ઉપરકોટની ગુફાઓ
ઉપરકોટની ગુફાઓ | |
---|---|
ઉપરકોટની ગુફાઓનો ઉપરનો ભાગ | |
અક્ષાંશ-રેખાંશ | 21°31′33″N 70°28′09″E / 21.5257426°N 70.4692992°E |
ઉપરકોટની ગુફાઓ પ્રાચીન માનવસર્જિત ગુફાઓ છે. આ ગુફાઓ જુનાગઢ બૌદ્ધ ગુફા સમૂહનો ભાગ છે, જે ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢમાં આવેલ છે.
ગુફાઓ
[ફેરફાર કરો]આ ગુફાઓ ઉપરકોટમાં ૩૦૦ ફીટ ઉંડી ખાઇ પછી, અડી કડી વાવની નજીક, ઇ.સ. ૨જી - ૩જી સદી દરમિયાન રચવામાં આવી હતી. આ ગુફાઓ સાતવાહન સ્થાપત્ય સાથે ગ્રેકો-સ્કિથિયન શૈલી ધરાવે છે.
ભારતીય પુરાતત્વ વિભાગ મુજબ, આ ગુફા સમૂહ ત્રણ સ્તરોમાં છે, અને દરેક સ્તરને ઝરુખાઓ છે, પરંતુ માત્ર બે માળો જ નિયમિત છતો ધરાવે છે. પ્રથમ માળ પર એક કૂંડ છે, જે ૧૧ ચોરસ ફીટના માપનો છે અને તેની ત્રણ બાજુઓ આવરેલી છે. તેની બાજુમાં ૬ સ્થંભો વાળો મોટો ઓરડો આવેલો છે. પરસાળમાં બાકીનો વિસ્તાર, ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ બાજુઓ પર દિવાલો ધરાવે છે. નીચલા માળ પર તેવા જ ઓરડાઓ પરસાળ સહિત આવેલા છે અને તેના સ્થંભો ઉપરના માળોને ટેકો પૂરો પાડે છે અને સુશોભિત ચૈત્ય બારી ધરાવે છે.[૧][૨][૩]
નીચલો માળ સુંદર કોતરણી વાળા થાંભલાઓ ધરાવે છે, જેનો પાયો, મધ્યનો ભાગ અને ઉપલો ભાગ અનન્ય એવી સુશોભિત ભાત ધરાવે છે. આ ગુફાઓ સુંદર થાંભલાઓ અને પ્રવેશદ્વારો, પાણીની ટાંકીઓ, ઘોડાની નાળની આકારની ચૈત્ય બારીઓ, મંત્રણા ખંડ અને ધ્યાન માટેનો ઓરડો ધરાવે છે.
આ ગુફાઓ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-135) છે.
-
ઉપરકોટની ગુફાઓનો નકશો; નીચલો માળ (ડાબે) અને ઉપલો માળ (જમણે)
-
ટોચ પરથી દેખાવ.
-
અંદરનો ઓરડો.
-
સ્થંભો.
-
સ્થંભની ટોચ.
-
સ્થંભનો પાયો.
-
વિહાર ઓરડો.
-
પાણીનો કુંડ.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ticketed Monuments - Gujarat Buddhist Cave Groups, Uperkot, Junagadh". Archaeological Survey of India, Government of India. મૂળ માંથી 2013-09-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૩.
- ↑ Hasmukh Dhirajlal Sankalia (૧૯૪૧). The Archaeology of Gujarat: Including Kathiawar. Natwarlal & Company. પૃષ્ઠ ૪૯–૫૧. મૂળ માંથી ૨૦૧૫ પર સંગ્રહિત.
- ↑ "Uparkot". Gujarat Tourism - Tourism Corporation of Gujarat Limited. મૂળ માંથી 2016-06-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ મે ૨૦૧૬.