કપાસ

વિકિપીડિયામાંથી
પૂર્ણ વિકસિત કપાસ

કપાસ એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની ખેતીને વૈશ્વિક ગણનામાં રોકડીયો પાક માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ (Gossypium) છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં કપાસની ખેતી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવે છે.

કપાસના પ્રકાર[ફેરફાર કરો]

  • લાંબા રેસાવાળો કપાસ
  • મધ્યમ લંબાઈના રેસાવાળો કપાસ
  • ઓછી લંબાઈના રેસાવાળો કપાસ
  • જાડા રેસાવાળો કપાસ

કપાસ ઉત્પાદન માટે ભૌગોલિક પરિસ્થિતિ[ફેરફાર કરો]

  • તાપમાન - ૨૧° સે.થી ૨૭° સે.
  • વરસાદ - ૭૫ સે.મી.થી ૧૦૦ સે.મી.
  • જમીન - કાળી જમીન

કપાસ ઉત્પાદનનું વિશ્વ વિતરણ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]