લખાણ પર જાઓ

ગુજરાત વિદ્યા સભા

વિકિપીડિયામાંથી

ગુજરાત વિદ્યા સભા, જેનું મૂળનામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હતું, તે એક સ્થાનિક ગુજરાતી સાહિત્ય અને શિક્ષણનો પ્રસાર કરતી અને હસ્તપ્રતો તથા મુદ્રિત પુસ્તકોના સંગ્રહ માટે કાર્ય કરતી એક સાહિત્યિક સંસ્થા છે. આ સંસ્થા ભારતના અમદાવાદ શહેરમાં આવેલી છે. તેની સ્થાપના બ્રિટીશ એડમિનિસ્ટ્રેટર, એલેક્ઝાંડર કિનલોક ફોર્બ્સે ૧૮૪૮ માં ગુજરાતી લેખક દલપતરામ સાથે મળી કરી હતી.[][] સંસ્થાના શતાબ્દી પ્રસંગે સંસ્થાનું નામ બદલી "ગુજરાત વિદ્યા સભા" રાખવામાં આવ્યું હતું.

આ સંસ્થાએ ગુજરાતનું પહેલું અખબાર, પહેલું ગુજરાતી સામયિક શરૂ કર્યું તથા પ્રથમ પુસ્તકાલય અને છોકરીઓ માટે પ્રથમ ગુજરાતી શાળાની સ્થાપના કરી.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]
બુધિપ્રકાશ, ગુજરાતી સામયિક, ૧૮૫૦
વર્તામન, ગુજરાતી અખબાર, ૧૮૪૯

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલક, એલેક્ઝાંડર કિનોલોચ ફોર્બ્સે ૨૬ ડિસેમ્બર ૧૮૪૮ ના દિવસે દલપતરામની સાથે મળીને કરી હતી.[] સ્થાનિક લોકો, વડોદરા રજવાડું અને બ્રિટીશ અધિકારીઓ પાસેથી રૂપિયા ૯૬૦૧ નું ભંડોળ ઉભું કરવામાં આવ્યું હતું.[][] ઈ. સ. ૧૮૭૭માં આ સોસાયટીમાં રૂ. ૨૭,૯૧૦ નું ભંડોળ હતું, જેમાં મુંબઈના પ્રેમચંદ રાયચંદ દ્વારા રૂ. ૧૦,૦૦૦ ની ફાળવણી કરવામાં આવી હતી. આ સોસાયટી દ્વારા ગુજરાતમાં પ્રથમ અખબારની શરૂઆત અમદાવાદમાં કરવામાં આવી હતી. આ એક સાપ્તાહિક વર્તમાન હતું અને દર બુધવારે અમદાવાદથી પ્રકશિત થતું. આને કારણે તે સમયે અમદાવાદથી પ્રકાશીત થતા દરેક સમાચાર પત્રને બુધવારીયા કહેવાતા. હાલમાં હેમાભાઇ સંસ્થામાં સમાવિષ્ટ થયેલ પુસ્તકાલય અને અમદાવાદની પ્રથમ કન્યા શાળા, આ સંસ્થાની સહાયથી સ્થાપિત કરવામાં આવી હતી. તેના દ્વારા ઉપયોગી પુસ્તકો છાપવામાં આવ્યાં હતાં, અને બીજા પુસ્તકોના પ્રકાશનને નાણાંના અનુદાન દ્વારા મદદ મળી હતી. આ સંસ્થાએ બુદ્ધિપ્રકાશ નામનું માસિક બહાર પાડ્યું. ઈ.સ. ૧૮૭૬માં આ માસિક ૧૨૫૦ પ્રતોનું વેચાણ ધરાવતું હતું. આ સામાયિક હજી પ્રકાશિત થાય છે. આ સોસાયટી ગુજરાત અને કાઠિયાવાડના તમામ ભાગોમાં પુસ્તકાલયોને મદદ કરે છે અને શાળાઓને ઈનામ આપે છે. આ સાથે તે પુસ્તકોના વેચાણ અને વિતરણનું કાર્ય પણ કરે છે અને વિવિધ ઉપયોગી વિષયો પર નિબંધો માટે વાર્ષિક ઇનામ આપે છે. મુંબઈના વેપારી, સોરાબજી જમશેદજી જીજીભોય દ્વારા ૧૮૬૪ માં કરવામાં આવેલી રૂ. ૨૫૦૦ની ફાળવણીમાંથી આપવામાં આવતા ભંડોળ દ્વારા આપેલ વિષય પરના શ્રેષ્ઠ ગુજરાતી નિબંધ માટે, વાર્ષિક રૂ. ૧૫૦નું ઇનામ આપવામાં આવતું હતું. ૧૮૭૭માં સંસ્થાના પુસ્તકાલયમાં વિવિધ ભાષાઓના ૧૫૯૦ પુસ્તકો હતા. ૧૮૭૬ ના અંતમાં તેમાં આડતાળીસ આજીવન સભ્યો, બે વાર્ષિક સભ્યો અને બે માનદ સભ્યો હતા. તેની વાર્ષિક રસીદો લગભગ રૂ. ૧૮૦૦ અને તેનો ખર્ચ રૂ. ૧૨૯૦ હતો.[]

ગુજરાતના કાપડના અગ્રણી, રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલે, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા ૧૮૯૨ માં શરૂ થયેલી એક કન્યા શાળા (ગર્લ્સ હાઈસ્કૂલ)ને શરૂ કરવા માટે નાણાં આપ્યા હતા, અને દાતા પરથી તે શાળાનું નામ આર. બી. રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઇ સ્કૂલ રાખવામાં આવ્યું હતું. []

૧૯૪૬માં સંસ્થાએ પોતાનું નામ બદલીને "ગુજરાત વિદ્યા સભા" રાખ્યું.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Census of India, 1961 - Volume 5, Issue 1 - Page 187
  2. Amaresh Datta (1988). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ 1729. ISBN 978-81-260-1194-0.
  3. ૩.૦ ૩.૧ Shastri, Paul John & Parth (31 August 2015). "Forbes, Gujarati's renaissance man". The Times of India. મેળવેલ 1 September 2015.
  4. Shastri, Parth (26 December 2013). "Gujarat Vernacular Society instrumental in revival of language". The Times of India. મેળવેલ 1 September 2015.
  5. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Google Books. 7 January 2015. પૃષ્ઠ 310–311. મેળવેલ 1 February 2015. આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]