નરસિંહ મહેતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નરસિંહ મહેતા
Narsinh mehta2.143185324 sq thumb m.jpg
જન્મની વિગત 1414 Edit this on Wikidata
તળાજા Edit this on Wikidata
મૃત્યુની વિગત 1481 Edit this on Wikidata
સૌરાષ્ટ્ર Edit this on Wikidata
વ્યવસાય કવિ&Nbsp;Edit this on Wikidata

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે.[૧] તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

જીવન[ફેરફાર કરો]

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો.[૨]

તેમના લગ્ન ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.

તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.

સર્જન[ફેરફાર કરો]

નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.

સન્માન[ફેરફાર કરો]

ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

લોકપ્રિયતા[ફેરફાર કરો]

તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું.[૩]

વધુ વાચન[ફેરફાર કરો]

  • ચન્દ્રકાન્ત મહેતા, ed. (૨૦૧૬). वैष्णवजन नरसिंह मेहता (નરસિંહ મહેતાની ગુજરાતી કવિતાઓનો હિન્દી અનુવાદ). ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. 

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ramanuj, Jagruti; Ramanuj, Vi (૨૦૧૨). Atmagnyani Bhaktakavi Narsinh Mehta (Biography of Narsinh Mehta). Ahmedabad: Navsarjan Publication. ISBN 978-93-81443-58-3. 
  2. Prasoon, Shrikant (૨૦૦૯). Indian Saints & Sages. Pustak Mahal. p. ૧૬૯. ISBN 9788122310627. 
  3. "Gujarati cinema: A battle for relevance". ૧૬ ડિસેમ્બર ૨૦૧૨. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં નરસિંહ મહેતાને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.