઈ લાલભાઈનું રહ્યું હતું. એન્જીનીયરીંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામનાં અભ્યાસક્રમને જોડીને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદાર બનનારા ભવિષ્યમાં મેનેજમેન્ટ નિષ્ણાતો તૈયાર કરવાનું સ્વપ્ન જવાહરલાલ નેહરુનું હતું. જેને સાકાર કરવાનું કામ ડો.સારાભાઈ અને ઉદાર ઉધોગપતિ અને સખાવતી કસ્તુરભાઈ લાલભાઈએ કર્યું. એટલે કે મેનેજમેન્ટ અને ઉધોગને જોડવાનું કામનાં શ્રી ગણેશ થયા! આજે ફકત કેમ્પસ ઈન્ટરવ્યુમાં લાખો રૂપિયા કે કરોડો રૂપિયાનો પગારની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટીય ઓફર પ્રાપ્ત કરતાં મેનેજમેન્ટ નિષ્ણાંતો ચહેરા પાછળ કેટકેટલા આયોજનો અને અરમાનોએ ભાગ ભજવ્યો છે.

ઇસરો:૧૯૭૦નાં દાયકામાં અવકાશ સંશોધનનાં ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં સ્થપાયેલ સીમાચિહ્નરૂપ પ્રયોગશાળા-સંસ્થામાં સેટેલાઇટ એપ્લીકેશન અંગેની માળખાગત સુવિધાઓ તેમજ અદ્યતન અને ખૂબ જ સંવેદનશીલ એવાં અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ સંસ્થા છે. જે ભારતવર્ષનાં અવકાર સંશોધન ક્ષેત્રની શૃંખલારૂપ સંસ્થાઓ પૈકીની પાયાની સંસ્થા છે. ભારત વર્ષના અવકાશ સંશોધન ક્ષેત્રમાં ગુજરાત ગૌરવ લઇ શકે તેવી ઘર આંગણાની વિશિષ્ટ સંસ્થા છે.

સાલ હોસ્પિટલ:અમદાવાદના વસ્ત્રાપુર-થલતેજનાં વિસ્તારના અદ્યતન તબીબી સાધનોથી સજ્જ, નિષ્ણાંત તબીબોની ટીમ ધરાવતી અત્યાધુનિક હોસ્પિટલ ૨૪ કલાક તબીબી સેવા પુરી પાડવા સજ્જ છે. જેમાં ઉપલબ્ધ સંપૂર્ણ બોડી ચેકઅપ તેમજ જુદાં જુદાં પ્રકારના ટેસ્ટ કરાવવા માટે આધારભુત અને છેલ્લામાં છેલ્લી ઢબના સાધનો ઉપલબ્ધ છે.

નળ સરોવર:અમદાવાદથી આશરે પાંસઠ કિલોમીટરની અંતરે આવેલું દેશનું સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીનાં સૌથી મોટા સરોવર પૈકીનું એક એવું નળ સરોવર પ્રખ્યાત પક્ષીતીર્થ છે. શિયાળાની શરૂઆતની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન ઓકટોબર માસથી શરૂ થાય છે.

વૌઠાનો મેળો:અમદાવાદ જિલ્લાના ધોળકાથી માત્ર આઠ કી.મી.ના અંતરે આવેલા વૌઠા પાસે કારતક સુદ-૧૫ના રોજ ભરાતો વૌઠાનો મેળો સાત નદીઓનાં સંગઠન સ્થળે ભરાય છે.

રથયાત્રા:છેલ્લા ૧૧૦ વર્ષથી પણ વધુ સમયથી અષાઢી બીજના દિવસે નીકળતી ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરા બાદ અમદાવાદની રથયાત્રાએ દેશ-વિદેશમાં નામના મેળવી છે.

પતંગો મહોત્સવ:ઉત્સવ પ્રિય અમદાવાદની પ્રજાને એક અનન્ય ઉત્સવ એટલે ઉતરાયણ સમસ્ત શહેરીજનો પતંગ ચગાવવામાં ખૂબ આનંદ અને ઉત્સાહથી વહેલી સવારથી જ પોતાના ઘરની અગાસી, ધાબા પર ચડીને રંગબેરંગી પતંગો ચગાવે છે.

આઇમેકસ થ્રીડી થીયેટર:સાયન્સ સીટીનું એક વિશિષ્ટ આકર્ષણ કેન્દ્ર એટલે થ્રીડી થિયેટર. અહીં આઠ માળ ઉંચા વિશાળ સ્ક્રીન ઉપર પ્રેક્ષક જ્યારે થ્રીડી ઇફેકટ સાથેનું મનોરંજન ચિત્ર માણે છે. ત્યારે વિશાળ સ્ક્રીન ઉપરના ચિત્રમાં પ્રત્યક્ષ પહોંચી ગયો હોય તેવો થ્રીલીંગ અનુભવ કરેલ છે.

સાયન્સ સીટી:વિજ્ઞાનની શોધયાત્રા અવિરત આગળ વધી રહી છે. અવનવી શોધના પરિણામે માનવીનું જીવન આજે વધુને વધુ સુગમ બની રહ્યું છે. આમ છતાં વિજ્ઞાનનું જ્ઞાન આમ માનવીની સમજ બહાર પણ હોય છે. વિજ્ઞાનની કેટલીક બાબતો સામાન્ય માનવીને ચમત્કાર સ્વરૂપે લાગે છે.

ગોયલ વોટર પાર્ક:અમદાવાદ શહેરથી સાણંદ જવાના રસ્તે આશરે ૧૧ કી.મી. અંતરે વિવિધ મનોરંજન રાઇડ્સ ધરાવતો આધુનિક સુવિધા પુર્ણ વોટરપાર્ક છે. અમદાવાદ શહેરથી ખૂબ નજીક હોવાના કારણે લોકોનો ખૂબજ ઘસારો રહે છે. ખાણી-પીણી તેમજ રહેવાની સગવડતા સાથેનો વોટરપાર્ક પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે

વસતી[ફેરફાર કરો]

વસ્તી ૭૨,૧૪,૨૨૫ (૨૦૧૧ની ગણતરી પ્રમાણે)
વસ્તીની ગીચતા ૮૯૦ માણસો પ્રતિ વર્ગ કી.મી.
સ્ત્રી-પુરૂષનો ગુણોત્તર ‌** સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરૂષોએ
સાક્ષરતાનો દર ૮૫.૩૦%
હવાઇ મથક અમદાવાદ
બંદર ધોલેરા


અમદાવાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. અમદાવાદ શહેર તાલુકો
  2. દસ્ક્રોઇ
  3. દેત્રોજ
  4. ધોલેરા
  5. ધોળકા
  6. ધંધુકા
  7. બાવળા
  8. માંડલ
  9. વિરમગામ
  10. સાણંદ

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Administrative map of Gujarat.png
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન
એકત્રીત માહિતિ
જિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી
ક્રમ જિલ્લો જિલ્લા મથક
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
અરવલ્લી મોડાસા
આણંદ આણંદ
કચ્છ ગાંધીધામ
ખેડા નડીઆદ
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
છોટાઉદેપુર છોટાઉદેપુર
૧૦ જામનગર જામનગર
૧૧ જૂનાગઢ જુનાગઢ
૧૨ ડાંગ આહવા
૧૩ તાપી વ્યારા
૧૪ દાહોદ દાહોદ
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
૧૬ નર્મદા રાજપીપળા
૧૭ નવસારી નવસારી
૧૮ પંચમહાલ ગોધરા
૧૯ પાટણ પાટણ
૨૦ પોરબંદર પોરબંદર
૨૧ બનાસકાંઠા પાલનપુર
૨૨ બોટાદ બોટાદ
૨૩ ભરૂચ ભરૂચ
૨૪ ભાવનગર ભાવનગર
૨૫ મહીસાગર લુણાવાડા
૨૬ મહેસાણા મહેસાણા
૨૭ મોરબી મોરબી
૨૮ રાજકોટ રાજકોટ
૨૯ વડોદરા વડોદરા
૩૦ વલસાડ વલસાડ
૩૧ સાબરકાંઠા હિંમતનગર
૩૨ સુરત સુરત
૩૩ સુરેન્દ્રનગર વઢવાણ
ભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન
India Gujarat locator map.svg