જુનાગઢ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જૂનાગઢ
—  શહેર  —
Gate of Junagadh.jpg
Narsinh Mehta.jpg
Girnar hills.jpg
Bahauddin Maqbara by Kshitij.jpg
ઉપરથી: જુનાગઢ શહેરનો દરવાજો, નરસિહ મહેતા, ગિરનારની ટેકરીઓ, મહાબત મકબરો

જૂનાગઢનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°31′08″N 70°27′37″E / 21.518848°N 70.460182°E / 21.518848; 70.460182
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
મેયર ધીરુભાઈ ગોહેલ[૧]
મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા [૨]
ધારાસભ્ય ભીખાભાઇ જોશી
નગર નિગમ જૂનાગઢ મહાનગર પાલિકા
વસ્તી

• ગીચતા

૩,૧૯,૪૬૨[૩] (૨૦૧૧)

• 5,428/km2 (14,058/sq mi)

લિંગ પ્રમાણ ૯૫૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

160 square kilometres (62 sq mi)

• 107 metres (351 ft)

વેબસાઇટ www.junagadhmunicipal.org

જુનાગઢ કે જૂનાગઢ (ઉચ્ચારણ) (અંગ્રેજી: Junagadh) ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં "જીર્ણગઢ" તરીકે કર્યો છે.[૪] જુનાગઢનો સામાન્ય અર્થ "જૂનો ગઢ" થાય છે. જુનાગઢ રજવાડાનો ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જુનાગઢ નગરપાલિકાની વસ્તી ૩,૧૯,૪૬૨ હતી.[૩] જાતિ પ્રમાણ ૯૫૫ અને ૯ ટકા વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમરની હતી.[૩] જુનાગઢમાં સાક્ષરતા દર ૮૮%; જેમાં પુરુષ સાક્ષરતા દર ૯૨.૪૬% અને સ્ત્રી સાક્ષરતા દર ૮૩.૩૮% હતો.[૩]

રાજકોટ જેવા શહેરોની સરખામણીમાં જુનાગઢમાં જમીન સસ્તી છે. શહેરની વિકાસ ઝડપી બનતા જુનાગઢ નગરપાલિકાની હદમાં પ્રાપ્ત જમીન મર્યાદિત છે. જુનાગઢમાં કુલ વિસ્તારના ૧૯.૫ ચો.કિમી. વિસ્તાર ઝૂંપડપટ્ટીમાં આવે છે અને તેમાં વસ્તીના ૨૫% લોકો રહે છે.[૫]

જુનાગઢમાં મૂળ આફિક્રાના વતની સીદીઓ રહે છે. ગુજરાતમાં તેમની કુલ સંખ્યા ૮,૮૧૬ છે.[૬] તેમાંના ૬૫% જુનાગઢ શહેરમાં રહે છે.[૭]

ઉત્પાદન તથા વિકાસ[ફેરફાર કરો]

જીલ્લાનાં ઉત્પાદનો તથા વિકાસની રૂપરેખા
મુખ્ય પાક મગફળી, શેરડી, કપાસ, ઘઉં, બાજરી, જુવાર, ચણા, મકાઈ, કેળ, કઠોળ
મુખ્ય ખનીજો ચોક, લાઇમ સ્ટોન, બોકસાઇટ, સફેદ અને કાળો પથ્થર
મુખ્ય વ્યવસાય કૃષિ, પશુપાલન, માછીમારી
પરિવહન વ્યવસ્થા રેલ્વે ૪૨૧ કિ.મી.
રસ્તા ૪૮૧૦ કિ.મી.
બંદરો ૧ (માંગરોળ)
એરપોર્ટ ૧ (કેશોદ)
પોસ્ટ ઓફીસ ૯૭૪
બેંક રાષ્‍ટ્રીયકૃત બેંકની શાખા ૧૨૬
સહકારી, ખેતી અને ગ્રામીણ વિકાસ બેંકની શાખા ૧૩
કો-ઓપરેટીવ બેંકની શાખા ૬૩
ગ્રામિણ બેંકની શાખા ૨૨

ઉદ્યોગ[ફેરફાર કરો]

 • ઔદ્યોગિક વસાહતો
  • જૂનાગઢ, વિસાવદર, શીલ
 • લઘુ ઉદ્યોગ એકમો - ૬૪૮૬
  • મધ્‍યમ, મોટા ઔદ્યોગિક એકમો - ૪૪
  • ઔદ્યોગિક સહકારી મંડળી - ૨૭પ

શિક્ષણ[ફેરફાર કરો]

 • શિક્ષણ સંસ્થાઓ
  • પ્રાથમિક શાળાઓ - ૧૨૯૦
  • માધ્યમિક શાળાઓ - ૩૪૩
  • ઉચ્ચતર માધ્યમિક શાળાઓ - ૧૧૪
  • કોલેજ - ૧૬
 • યુનિવર્સિટી
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી

પર્યટન[ફેરફાર કરો]

લોકમેળા[ફેરફાર કરો]

 • મહાશિવરાત્રી નો મેળો (ગિરનારની પરિક્રમા) - જુનાગઢ,
 • અષાઢી બીજનો મેળો - પરબ,
 • વ્યંકટેશ્વર મંદિરનો મેળો - ખોરાસા,
 • ઉપલા દાતારનો ઉર્સનો મેળો - જુનાગઢ,
 • અક્ષયગઢનો મેળો - કરેણી (કેશોદ)

જોવાલાયક સ્‍થળો[ફેરફાર કરો]

શ્રી કૃષ્ણના લાડીલા ભક્ત શ્રી નરસિંહ મહેતાનું જુનાગઢ સંત સતી અને શૂરવીરોના ઐતિહાસિક શહેરને ગિરનારનો આશ્રય મળેલો છે. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન(કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પધારે છે. ત્યાં પવિત્ર દામોદર કુંડ આવેલો છે. પ્રાચીન સમયના સમ્રાટ અશોકનો શિલાલેખ પણ આવેલો છે. ચંપારણ્યથી શ્રી મહાપ્રભુજી અહીં પધારે છે. અહીં ભગવત ચિંતન અને પારાયણ કરે છે તથા છપૈયાથી શ્રી નિલકંઠવર્ણી ઘનશ્યામ મહારાજ અહીં પધારે છે અને સંત શ્રી રામાનંદ સ્વામીને ગુરુ ધારણ કરે છે તથા સહજાનંદ સ્વામી નામ ધારણ કરે છે. નરસિંહ મહેતા તથા શ્રી રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા' નવઘણ જેવા શૂરવીરો આ ધરતીના અમુલ્ય માનવ રત્નો છે. રા'નવઘણે પોતાની ધર્મની બહેનની રક્ષા માટે સિંધમાં ત્યાંની પાપી સત્તા સામે ધર્મયુદ્ધ લડીને વિજય મેળવ્યો હતો.

ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.

 • ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી વલભીના શાસકોના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓ દ્વારા થયો. જે અનુક્રમે ચુડાસમા, સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો. ઉપરકોટના કિલ્લામા અડી કડી વાવ, નવઘણ કૂવો, બૌદ્ધ ગુફાઓ, રાણકદેવીનો મહેલ (જામા મસ્જીદ), નિલમ તથા કડાનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફિલ્ટર પ્લાન્ટ જોવાલાયક સ્થળો છે.
 • ભીમકુંડ અને સૂરજ કુંડ ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળની પાસે પ્રાચીન ‘ભીમ કુંડ’ આવેલો છે. આ ઉપરાંત ‘સુરજકુંડ’ પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલ ગુફા આવે છે અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ એક નાનો કુંડ છે.
 • કપિલધારા કુંડ અને કમંડલ કુંડ સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને ‘કપિલધારા’ નામે કુંડ છે. ત્યાંથી ગુરુ દત્તાત્રેય તરફ જતા માર્ગમાં ‘કમંડલ કુંડ’ આવે છે.
 • સીતા કુંડ અને રામ કુંડ હનુમાનધારા પાસે જ્યાં સીતામઢી અને રામચંદ્રજીનું મંદિર છે ત્યાં ‘સીતા કુંડ’ અને ‘રામ કુંડ’ આવેલા છે.
 • દાતાર શિખર ૨,૭૭૯ ફૂટ(૮૪૭ મી.) ઉંચો પર્વત જે ગિરનાર પર્વતમાળાનો ભાગ છે. આ પર્વત પર દાતાર બાપુની જગ્યા આવેલી છે, ત્યાં જવા માટે આશરે ૩૦૦૦ પગથિયા છે.
 • ગિરનાર પર્વત
 • નરસિંહ મહેતાનો ચોરો
 • સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય
 • દામોદર કુંડ
 • ભવનાથ
 • મહાબત મકબરો
 • વિલિંગ્ડન બંધ
 • ખાપરા-કોડીયાની ગૂફાઓ
 • બાબા પ્યારેની ગુફાઓ
 • અશોકનો શિલાલેખ
 • બાબી મકબરો
 • બહાઉદીન મકબરો
 • બારાસાહેબ
 • સાયન્સ મ્યુઝિયમ-તારામંડળ (પ્લેનેટોરિયમ)
 • દરબારહૉલ મ્યુઝિયમ (કચેરી)
 • ગાયત્રી મંદિર - વાઘેશ્વરી મંદિર
 • અક્ષર મંદિર
 • સ્વામિનારાયણ મંદિર(જૂનું)

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Mayors | Junagadh Municipal Corporation" (અંગ્રેજી માં). Retrieved 2019-03-19. Check date values in: |accessdate= (મદદ)
 2. "Home | Junagadh Municipal Corporation". junagadhmunicipal.org (અંગ્રેજી માં). Retrieved ૧૯ માર્ચ ૨૦૧૯. Check date values in: |accessdate= (મદદ)
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Junagadh City Population Census 2011 | Gujarat". www.census2011.co.in. Retrieved ૨૩ ઓક્ટોબર ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
 4. "રસિકવલ્લભ/પદ-૯ - વિકિસ્રોત". gu.wikisource.org. Retrieved ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
 5. "Housing and Slums". Engineering Works.
 6. "BRIEF PROFILE OF PTG COMMUNITIES IN GUJARAT" (PDF).
 7. "African Settlements in India" (PDF). ABDULAZIZ Y. LODHI, Uppsala University, Sweden.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: