લોથલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
લોથલ
The drainage system at Lothal 2.JPG
લોથલમાં ગટર વ્યવસ્થાના બાકી રહેલ અવશેષો
લોથલ is located in Gujarat
લોથલ
Shown within Gujarat
લોથલ is located in India
લોથલ
Shown within Gujarat
સ્થાન સરગવાલા, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ 22°31′17″N 72°14′58″E / 22.52139°N 72.24944°E / 22.52139; 72.24944Coordinates: 22°31′17″N 72°14′58″E / 22.52139°N 72.24944°E / 22.52139; 72.24944
પ્રકાર રહેઠાણ
ઇતિહાસ
સ્થાપના આશરે ઇ.સ. પૂર્વે ૩૭૦૦
સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ
સ્થળની વિગતો
ખોદકામ તારીખ ૧૯૫૫–૧૯૬૦
સ્થિતિ ખંડેર
માલિકી જાહેર
સંચાલન ભારતીય પુરાતત્વ ખાતું
જાહેર પ્રવેશ હા

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુના પાટનગર અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે ૮૦ કિલોમીટર જેટલા અંતરે અમદાવાદ જિલ્લામાં આવેલા ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ ઇ. સ. ૧૯૫૪ ના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલ કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. લોથલ ખૂબજ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે. જેનો સમય ઇ.સ.પૂર્વે ૨૪૫૦થી ૧૯૦૦ સુધીનો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે લોથલમાં માનવ વસ્તીનો પહેલવહેલો વસવાટ થયો હતો. તેમજ ઇ.સ. પૂર્વે ૨૩૫૦માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા. બાદમાં ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું. લોથલમાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઇ માલુમ પડે છે. તે સમયે મકાનો પણ વિશાળ હતા. સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]