દેત્રોજ

વિકિપીડિયામાંથી
દેત્રોજ
—  નગર  —
દેત્રોજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°20′00″N 72°11′15″E / 23.333392°N 72.187519°E / 23.333392; 72.187519
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો દેત્રોજ-રામપુરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી

દેત્રોજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરા તાલુકાનું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

અહીં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની શાળા, આઇ.ટી.આઇ.,જાહેર પુસ્તકાલય, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, પોલિસ સ્ટેશન, મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, કોર્ટની સુવિધાઓ પ્રાપ્ત છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

દેત્રોજ નામ દંઢાસુર રાક્ષસના નામ પરથી પડેલું મનાય છે. બહુચર માતાજીએ ગેબી ટીંબા નામના સ્થળ પર આ અસુરનો વધ કરેલો.

દેત્રોજ પર ૧૨ મી સદીમાં પાટડીથી આવેલા ઝાલા રાજપુતોનું શાસન હતું. ત્યારબાદ ૧૩ મી સદીમાં વંથલીથી ડોડીયા રાજપુતો આવ્યા. ઈ.સ. ૧૪૫૦ પછી લુણાવાડા સ્ટેટથી ચાલુક્યની એક પેઢી દેત્રોજ પર આવી. વીર કાનાજી સોલંકી રાજપુતના વંશજોએ ૪૪ ગામ જીતીને દેત્રોજ ગાદી સ્થાપી. દેત્રોજના સોલંકી રાજપુતોએ ત્યાંથી ગાદી ખસેડીને કુકવાવમાં સ્થાપિત કરી. ત્યારબાદ તેમાંથી ૪ એસ્ટેટ અલગ થયા. કુકવાવ, ભંકોડા, દેકાવાડા અને છનીયાર. જેમાં ચારે ચાર એસ્ટેટને ૧૨-૧૨ ગામની જાગીરી મળી. હાલ તેમના વંશજો ત્યાં રહે છે.[સંદર્ભ આપો]

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

દેત્રોજમાં એક પીરની જગ્યા અને પ્રાચીન બહુચર માતાજીનું સ્થાનક આવેલું છે.