લખાણ પર જાઓ

નવઘણ કૂવો

વિકિપીડિયામાંથી
નવઘણ કૂવો
વાવ તરફ દોરી જતા પગથિયાં
નવઘણ કૂવો is located in ગુજરાત
નવઘણ કૂવો
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
પ્રકારવાવ
સ્થાપત્ય શૈલીભારતીય સ્થાપત્ય
સ્થાનઉપરકોટ કિલ્લો
નગર અથવા શહેરજુનાગઢ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ21°31′26″N 70°28′09″E / 21.5238°N 70.4692°E / 21.5238; 70.4692
બાંધકામની શરૂઆત૨જી-૭મી સદી
પૂર્ણ૧૧મી-૧૨મી સદી
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનિક
DesignationsASI રાજ્ય સંરક્ષિત સ્મારક ક્રમાંક S-GJ-116

નવઘણ કૂવો ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢમાં આવેલી એક વાવ છે.[૧]

ઇતિહાસ

[ફેરફાર કરો]

નવઘણ કૂવાનું નામ ચુડાસમા રાજા રા' નવઘણ પરથી પડ્યું છે. કૂવા સુધી પહોંચવાના પગથિયા કદાચ તેના શાસનકાળમાં ૧૧મી સદીમાં બાંધવામાં આવ્યા હતા. તેનું બાંધકામ તેના પુત્ર રા' ખેંગારના સમયમાં પૂરું થયું હોવાનું મનાય છે.[૧]

કૂવાને તેના પગથિયાં કરતાં જૂનો મનાય છે. કેટલાક વિદ્વાનો તેને સૌથી જૂની વાવનું ઉદાહરણ માને છે. તે ઉપરકોટની ગુફાઓ નજીક આવેલો છે. કૂવો કદાચ ક્ષત્રપ સમયગાળા (૨-૪થી સદી) અથવા મૈત્રકકાળ (૬-૭મી સદી) દરમિયાન બાંધવામાં આવ્યો હતો.[૧]

તે રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-116) છે.

સ્થાપત્ય

[ફેરફાર કરો]

એક નાની સીડી કમાનવાળા દ્વાર વડે બાહ્ય ભાગ તરફ દોરી જાય છે. કૂવો પગથિયાઓના છેક છેડા પર આવેલો છે. કૂવામાંના પાણી સુધી કૂવાની દિવાલો પર બનાવેલી વર્તુળાકાર સીડીઓ વડે પહોંચી શકાય છે. આ દિવાલો પરના ચોરસ છિદ્રો અંદરના ભાગને પ્રકાશિત તેમજ ઠંડો રાખે છે.[૧][૨][૩]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Jutta Jain-Neubauer (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. પૃષ્ઠ 22, 27. ISBN 978-0-391-02284-3.
  2. Anjali H. Desai (2007). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ 254. ISBN 978-0-9789517-0-2.
  3. Morna Livingston; Milo Beach (April 2002). Steps to Water: The Ancient Stepwells of India. Princeton Architectural Press. પૃષ્ઠ 21. ISBN 978-1-56898-324-0.